મારા વિષે

વાંચક મિત્રો, આ બ્લોગ પર આવવા બદલ આપનો અભાર.
      મારા વિષે થોડી વાત કરું. મારું નામ પ્રવીણ શાહ. મારું મૂળ વતન મહેલોલ (જી. પંચમહાલ) છે.  મેં એન્જીનીયરીંગની મીકેનીકલ બ્રાન્ચમાં બી. ઈ., એમ.ઈ. અને પી. એચ. ડી. કરેલ છે. વ્યવસાયે પ્રોફેસર અને હાલમાં અમદાવાદમાં ઈજનેરી કોલેજ માં “પ્રિન્સીપાલ” તરીકે ફરજ બજાવી રહ્યો છું. જીવનમાં ફરવાનો ઘણો શોખ રહ્યો છે, ખાસ તો કુદરતી સ્થળોએ ફરવાનું બહુ જ ગમે. દુનિયામાં શક્ય એટલા સ્થળો જોવાની ખૂબ જ ઈચ્છા. તક મળે એટલે ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જઈએ. આ બ્લોગમાં આવા સ્થળોની મુલાકાતના અનુભવો આપ બધા સાથે  “share” કરીશું. આવા સ્થળોની માહિતી ફોટા સહીત આપવાનો પ્રયત્ન કરીશ. આ ઉપરાંત, મારી વાર્તાઓ, અનુભવેલા કિસ્સાઓ, જોક્સ – પણ વખતોવખત મુકવાની ખ્વાહિશ રાખું છું. આશા છે કે આપ મારા બ્લોગને આવકારશો અને જરૂર લાગે ત્યાં સુચનો કરશો.
  દુનિયામાં પ્રેમ, લાગણી અને પ્રમાણિકતાથી જીવન જીવનારને ખુબ જ સંતોષ અને બીજા માનવીઓનો પ્રેમ મળે છે. આ લાગણીનું ભાથું વહેંચવાનો મારો પ્રયત્ન છે.
     આજે નવેમ્બર ૯, ૨૦૧૦ થી બ્લોગ શરુ કરી રહ્યો છું.

69 Comments (+add yours?)

  1. Pravin Shah
    Nov 09, 2010 @ 19:19:20

    This is my blog in Gujarati. I have started it today on 9th Nov. 2010.

    Reply

  2. Viren Shah
    Nov 12, 2010 @ 15:16:58

    Nice blog

    Reply

  3. રાજની ટાંક
    Nov 18, 2010 @ 15:49:12

    પ્રકતિપ્રેમી છો એટલે આપની બ્લોગ પોસ્ટ માણવાની મજા આવશે.

    Reply

    • pravinshah47
      Nov 21, 2010 @ 14:16:18

      શ્રી રાજની ટાંક,
      આપ મારા બ્લોગ પર આવ્યા તે બદલ આભાર. મારો બ્લોગ જરૂર માણજો અને આપના પ્રતિભાવો આપતા રહેજો.
      પ્રવીણ શાહ

      Reply

  4. Prerak Sheth
    Nov 19, 2010 @ 14:16:57

    અત્યંત ઉપયોગી અને રસપ્રદ વર્ણન!
    અંદામાન નિકોબાર ક્યાં છે?

    Reply

    • pravinshah47
      Nov 21, 2010 @ 14:22:48

      આંદામાન-નિકોબારમાં આવેલ રાધાનગર બીચની માહિતી અને ફોટો મેં બ્લોગ પર મુકેલ છે. આપ જરૂર જોશો.

      Reply

  5. venunad
    Nov 19, 2010 @ 18:02:03

    Excellent idea and excellent blog, first time visited but wish to come again.

    Reply

    • pravinshah47
      Nov 21, 2010 @ 14:20:23

      આપ જરૂરથી મારા બ્લોગ પર આવતા રહેજો. મેં જાતે જોયેલા સ્થળોની માહિતી અને ફોટા હું મુકતો રહીશ. આપનો અભિપ્રાય આપતા રહેજો.

      Reply

  6. Amee
    Nov 24, 2010 @ 03:11:34

    Masa
    I really enjoyed your Blog.
    Amar equally liked it.
    Thanks for sharing this.
    Wish you Good Luck.
    Keep Posting.

    Reply

  7. રૂપેન પટેલ
    Nov 26, 2010 @ 15:29:29

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    Reply

  8. યશવંત ઠક્કર
    Dec 06, 2010 @ 14:43:31

    શ્રી પ્રવીણભાઈ ..
    તસવીરો ખૂબ જ ગમી. આપનું લખાણ પણ રસપ્રદ છે. વધુને વધુ માહીતી આપતા રહો તેવી શુભેચ્છાઓ.

    Reply

  9. Bina
    Dec 07, 2010 @ 18:48:02

    Nice blog! I like to travel too, I will visit regularly.

    Reply

  10. Pancham Shukla
    Dec 10, 2010 @ 00:12:03

    ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત અને અભિનંદન.

    પહેલી વાર તમારા બ્લોગની મુલાકાત થઈ. તમે નાના નાના સ્વાનુભવના પ્રસંગોને કંઈક વિધાયક વાતના લસરકા સાથે રસપડે એ રીતે રજૂ કર્યા છે.

    Reply

    • pravinshah47
      Dec 10, 2010 @ 15:48:35

      પંચમજી,
      આભાર તમારો.
      બ્લોગ પર જરૂર આવતા રહેજો. અને સુચનો પણ કરજો
      તમારો બ્લોગ પણ જોયો. તમે રચેલી શબ્દોની ગૂંથણી અદ્ભુત છે.

      Reply

  11. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
    Dec 15, 2010 @ 13:58:14

    આપના બ્લોગ ઉપર આવી આનંદ થયો … સાચેજ સરસ અને રસપ્રદ માહિતી છે … બસ આમજ નવી નવી જગાઓ અંગે જણાવતા રહેશો . મળતા રહીશું . આપ પણ “પિયુની નો પમરાટ ” માણવા પધારશો.
    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    http://piyuninopamrat.wordpress.com/

    Reply

    • pravinshah47
      Dec 15, 2010 @ 15:31:30

      પારૂબેન, તમને નવી નવી જગાઓ વિષે જાણવાનું ગમે છે, એ જાણીને ખુશી થઇ. મને ફરવાનો શોખ ઘણો છે, એટલે નવા સ્થળો શોધી ને
      ફરવાનું ગોઠવતો રહું છું. તમારો બ્લોગ મેં જોયો-વાંચ્યો છે. સરસ.
      પ્રવીણ

      Reply

  12. hirals
    Dec 19, 2010 @ 17:43:31

    Nice blog Sir and Nice small small experiences :)

    Reply

    • pravinshah47
      Dec 19, 2010 @ 18:02:52

      હિરલબેન, મારા બ્લોગ પર આવવા બદલ અને કોમેન્ટ બદલ આભાર. બ્લોગ વાંચતા રહેજો અને સુચનો કરતા રહેશો. લી. પ્રવીણ

      Reply

  13. taral shah
    Dec 24, 2010 @ 05:43:34

    its very interesting blog….i like it very much…. thanks masa

    Reply

  14. નટખટ સોહમ રાવલ
    Jan 06, 2011 @ 05:27:31

    આજે તમારા બ્લોગ પર આવ્યો સરજી…
    અને ખાસ તો તમે મુકેલો જોક ‘તમે મને કઈ રીતે ઓળખી ગયા ?’ ને લીધે આવેલો…
    બાય ધ વે, આપ કઇ કોલેજમાં પ્રિન્સિપાલ છો? કહેશો તો આનંદ થશે.મે મોડાસા ખાતેથી કોમ્પ્યુટર એન્જીનિયરીંગ કરેલું છે.

    Reply

    • pravinshah47
      Jan 06, 2011 @ 14:24:20

      સોહમભાઈ, મારા બ્લોગ પર આવ્યા તેથી આનંદ થયો. હું પણ તમારો બ્લોગ અવારનવાર વાંચું છું. હું સિલ્વર ઓક એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદમાં પ્રિન્સીપાલ છું. મેં મીકેનીકલ બ્રાંચમાં પીએચડી કરેલ છે. ૧૯૯૩ થી ૧૯૯૮ દરમ્યાન હું મોડાસા એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર હતો. એટલે મોડાસાનું થોડું આકર્ષણ રહે છે. હાલ હું ટૂંક સમય માટે યુએસએ આવેલ છું. તમે મોડાસામાં હાલ કઈ કંપનીમાં કે પોતાનો બિઝનેસ ?

      Reply

      • નટખટ સોહમ રાવલ
        Jan 07, 2011 @ 06:27:13

        શ્રી પ્રવિણકાકા,
        આપ મારા બ્લોગ ઉપર પધારો છો એથી આનંદ થયો.
        હા, હુ અમદાવાદ ખાતે એક કંપનીમાં જોબ કરું છું
        મે ૨૦૦૬ થી ૨૦૧૦ દરમ્યાન એન્જીનિયરીંગ કરેલું અને ત્યાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટમાં બાવરવા સર(જે મોરબીનાં છે) એમને કદાચ આપ ઓળખતા હશો.

      • pravinshah47
        Jan 07, 2011 @ 14:59:38

        સોહમભાઈ,
        હા, હું બાવરવાને સારી રીતે ઓળખું છું. તમે અમદાવાદમાં છો, તો બ્લોગરના નાતે જરૂર મળી શકાય.

  15. વિનય ખત્રી
    Jan 07, 2011 @ 13:52:59

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    Reply

    • pravinshah47
      Jan 07, 2011 @ 15:43:17

      શ્રી વિનયભાઈ,
      મારા બ્લોગ પર આવવા બદલ અભાર અને આનંદ. મેં તમારો બ્લોગ ઘણી વાર વાંચ્યો છે, અને ઘણો જ ગમ્યો છે.
      મને ખાસ તો ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. એટલે મેં જોયેલા સ્થળો અને તેના ફોટો મુકતો રહું છું.

      Reply

  16. Prempriya
    Jan 24, 2011 @ 05:08:42

    Very nice n interesting blog!!
    Good short stories…..

    Reply

  17. surya
    Jan 24, 2011 @ 09:57:32

    આપના પ્રવાસ વર્ણન અને ફોટોગ્રાફ્સ નો ઇન્તેઝાર રેહશે, સુંદર બ્લોગ !

    Reply

    • pravinshah47
      Jan 26, 2011 @ 22:53:43

      સુર્યાભાઈ, હું અવારનવાર પ્રવાસ વર્ણન અને ફોટો મુકાતો રહીશ. આભાર.

      Reply

  18. Harshad / Madhav
    Jan 26, 2011 @ 14:01:28

    આજે તમારા બ્લોગ ની મુલાકાત લીધી…..
    સરસ બ્લોગ છે.

    માધવ મેજિક બ્લોગ

    Reply

  19. Navnit Patel
    Jan 27, 2011 @ 23:38:17

    pravinbhai u meet after long time but give us very good gift as blog, i would like to visit daily, its really good, also write some about usa,

    Reply

  20. arvind adalja
    Jan 28, 2011 @ 17:44:53

    શ્રી પ્રવીણ ભાઈ
    આપના બ્લોગની મુલાકત આપનો પરિચય મેળવવા આજે જ કરી લીધી. આપના બીજા લેખો તથા ફોટો વગેરે જોવા ફરી ચોકક્સ મુલાકાત લેતો રહીશ ! આપનું બ્લોગ જગતમાં સ્વાગત સાથે આપનો બ્લોગ અન્યો કરતા જુદી ભાત પાડે તેવી અપેક્ષા સાથે આજે આટલી વાત કરી વિદાય લઊ છું. ફરી મળીશું. આવજો !
    સ-સ્નેહ
    અરવિંદ

    Reply

    • pravinshah47
      Jan 28, 2011 @ 18:59:08

      મારા બ્લોગ પર આવ્યા તેથી આનંદ થયો. હવે તો ચોક્કસ મુલાકાતો થતી રહેશે.
      પ્રવીણ શાહ

      Reply

  21. alplimadiwala
    Jan 29, 2011 @ 06:23:17

    તમારા બ્લોગ ને મારા મન્પસંદ બ્લોગ મા સ્થાન આપ્યુ છે. તમે વિઝીટ કરશો…..

    Reply

  22. chandravadan
    Jan 31, 2011 @ 19:47:10

    Congratulations, Pravinbhai !
    Welcome to GujaratiWebJagat !
    All the BEST ..& ALWAYS !
    DR. CHAQNDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & your READERS to Chandrapukar !

    Reply

    • pravinshah47
      Jan 31, 2011 @ 22:32:13

      Dr. Chandravadanbhai,
      I am happy to see u on my blog. Thanks a lot.
      I am new to blog jagat. I will like your suggestions.
      I saw your blog today. very interesting.

      Reply

  23. Ramesh Patel
    Feb 10, 2011 @ 05:02:19

    આપના કૌશલ્ય અને વિચાર વિહારથી સર્વને લાભ થશે.આ પ્રથમ મુલાકાતથી જ આનંદ થયો.
    હું પણ બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) થઈ જીઈબીમાં સર્વિસ બાદ નિવૃત્ત થયો છું.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply

    • pravinshah47
      Feb 10, 2011 @ 14:14:00

      રમેશભાઈ,
      આપનો બ્લોગ મેં જોયો. બહુ જ સરસ. મળતા રહીશું.
      હું મીકેનીકલ એન્જીનીયર છું.

      Reply

  24. Hitesh N Panchal
    Feb 16, 2011 @ 04:25:35

    Good Morning Sir .
    Today i read the article on ” Hindu temples of Dullas”. it was very nice.

    Reply

  25. Dr Sudhir Shah
    Feb 21, 2011 @ 08:34:39

    “”દુનિયામાં પ્રેમ, લાગણી અને પ્રમાણિકતાથી જીવન જીવનારને ખુબ જ સંતોષ અને બીજા માનવીઓનો પ્રેમ મળે છે.”" yes , you are absolutly write, i agree.

    god bless you

    dr sudhir shah na vandan

    Reply

    • pravinshah47
      Feb 21, 2011 @ 13:38:00

      ડોક્ટર સુધીરભાઈ,
      તમારા અભિપ્રાય બદલ અભાર. મેં અત્યારે તમારો બ્લોગ જોયો. જોઈને ખૂબ આનંદ થયો. અમે પણ વૈષ્ણવ છીએ. અવારનવાર નાથદ્વારા જઈએ છીએ. તમારી બધી પોસ્ટ હું વિગતે વાંચીશ. પ્રવીણના જય શ્રી કૃષ્ણ.

      Reply

  26. hema patel
    Feb 28, 2011 @ 23:55:49

    પ્રવિણભાઈ,
    આપના બ્લોગની મુલાકાત લીધી , સુન્દર બ્લોગ .
    આપ આવીજ રીતે લખતા રહો અને સાહિત્ય રસિકોને જ્ઞાન પીરસતા રહો
    એજ શુભેચ્છા .

    Reply

  27. aneriduniya
    Apr 06, 2011 @ 04:54:21

    શ્રી પ્રવિણભાઇ આપના બ્લોગ ની મુલાકાત લીધી ખુબજ સરસ માહિતી મળી
    વિશેશ કે મે પણ એક ” અનેરીદુનિયા “નામ નો બ્લોગ શરુ ક્ર્યો છે
    પણ એનુ સકલન કરતા આવડતુ નથી
    મહેરબાની કરીને થોડી માહિતિ આપશો તો આપનો આભારી રઇશ
    આભાર સહ ….રમેશ સરવૈયા

    Reply

    • pravinshah47
      Apr 07, 2011 @ 01:43:58

      તમારા બ્લોગમાં તમારે લોગ ઇન થવાનું, પછી new post માં નવી પોસ્ટ મુકવાની.

      Reply

  28. montu shah
    May 22, 2011 @ 14:22:21

    hello pravin uncle.it’s very nice to read ur blog.i must thank u for giving me link of ur blog.now i m waiting for u to go to europe so that everybody can seat on the chair n read n feel about the europe by just 1 click.it’s good to read gujarati on net.i m sorry that i can’t write in gujarat.so, c u soon on ur blog again n enjoy ur self with my parents in europe bye bye n jay shree krishna

    Reply

    • pravinshah47
      Jun 03, 2011 @ 02:12:00

      Thanks for your nice comment. I am sure that I will enjoy a lot with your parents.
      I will share my experience of Europe tour on blog or readgujarati with photographs.
      I will explain you sometime how to write in Gujarati in computer.
      Pravin

      Reply

  29. વેદાંગ એ. ઠાકર
    Jun 22, 2011 @ 04:45:07

    આદરણીય શ્રી પ્રવીણ સાહેબ,
    આપના બ્લોગ ની મુલાકાત લીધી અને મને આપની એક વાત ખુબજ ગમી કે તમે પોતે જીવન ની દરેક પળ ને પુરા સંતોષ અને આનંદ થી માણી રહ્યા છો અને અત્યાર ના ઝડપી જીવન માં આજ ખુબજ મહત્વ નું છે વ્યક્તિ પોતાના માટે આનંદ મેળવવાનો સમય અને જીવન જીવવાનો સંતોષ મેળવી શકે. આપના અનુભવ અને જ્ઞાન નો સાથ મળતો રહેશે એવી આશા.

    Reply

  30. Miraj R Ranpura
    Jul 03, 2011 @ 19:25:44

    Respected Sir ,
    I fill very lucky that a very good person is principal of my college.

    Reply

  31. sanjay rajnikant shah
    Aug 23, 2011 @ 03:39:16

    resp. uncle
    jai shri krishna,sanjay from godhra.
    it was known to us that you are a great engineer,best professor and a scientist, but we all are glad to read you and you experiences. you have written like a great writer. your command on gujarati language is excellent. maza avi gai. apna pusti sampraday ni 84 bethako chhe, vallabbhachryaji ni. aap teno pan pravas kari experience share karso to badha ne ghani information malse.

    Reply

  32. pravin1947
    Sep 11, 2011 @ 13:41:03

    Nice blog sir…

    Reply

  33. હિતેન ભટ્ટ
    Dec 15, 2011 @ 10:33:19

    મજા પડી….

    Reply

  34. પરાર્થે સમર્પણ
    Dec 17, 2011 @ 16:00:02

    આદરણીય શ્રી પ્રવીણભાઈ,
    આજ આપ મારે આગણે આવીને પ્રતિભાવ રૂપી પુષ્પો વેર્યા એથી ખુબ આનંદ થયો.
    આપનો બ્લોગ ખુબ સુંદર છે. એક અનુભવી , જ્ઞાની અને પ્રિન્સીપાલ સાહેબની
    કલમે પીરસાતો પ્રસાદ લેવાનો જીવનમાં અનહદ આનંદ થશે.

    Reply

    • pravinshah47
      Dec 20, 2011 @ 15:06:08

      બસ, આપ મારા બ્લોગ પર આવતા રહેજો. આભાર.
      તમારું લખાણ પણ મને ગમે છે.
      હાલ તો મેં ભારતમાં આવેલા ધોધની માહિતી-ફોટા ભેગા કરી
      લખવાનું શરુ કર્યું છે.

      Reply

  35. AKRUTI DAVE
    Jan 15, 2012 @ 12:19:56

    VERY NICE BLOG..ITS AWESOME…….

    Reply

  36. kaushal parekh
    Mar 09, 2012 @ 05:26:47

    નમસ્કાર સર,

    આપનો બ્લોગ જોઈ સુંદર છે.

    હું પણ પ્રક્રુતિ ને હરેક ક્ષણથી મનભરી ને માણવાવાળો છું ને તેને ફોટામાં કેદ કરી ને જાળવી રાખું છું. મારું વતન લુણાવાડા થી ૭ કી.મી દુર મધવાસ છે. પણ મારો જન્મ અમદાવાદમાં થયેલ છે. પણ વષૅમાં આવન-જાવન રહેતી હોય છે.

    આભાર
    લી. કૌશલ પારેખ

    Reply

  37. rbvirpariya
    Mar 24, 2012 @ 05:49:39

    સર.
    આજે આપના બ્લોગ માં આવ્યો જોયો ખુબજ આનંદ થયો.
    જુદા- જુદા શ્થળો. ની મુલાકાત લ્યો છો.તો તેના વિશે ઝીણવટ્ભરી વાતો પણ લખશો એવી અપેક્ષા.સહ.

    Reply

  38. jainikshah
    Apr 23, 2012 @ 20:13:46

    આદરણીય પ્રિન્સીપાલ સર,
    રૂબરૂ માં તમને સંભાળવાનો મોકો બહુ મળતો નથી પરંતુ આ સ્થળ એવું છે કે જ્યાં કોઈ પણ સમયે અને સ્થળે થી તમને મળી શકાશે,સાંભળી શકાશે,તમારા અનુભવો દ્વારા નવું-નવું ઘણુય જાણવા-શીખવા મળશે.તમે અમારા જેવી નવી પેઢી માટે તમે તમારો થોડો સમય ફાળવી આપો છો એના માટે હું તમારો આભાર માનું છૂ.
    આપનો,
    જૈનિક શાહ.(સીલ્વેર ઓક).

    Reply

  39. સુરેશ જાની
    Apr 24, 2012 @ 13:14:15

    હું પણ એલ.ડી. એન્જિ. નો વિદ્યાર્થી.
    પહેલી જ વાર તમારા બ્લોગ પર આવ્યો. ભટ્ટ સાહેબ વાળો લેખ બહુ જ ગમ્યો. એમનું આખું નામ કે.જે. ભટ્ટ હોય ; તો તેઓ મારા પણ પ્રોફેસર હતા.

    Reply

    • pravinshah47
      Apr 27, 2012 @ 02:23:18

      હા, એ પ્રોફેસર કે. જે. ભટ્ટ જ હતા. તમે એલ. ડી. ના વિદ્યાર્થી છો, એ જાણીને ખૂબ આનંદ થયો. અવારનવાર મળતા રહેજો.
      પ્રવીણ શાહ

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 137 other followers