પ્રમાણિકતા

મારા મિત્ર સાથે બનેલો એક પ્રસંગ એના જ શબ્દોમાં સાભળો :

   મારી નોકરી સરકારી હતી. સરકારી નોકરીમાં ગાડી ખરીદવી હોય તો સરકાર લોન આપે છે. મેં લોન લઈને ગાડી ખરીદી. લોનના હપ્તા પગારમાંથી નિયમિત કપાતા હતા. રીટાયર થતા પહેલા બાકી રહેતી લોન અને વ્યાજ પણ મેં ભરી દીધું, કે જેથી પેન્શન મેળવવામાં તકલીફ ના પડે. છેલ્લે લોન અંગે જે કઈ પેપર (વીમા પોલીસી વગેરે ) જરૂર પડે તે બધું રજુ કરતા પેન્શનમાં કઈ તકલીફ પડી નહિ.

             બધાને આ કામ એટલું સરળતાથી પાર પડતું નથી હોતું. મારું કામ સહેલાઈથી પતી ગયું હોવાથી મને થયું કે ,” લાવ, લોન ઓફિસમાં કામ કરતા લોકોનો આભાર માની આવું ”  એમ વિચારી હું લોન ઓફિસમાં ગયો . અને સંબધિત ભાઈને મળ્યો. તેમનો અભાર માન્યો. મેં તેમને બક્ષીસ આપવાનો મારો વિચાર રજુ કર્યો. એટલે એ ભાઈ કહે, “ના સાહેબ, હું કોઈ બક્ષીસ નહિ લઉં. મને અહી કામ કરવાનો પગાર મળે છે, ભગવાન એટલા રૂપિયા વાપરવા દે તો પણ ઘણું છે.”

  મને  એમની પ્રમાણિકતા પર ખુબ સંતોષ થયો. હજુ આવા માણસો દુનિયામાં વસે છે એટલે તો દુનિયાનું તંત્ર સારું ચાલ્યા કરે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: