ભારતીય ગામડાની સંસ્કૃતિ તમે નજીકથી જોઈ છે ખરી ? અહી એવી એક વાત કરું.
અમે કચ્છમાં કાળો ડુંગર જોવા ગયા હતા. રસ્તામાં ઘણા ગામડાઓમાંથી પસાર થવાનું થાય. એવા એક ગામડાના એક કુટુંબની ઝુંપડીનો ફોટો અહી મુક્યો છે. આવી ઝુપડીને બુન્ગો કહે છે.
અમે અમારી ગાડીમાંથી ઉતરીને એ ઝુંપડીમાં ગયા. ઝુપડીનાં માલિક લાખાભાઈએ અમારું સ્વાગત કર્યું. ખુબ આગ્રહ કરીને ચા પીવડાવી. કહે કે ,”તમારા જેવું શહેરનું માનવી અમારે આગણે ક્યાંથી ?” ઝુંપડીમાં બધો સામાન ખુબ જ સરસ રીતે ગોઠવેલો. અંદર તો એસી જેવી ઠંડક લાગે. લાખાભાઈની છોકરી માથે હેલ મુકીને પાણી ભરવા જતી હતી. અમને જોઈને ઉભી રહી ગઈ. અમે એની સાથે માથે હેલ મુકીને ફોટો પડાવ્યો. આજુબાજુના છોકરા પણ ભેગા થઇ ગયા. અમે બધાને ચોકલેટ લાવવા માટે થોડા રૂપિયા આપી ને તેમને ખુશ કર્યા.
મનમાં ખુબ જ સંતોષ સાથે અમે આગળ વધ્યા. કોઈ પણ જાતના ઓળખાણ વગર પણ ગામડાના લોકો કેવી લાગણી દર્શાવે છે, તે ઘટના મને યાદ રહી ગઈ છે.