ઈશ્વરીય સંકેત

     એક વાર અમે એક દિવસનો ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. વડોદરાથી સવારે નીકળી કાયાવરણ,  માલસર અને નારેશ્વર થઈને સાંજે ભરુચ પહોંચવું એવું નક્કી કર્યું હતું. ગાડી લઈને અમે સવારે વડોદરાથી નીકળી પડ્યા. મારી સાથે ગાડીમાં બીજા ચાર જણ હતા. કુલ પાંચ જણમાં ત્રણ સ્ત્રીઓ અને અમે બે પુરુષ.

    પ્રોગ્રામ આખો દિવસ સરસ ચાલ્યો. પણ નારેશ્વરમાં જ સાંજ પડી. અંધારું થઇ ગયું. હજુ અહીંથી આશરે ૨૫ કી.મી. કાપીને ભરુચ પહોંચવાનું હતું. આ વિસ્તાર પહેલા ક્યારે ય  જોયેલો નહિ. નારેશ્વરથી ભરૂચનું બોર્ડ મારેલું હતું, તે રસ્તે મેં ગાડી દોડાવી. ગ્રામ્ય વિસ્તાર હતો, બીજું કોઈ વાહન પણ દેખાય નહિ. રોડ પર ફક્ત અમારા એકલાની જ ગાડી દોડી રહી હોય એવું લાગતું હતું.

       દસેક કી.મી. ગયા પછી સામે રસ્તાના બે ફાંટા આવ્યા. હવે ? કયા ફાટામાં જવું ? ક્યાય ગામના નામનું બોર્ડ મારેલું ન હતું, કે માઈલ સ્ટોન ન હતો. ચારે બાજુ અંધારું. લેડીઝ તો બહુ ગભરાય. કોઈ ગામ કે કોઈ માણસ પણ ન હતો. પુછવું કોને ? છેવટે ભગવાનનું નામ લઇ જમણા ફાંટામાં મેં ગાડી લીધી. મનમાં નક્કી પણ કર્યું કે જો ખોટો રસ્તો હશે તો પાછા આવીને બીજા ફાંટામાં જઈશું.

આશરે ચારેક કિમી જેટલું ગયા પછી એક માણસ જોવા મળ્યો. પૂછ્યું, તો અમે લીધેલ રસ્તો સાચો હતો ! પછી તો માઈલ સ્ટોન પણ આવ્યા. કોઈ ગામ પણ આવ્યું. પાકી ખાતરી કરી લીધી અને ભરુચ પહોંચ્યા.  

   શું આવા વખતે મનને કોઈ ઈશ્વરીય સંકેત મળતો હશે કે “તું આ રસ્તે જા ” ? 

હું તો ચોક્કસ માનું છું કે આવે વખતે કોઈ અદ્રશ્ય શક્તિ જ આપણને માર્ગદર્શન આપે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: