ગળતેશ્વર મહાદેવ, પ્રાંતિજ

     ગુજરાતમાં પ્રાંતિજ પાસે ગળતેશ્વર મહાદેવ નામનું એક જાણીતું સ્થળ આવેલું છે. શંકર ભગવાનનું આ મંદિર સાબરમતી નદીને કિનારે વસેલું છે. મંદિર નાનું છે પણ અહીંથી દેખાતું કુદરતી દ્રશ્ય ખુબ જ મનોહર છે. નદી કરતા મંદિર ઊંચાઈ પર આવેલું હોવાથી ક્યાય સુધી નદીની લંબાઈ દેખાય છે. જાણે કે ઉપર હેલીકોપ્ટરમાંથી નદી જોતા હોય એવું લાગે.

     મંદિરથી થોડા પગથીયા ઉતરીએ એટલે કોતર અને જંગલ દેખાય અને પછી ઢાળ ઉતરીએ એટલે સીધું નદીમાં પહોચાય. નદીમાં પાણી વહેતું અને ચોખ્ખું છે. આ જ નદી અમદાવાદ પહોચે ત્યારે કેવી થઇ જાય છે !  અમે તો અહી નદીના પાણીમાં ફોટો પડાવવાની લાલચ ના રોકી શક્યા. નદીમાં નહાવાની પણ મઝા આવે.

     પાછો ઢાળ ચડીને જંગલમાં બેઠા અને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો. ખુબ મઝા આવી ગઈ.

  અહી જવા માટે અમદાવાદથી પ્રાંતિજના રસ્તે જવાનું. પ્રાંતિજ ૨ કી.મી. જેટલું બાકી રહે ત્યારે ડાબી બાજુ વળી જવાનું. અહીંથી ગળતેશ્વર ૫  કી.મી. દુર છે. અમદાવાદથી પ્રાંતિજનું અંતર આશરે ૫૦ કી.મી. છે.

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. alplimadiwala
  જાન્યુઆરી 29, 2011 @ 06:12:58

  પ્રવીણભાઈ પ્રાંતિજ ગલતેશ્વર નો લેખ, તમે મને ભુતકાળ મા મોકલી દીધા.લગભગ ૨૫ વરસ પહેલા અમે ત્યા ગયા હતા. અમારુ બાળપણ યાદ આવી ગયુ. તમારી જાણ ખાતર મારુ ભણતર સી.એન. મા થયુ છે.

  મનીશ શાહ

  જવાબ આપો

  • pravinshah47
   જાન્યુઆરી 29, 2011 @ 19:24:09

   ચાલો, તમને આ જગા ગમી અને યાદ આવી ગઈ એનો મને આનંદ છે.
   આપને ટ્રાવેલિંગનો ઘણો અનુભવ છે, તો ક્યારેક તમારી પાસેથી માર્ગદર્શન લઈશું.
   પ્રવીણ

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: