રેશનીંગની લાઈન

        લતા અને બીના એક જ સોસાયટીમાં રહેતા હતા. બંને સખીઓ હતી. એક વાર બંને જણ રેશનીંગની ખાંડ લેવા માટે રેશનીંગની દુકાને ગયા. ત્યાં લાંબી લાઈન હતી. બંને જણ લાઈનમાં ઉભા રહી ગયા.

         લતાને વાતોના તડાકા મારવાનું બહુ ગમે. એણે તો બીના જોડે, એની સાસુની, ઘરની અને એવી બધી વાતો શરુ કરી દીધી. એમની પાછળ પણ લાઈન ઘણી લાંબી થઇ ગઈ હતી. એક કલાક પછી એમનો નંબર આવ્યો. એટલે લતા બોલી,” શું બીના, એટલી વારમાં આપણો નંબર આવી ગયો ?  મારે તો હજુ ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ !! એમ કર, ચાલ, આપણે  અહીંથી લાઈનમાંથી નીકળીને લાઈનને છેડે ઉભા રહી જઈએ. !!!!”