શેરડીના રસ જેવા મીઠા લોકો

 એક અનુભવેલો પ્રસંગ લખું છું.

  એક વાર અમે કાયાવરણથી માલસર જતા હતા. ( આ બંને સ્થળ ગુજરાતમાં વડોદરાની નજીક આવેલા છે). રસ્તો ઘણો સારો અને ટ્રાફિક ઘણો ઓછો, એટલે મઝા આવતી હતી. રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષો, શીતલ છાયો, અને વૃક્ષોએ રોડ પર નમીને બનાવેલી સરસ મઝાની ગુફા.

   રોડની બંને બાજુ મોટા ભાગે શેરડીના ખેતરો દેખાતા હતા. કોઈક ખેતરમાં શેરડી પીલવાના સંચા પણ દેખાતા હતા. અમને થયું કે “ચાલો, રસ પીએ.” એક ખેતર આગળ ગાડી ઉભી રાખીને અમે ખેતરમાં ગયા. ત્યાં ત્રણ-ચાર માણસો હતા, તેમણે અમને ખુબ પ્રેમથી આવકાર્યા.  મેં કહ્યું,”ભાઈ, અમે તો તમારું ખેતર જોવા અને રસ પીવા આવ્યા છીએ.”

તેણે કહ્યું,” આવો, આવો, તમારા જેવા સાહેબ લોકો અમારે આગણે ક્યાંથી ?” એમ કહી, બાજુમાં ચાલતા શેરડીના કોલુમાંથી(શેરડી પીલીને રસ કાઢવાના સંચાને કોલુ કહે છે) અમને બધાને એક એક ગ્લાસ તાજો રસ આપી દીધો.   અહી આ ખેડૂત શેરડીના રસમાંથી ગોળ બનાવતા હતા. એણે અમને, રસને મોટા તાવડામાં ગરમ કરીને ગોળ બનતો દેખાડ્યો, અને  ગોળ બનાવવાની આખી રીત સમજાવી. આ દરમ્યાન  એણે અમને રસનો બીજો ગ્લાસ આગ્રહ કરીને પીવડાવી દીધો હતો.

પછી કહે, “હવે સાહેબ, આ ખુરસીઓમાં બેસી થોડો આરામ કરો.” અમે બેઠા એટલામાં તો બીજા ખેડૂતે અમને રસનો ત્રીજો ગ્લાસ આપી જ દીધો. અમારા જેવા અજાણ્યા માણસોની એટલી બધી સરભરાથી અમે તો ખુબ જ સંતોષ પામ્યા હતા. છેલ્લે એક કલાક પછી અમે પાછા નીકળ્યા, અને નીકળતી વખતે એને રસના પૈસા આપવા માંડ્યા, એણે  એ પૈસા લીધા જ નહિ. અમારા ખુબ આગ્રહ છતાં પણ એને પૈસા ના લીધા. છેવટે એનો નાનો છોકરો ત્યાં રમતો હતો, એના ખીસામાં પૈસા મુકીને ઝટપટ નીકળી ગયા.

     આવી મહેમાનગતિ આપણા ભારતના ગામડામાં જ સંભવી શકે.

9 ટિપ્પણીઓ (+add yours?)

 1. • » નટખટ સોહમ રાવલ « •
  જાન્યુઆરી 10, 2011 @ 03:38:49

  હા સર જી,
  કદાચ હજી આવા લોકોને કારણે જ હળાહળ કળયુગ હજી નથી આવ્યો…

  જવાબ આપો

 2. Sandip Shah
  જાન્યુઆરી 11, 2011 @ 07:27:38

  kem cho kaka, Tamaru varnan kharkhar adbut and khubaj sundar che

  જવાબ આપો

 3. hiral
  જાન્યુઆરી 11, 2011 @ 17:02:02

  Nice going sir. I agree, few people really touch our heart. I enjoy reading such real Hero in their own way. Their way of moral sense really help fragrance our mind in tough/hectic life.

  But it make more sense, when we also can do the same in reverse with others when time come. 🙂

  જવાબ આપો

 4. Bina
  જાન્યુઆરી 19, 2011 @ 19:24:42

  ગામડાઓમાં હજુ આ મીઠાશ ટકી રહી છે 🙂

  જવાબ આપો

 5. pravinshah47
  જાન્યુઆરી 26, 2011 @ 23:20:30

  બીનાબેન, હજુ આવા અનુભવો ક્યારેક થતા રહે છે ખરા.

  જવાબ આપો

 6. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  જાન્યુઆરી 27, 2011 @ 04:37:53

  Such tiny people with true hearts!
  little people with large hearts! …. keeps humanity alive!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: