ગીરા ધોધ

     એક વખત અમે ભરૂચથી બે દિવસનો પ્રવાસ ગોઠવ્યો. આ પ્રવાસ દરમ્યાન ગુજરાતનો સૌથી ઉંચો ધોધ, ગીરાનો ધોધ જોવાનું પણ આયોજન હતું. આ ધોધની ઊંચાઈ ૩૦૦ ફૂટ છે. (ભારતનો સૌથી ઉચો ધોધ જોગનો ધોધ છે, જેના પાણી ૨૬૦૦ ફૂટની ઊંચાઈએથી પડે છે.)

  અમે ભરૂચથી સુરત થઈને સોનગઢ પહોંચ્યા.  સોનગઢથી ગીરાનો ધોધ ૫૮ કી.મી. દુર છે. વચ્ચે ખપાટિયા અને શીંગણા જેવા  નાના ગામ આવે છે. પણ રસ્તો સારો છે, છેલ્લા ચાર કી.મી. ખરાબ છે, પણ ગાડી જઈ શકે.   વરસાદની ઋતુ લગભગ પૂરી થયા પછીની મોસમ હતી. આકાશમાં થોડા થોડા વાદળા હતા. રસ્તો જંગલોમાં થઈને પસાર થતો હતો. આવા વાતાવરણમાં અહી સુધી પહોચવાની ખુબ મઝા આવી.

   ઉપરથી પડતા ધોધની બે મોટી ધારાઓ નીચે એક મોટું તળાવ રચે છે. ઉપર ધોધને કિનારે બેસવા માટે સરસ ચોતરાઓ બનાવ્યા છે. અહી બેસીને ધોધનું, નીચેના તળાવનું અને તળાવ છલકાઈને ખીણમાં આગળ વહેતા પાણીનું દ્રશ્ય ખુબ નયનરમ્ય લાગે છે. ધોધમાં કે આગળ વહેતા પાણીમાં ઉતરી શકાય તેમ નથી. પણ  કિનારે કિનારે રહીને સોએક પગથીયા ઉતરીને ધોધની નજીક જઈ શકાય. ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.  

   ગાઢ જંગલમાં આવેલો આ ધોધ ખુબ જ સુંદર છે. ધોધ જોઈને એમ લાગે કે શું આપણે આપણા  ગુજરાતમાં જ છીએ ? કે હિમાલયના કોઈક અલૌકિક સ્થળે ?

     અહી બે કલાક પસાર કરી, છેવટે અમે અમારો પ્રવાસ આગળ ચલાવ્યો.  

     

  

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: