વાર્તા “પ્રેમકહાની”

     આજે એક સત્ય ઘટના, નામઠામ બદલીને વાર્તારૂપે મુકું છું.આશા છે કે વાંચકો તેને જરૂર આવકારશે.

                                         પ્રેમકહાની

     “પ્રયાગ, તારું તો બી..નું આ છેલ્લું વર્ષ છે. પછી તો તું કોલેજ નથી આવવાનો. ક્યારેક યાદ તો કરીશ ને ?”
    “અરે, શું વાત કરે છે કલ્પના, છેલ્લા બે વર્ષનો આપણો સંગાથ એમ થોડો ભૂલી જવાય ?”
     સુરસાગરને કિનારે બાંકડા પર બેઠેલાં બે દોસ્ત, કલ્પના અને પ્રયાગ, શિંગચણા ફાકતાં ફાકતાં વાતો કરી રહ્યાં હતાં. બંને જણ વડોદરાની આર્ટસ કોલેજમાં ભણતાં હતાં.વાંચનના એક સરખા શોખે, બંને વચ્ચે દોસ્તી પાંગરી હતી. દોસ્તી ધીરે ધીરે પ્રણયમાં ફેરવાઈ રહી હતી, પણ બેમાંથી કોઈએ હજુ ‘પ્રેમ’ શબ્દ ઉચ્ચારવાની પહેલ કરી નહોતી.
     “પ્રયાગ, મારે તો હજુ બે વર્ષ ભણવાનાં બાકી છે. તારો હવે શું પ્લાન છે ?”
     “બસ કલ્પના, હવે નોકરી પછી છોકરી…..એટલે કે લગ્ન. પપ્પામમ્મીને છોકરાને પરણાવવાની ઉતાવળ બહુ હોય.”
     “પ્રયાગ, તેં કોઈ છોકરી પસંદ કરી છે ખરી ?કે પછી બધું પપ્પામમ્મી પર છોડ્યું છે ?”
     “હા, મને એક છોકરી ગમે છે ખરી.”
કલ્પનાની આતુરતા વધી ગઈ, “એમ ? કોણ છે એ છોકરી ?”
     “એ હું તને કાલે કહીશ.”
     બંને છુટાં પડ્યાં. કલ્પના થોડા કુતુહલ અને થોડી આશાનિરાશા સાથે ઘેર ગઈ. બીજો દિવસ ક્યારે ઉગે અને કોલેજમાં પ્રયાગ મળે એની અધીરાઈમાં રાતે નિદ્રાદેવીને આધીન થઇ.
પ્રયાગના પપ્પામમ્મી, મનોજભાઈ અને રાધાબેન, વડોદરામાં જ રહેતા હતાં, જયારે કલ્પનાનું કુટુંબ વડોદરાની નજીક બાજવા ગામે રહેતું હતું. પપ્પા કનુભાઈને ગામમાં કરિયાણાની દુકાન હતી. મમ્મી સુધાબેન દુકાન ચલાવવામાં મદદ કરતાં. કલ્પના કોલેજ માટે, બાજવાથી વડોદરા અપડાઉન કરતી. બંને કુટુંબો એક જ જ્ઞાતિનાં હતાં.
     કલ્પના સીધી સાદી છોકરી પણ દેખાવડી ખુબ જ. ઉજળી પણ એટલી જ. નાજુક, નમણી કાયા, જોતાં જ મન મોહી લે તેવી. બોલવામાં ખુબ જ મીઠી અને સંસ્કારી. તો પ્રયાગ પણ એવો જ ડાહ્યો, શાણો અને ચબરાક. પોતાની વાક્છટાને લીધે તે કોલેજમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ખુબ જ જાણીતો અને માનીતો. ઘણી છોકરીઓને તેની દોસ્તી કરવાનું મન થાય એવો. પણ એમાંય મનમોહક કલ્પના મેદાન મારી ગઈ. પ્રયાગ સાથે, બીજી છોકરીઓ કરતાં તેની દોસ્તી વધુ ગાઢ બની ગઈ.
     આમ છતાં ય આજે એને ઉચાટ હતો. પ્રયાગને ગમતી છોકરી કોણ હશે ? કદાચ પોતે ન હોય અને બીજી કોઈ હોય તો ?
     બીજે દિવસે કેન્ટીનમાં પ્રયાગ સાથે મુલાકાત થઇ અને પ્રયાગે ગમતી છોકરીનું નામ ઉચ્ચાર્યું, “કલ્પના”
કલ્પનાના હૃદયમાં આનંદનો ઉભરો આવી ગયો, છતાં બોલી,” તો પછી ગઈ કાલે આ નામ બોલતાં શું તકલીફ પડતી હતી ?”
પ્રયાગ બોલ્યો, “મારે જોવું હતું કે તું એક દિવસ તડપે છે કે નહીં ? બસ, આપણા પ્રેમની કસોટી આજે પૂરી થઇ.” અને બંને જણે જિંદગીની સફર સાથે વિતાવવાના કોલ એકબીજાને આપી દીધા.
     પછી તો રોજની મુલાકાતો, કોલેજનો બગીચો, કેન્ટીન, લાયબ્રેરી, સુરસાગર તળાવ – એમ ઘણી જગાઓ એમના પ્રેમની સાક્ષી બની રહી. એમનો પ્રેમ શુદ્ધ અને સાત્વિક હતો. તેઓએ ક્યારેય કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નહોતું.
     આમ ને આમ બીજાં બે વર્ષ પસાર થઇ ગયાં. પ્રયાગ વડોદરામાં ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી લાગી ગયો હતો. કલ્પનાનું બી.. પણ પૂરું થયું. તેમની અવારનવાર મુલાકાતો પણ ચાલ્યા કરી.
     કનુભાઈએ હવે કલ્પના માટે વરની શોધ શરુ કરી. કલ્પનાને લાગ્યું કે ‘પોતાને પ્રયાગ ગમે છે’ એ વાત હવે ઘરમાં જાહેર કરવી જ પડશે, નહિ તો પપ્પા જો બીજે ક્યાંક ગોઠવી દેશે તો શું થશે ? છેવટે કલ્પનાએ હિંમત કરીને મોટાભાઈ પ્રથમેશ આગળ પ્રયાગની વાત કરી. પ્રથમેશને પહેલાં તો આશ્ચર્ય થયું પણ પછી વડોદરામાં રહેતા એક મિત્ર પરાગ મારફતે પ્રયાગના સ્વભાવ, ચાલચલગત વિગેરે વિષે તપાસ કરાવડાવી. બધું બરાબર લાગ્યું એટલે પ્રથમેશે ઘરમાં પપ્પામમ્મીને જાણ કરી. તેઓ બધા વડોદરા જઈને પ્રયાગના પપ્પામમ્મીને મળ્યા. આમ, બંને પક્ષે બધું જ યોગ્ય હતું. હવે ફક્ત વિવાહ જાહેર કરવાની જ વાર હતી.
     તો વાંધો ક્યાં પડ્યો ? દુનિયામાં સામાન્ય રીતે બને છે તેમ અહીં પણ પ્રેમકહાનીમાં વિલન (ખલનાયક) ઉભો થયો. કલ્પનાના મામા કનકરાય વડોદરામાં જ રહેતા હતા અને પ્રયાગના   પપ્પા મનોજભાઈ જોડે એમને કોઈ અંગત અદાવત હતી. એમને મનોજભાઈ સાથે બોલવાનો વ્યવહાર પણ ન હતો. એટલે જેવી એમને, ભાણી કલ્પનાના વિવાહ પ્રયાગ સાથે થવા અંગેની ખબર પડી કે તરત જ દોડતા બાજવા આવી પહોંચ્યા અને બહેનને કહેવા લાગ્યા,
     “સુધા, તું ભાણી કલ્પનાનો વિવાહ પેલા મનોજભાઈના પ્રયાગ જોડે કરવા માગે છે, તે સાચી વાત છે ?”
સુધાબેન બોલ્યાં, “અમારી એવી ઇચ્છા છે, પ્રયાગ ભણેલો છે, નોકરી કરે છે, આપણી જ જ્ઞાતિનો છે, ઘરકુટુંબ સારું છે, પછી શું ?”
કનકરાય જરા ગરમ થયા, “બહેન, તને એ છોકરા વિષે કશી ખબર નથી. તે ઉડાઉ છે, ખર્ચાળ છે, ખરાબ સોબતે ચડી ગયેલો છે, એ બધું તને ક્યાંથી ખબર હોય ? આપણે કલ્પનાનું પ્રયાગ સાથે કરવું નથી. મને પૂછ્યા વગર કંઈ કરતી નહિ “ એમ કહીને કનકરાય તો વડોદરા ઉપડી ગયા અને કનુભાઈસુધાબેનકલ્પનાપ્રથમેશને મુંઝવણમાં મુકતા ગયા. મામાનું વજન જ્ઞાતિમાં ઘણું પડે, એટલે એમની આમન્યા જાળવવા કનુભાઈએ તેમની સામે વિરોધ વ્યક્ત ના કર્યો, પણ હવે શું કરવું ?
     આ વાત ૧૯૭૦ના દાયકાની છે. આ કથામાં મિયાંબીબી રાજી છે, બંને પક્ષના વડીલો રાજી છે, તો મામાને શું પૂછવાનું હોય ? પણ તે જમાનામાં કુટુંબ વ્યવસ્થા વધુ ગાઢ અને જડ હતી. મામા આવો હસ્તક્ષેપ કરી શકતા.
     આમ ને આમ થોડા દિવસો પસાર થવા દીધા પછી, એક દિવસ કનુભાઈ, સુધાબેન અને પ્રથમેશ વડોદરા કનકરાયને મળવા ગયા. કનુભાઈએ કહ્યું, “કનકરાય, પ્રયાગ સારો છોકરો છે. જો તે ખરાબ હોય તો અમે સામે ચાલીને કલ્પનાને તેની સાથે પરણાવવા તૈયાર થઈએ ખરા ? અમે અમારી દીકરીનું બુરું તો ન જ ઈચ્છીએ ને ?”
     પણ કનકરાય માન્યા નહિ. તેઓ જડ સ્વભાવના અને તોછડા હતા. તેમના પોતાના ચારિત્ર્ય વિષેની છાપ પણ બહુ સારી નહિ. તેમના ઘરમાં તેમની પુત્રવધુના કામકાજમાં તે બહુ  માથું મારતા અને તેને હેરાન કરતા, એવી એમની છાપ હતી.
     કનુભાઈ કનકરાય પાસેથી કશો ઉકેલ મેળવ્યા વગર પાછા ફર્યા. પ્રથમેશને તો આ બધું જોઈ મામા પર બહુ જ ગુસ્સો આવતો હતો. તેને મામા કંસ અને મામા શકુની યાદ આવી ગયા.
પણ પછી તો કનુભાઈએ નક્કી જ કરી નાખ્યું કે હવે આપણે કનકરાયને કંઈ પૂછવું નથી, અને પ્રથમેશને પ્રયાગને ત્યાં મોકલી, વિવાહવિધિ કરી, કલ્પનાપ્રયાગનો વિવાહ જાહેર કરી દેવો.
બે દિવસ પછી, એક શુભ મુહુર્તમાં પ્રથમેશ બાજવાથી વડોદરા જવા બસસ્ટેન્ડ પર પહોંચ્યો અને જેવો બસમાં ચડવા ગયો તેવામાં જ તે જ બસમાંથી મામી નીચે ઉતર્યાં. મામી તેને પકડીને પાછો ઘેર લઇ આવ્યાં. આમાં બન્યું એવું હતું કે પ્રથમેશ કલ્પનાના વિવાહ માટે જવાનો છે, એની ખબર મામાને ક્યાંકથી મળી ગઈ અને મામાએ તેને રોકવા, મામીને મોકલ્યાં હતાં !
     મામા બધે જ આડા આવતા હતા. એક વાર કલ્પનાએ પ્રયાગને ખાનગીમાં મળીને જણાવ્યું કે, “ચાલ, આપણે ઘર છોડીને ભાગી જઈએ.”
પણ પ્રયાગે કહ્યું, “ના, આપણે એવું કરવું નથી. ડરીને પરણવું નથી. હું વાજતેગાજતે જાન લઈને તારે ઘેર આવીશ અને વિધિપૂર્વક તારી સાથે લગ્ન કરીને જાહેરમાં તને લઇ જઈશ.”
કલ્પનાએ કહ્યું, “પણ આમ ક્યાં સુધી ખેંચીશું ? મારા મામા મને બીજે પરણાવી દેશે તો ? તારા પપ્પા તારું બીજે ગોઠવી દેશે તો ?”
પ્રયાગે કહ્યું, “ જ્યાં સુધી તારું લગ્ન નહિ થાય ત્યાં સુધી હું લગ્ન નહિ કરું”
કલ્પનાએ કહ્યું, “હા, મારો પણ એવો જ મક્કમ નિર્ણય છે.”
     આટલું નક્કી કરવા છતાં, એક વાર તો કલ્પનાનું મન ડગી ગયું. જવા દો આ બધો માનસિક પરિતાપ. મામા કહે ત્યાં લગ્ન કરી લઉં એટલે આ બધી ઝંઝટ મટે. મમ્મીને પણ શાંતિ. એણે ભાઈ પ્રથમેશને આવું જણાવ્યું પણ ખરું. પણ પ્રથમેશે બે દિવસ સુધી બહેનના હાવભાવ જોયા. બહેન બહુ જ દુઃખી, નિરાશ અને નંખાઈ ગયેલી હતી.
     બસ, હવે પ્રથમેશથી રહેવાયું નહિ. તેણે બહેનનું લગ્ન કોઈ પણ ભોગે પ્રયાગ સાથે કરાવવાનો નિર્ધાર કરી લીધો. અને એક દિવસ પપ્પાને જણાવીને, વડોદરા જવા નીકળ્યો. મામાને ત્યાં પહોંચ્યો અને મામાને સાફ સાફ સુણાવી દીધું, “મામા, હું આજે કલ્પનાના વિવાહ પ્રયાગ સાથે કરવા અંગે, છેલ્લી વાર તમને મળવા આવ્યો છું. તમે આ માટે હા પાડો, અથવા વચમાંથી ખસી જાવ.”
મામા ગર્જ્યા, “અને હું વચમાંથી ન ખસું તો ? તો તું શું કરી લઈશ ?”
પ્રથમેશ કહે, “તમે કેટલા સજ્જન છો, તે હું તમને ઓળખું છું. મારી ભાભી એટલે કે તમારી પુત્રવધુ સાથેના તમારા બેહુદા વર્તનની વાત હું બધા સંબંધીઓને જણાવી દઈશ. લો, આ પોસ્ટકાર્ડ વાંચો.” એમ કહી પ્રથમેશે એક પોસ્ટકાર્ડ મામાના હાથમાં પકડાવ્યો. મામાએ વાંચ્યો,
     “મહાશય શ્રી…………….
     કનકરાય તેમની પુત્રવધુને હેરાન કરે છે, એટલું જ નહિ, પણ ખાનગીમાં તેની છેડતી કરતી હરકતો પણ કરે છે. પુત્રવધુ બિચારી સસરા સામે કંઈ બોલી શકતી નથી. એક દુખિયારી સ્ત્રીનો સંસાર બચાવવાના હેતુથી, આપ કનકરાયને આમાંથી રોકો.”
     નનામો પોસ્ટકાર્ડ મામાએ ફાડી નાખ્યો અને તડુક્યા, “આ બધું શું છે ?”
પ્રથમેશે કહ્યું, “મામા, જુઓ, આવાં પચીસ પોસ્ટકાર્ડ લખીને લાવ્યો છું. દરેક પર આપણા સગાઓનાં સરનામાં લખીને તૈયાર રાખ્યાં છે. અને દરેકને આજે જ ટપાલમાં રવાના કરું છું. જો તમે મારી પાસેથી આ કાગળો ખૂંચવી લેશો તો મને ફરીથી બીજાં પચીસ પોસ્ટકાર્ડ તૈયાર કરવામાં વાર નહિ લાગે.”
     મામા છેવટે કુણા પડ્યા. પોતે હવે આડખીલીરૂપ નહિ બને, તેવી તેમની પાસેથી ખાતરી લઇ, ઘરની બહાર આવ્યો. અને મનમાં મામાને દુષ્ટ, કપટી, કુકર્મી, કુપાત્ર…….એવી ગુજરાતી ભાષામાંથી જડે એટલા સારા શબ્દો શોધી, તેની આગળ ‘કું’ લગાડી, ગાળો ભાંડી, બાજવા પાછો આવ્યો.
     ઘેર આવી બધી વાત કરી. બસ, પછી તો કશાય અવરોધ વગર કલ્પનાપ્રયાગનાં વિવાહલગ્ન ઉજવાયાં. મામા લગ્નમાં ના આવ્યા.
     કલ્પનાપ્રયાગનું લગ્નજીવન ખુબ જ મધુરું રહ્યું. આજે પ્રયાગની ૬૦ વર્ષની ઉંમરે પણ કલ્પનાપ્રયાગ એટલા જ પ્રેમથી જીવે છે, જેટલો પ્રેમ તેમણે એક જમાનામાં સુરસાગરને કિનારે બેસીને માણ્યો હતો.

Advertisements

17 ટિપ્પણીઓ (+add yours?)

 1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  જાન્યુઆરી 21, 2011 @ 17:25:43

  nice….enjoyed reading… thanks.

  જવાબ આપો

 2. pravinshah47
  જાન્યુઆરી 21, 2011 @ 17:29:41

  Paruben, you are welcomed

  Pravin

  જવાબ આપો

 3. hiral
  જાન્યુઆરી 24, 2011 @ 10:08:01

  બાપરે, ખરા આ ‘મામા’ તો…

  વાર્તાનું કથા-બીજ થોડુંક આઉટડેટેડ લાગે અમને આજના જમાનાનાં લોકોને, ખાસ કરીને જ્યારે અમે લોકો પ્રેમમાં પણ પર્સનલ મોબાઇલ, પર્સનલ-મેઇલ રાખતાં થઇ ગયાં છીએ એટલે કોઇ ત્રીજી વ્યક્તિ અને એ પણ મા-બાપ નહિં પણ ‘મામા’ તો ખરે જ બહુ જ હાસ્યાસ્પદ લાગે આજની તારીખે.

  તમે થોડું કોલેજનું વાતાવરણ લઇ આવોને સર તમારી વાતોમાં. મારે જોવું છે કે શિક્ષકો અમને વિધ્યાર્થીનીઓને કેવી રીતે મુલવે છે. જો કે મને તો ઘણાં કડવા/સંકુચિત માનસવાળાં શિક્ષકો , કોઇ વળી છોકરીઓ જોઇને લટ્ટુ થઇ જતાં શિક્ષકો અને ઘણાં ખુબ જ પ્રભાવશાળી શિક્ષકોનો પરિચય છે.

  તમને પણ જુદી જુદી કેટેગરીનાં વિધ્યાર્થીઓનો પરિચય હશે જ. ઃ)

  પણ મારું માનવું છે કે આદર્શ શિક્ષક તરીકે ‘વિષ્ણુગુપ્ત ચાણક્ય’ જે રીતે વિધ્યાર્થીઓનું સામર્થ્ય જગાડવામાં કે રાષ્ટ્રપ્રેમ જગાડવામાં નિપુણ હતાં એવી નિષ્ઠા અને નિઃસ્વાર્થ ધ્યેયની પ્રાપ્તિનું સંસ્કારસિંચન બહુ જરુરી છે પણ છતાં આ મુલ્યોનો શિક્ષણજગતમાં ખરે જ બહુ અભાવ છે. આવું ૧૦% પણ સામર્થ્ય મને કોઇ જ શિક્ષક કે શિક્ષિકાઓમાં જોવા નથી મળ્યું. બની શકે કે હું આવા શિક્ષકનાં સંપર્કમાં નથી આવી એટલે મને આ બાબતે ઉદાસીનતા છે.

  સર, તમે સાચે જ એવી ધ્યેય નિષ્ઠાવાળું સાહિત્ય અત્યારનાં વિધ્યાર્થીઓને લક્ષમાં રાખીને તૈયાર કરો. અમને બધાંને ઘણું નવું જોવાનું , શીખવાનું મળશે એક શિક્ષકની દ્રષ્ટિએ ઃ)

  જવાબ આપો

 4. hiral
  જાન્યુઆરી 24, 2011 @ 10:30:51

  સર, મારી લાંબી કમેન્ટમાં તમારી વાર્તા માટે કોઇ ઉતરતો અભિપ્રાય આપવાનો અભિપ્રાય નહોતો. બસ, તમે શિક્ષક છો એ જાણીને થોડી અપેક્ષાઓ વધારે રહે છે તમારા સાહિત્ય માટે અને તે વ્યથાને એ જ પ્રકારે રજુ કરવા જતાં ઉપરની કમેન્ટ લખાઇ ગઇ. હું સમજું છું કે શિક્ષકનાં ખભે એની અંગત જીંદગી કરતાં પણ ઘણો વધુ ભાર (જવાબદારી) સમાજ પ્રત્યેનો એનાં ખભા ઉપર હોય છે. જો કે આવી જવાબદારી આપણાં દરેકની જ હોય છે. પણ ખબર નંઇ ‘આપણે બધાં (હું તો ખાસ) કેમ જવાબદારીથી વિમુખ વર્તન કરી બેસીએ છીએ? આ પ્રશ્ન મને વારંવાર ખુબ સતાવે છે. ખાસ કરીને ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ સ્ત્રીઓ પણ સાવ ગોળ-ગપાટાં વાળું જીવન જીવતી જોઉં ત્યારે તો હું વધારે જ વ્યથીત થઇ જઉં છું.


  મેં પોતે એક વર્ષ ‘વ્યાખ્યાતા’ તરીકે અમદાવાદમાં ફરજ બજાવી છે. એટલે એ વાતે વધારે ચિંતન-મનન થઇ ગયું.

  જવાબ આપો

  • pravinshah47
   જાન્યુઆરી 24, 2011 @ 14:04:05

   હિરલબેન, તમારી કોમેન્ટ વાંચીને ખરેખર ખુબ આનંદ થયો. તમે તો મારા મનની જ વાત રજુ કરી દીધી છે. મારી, વ્યાખ્યાતા અને
   પ્રોફેસર તરીકેની કારકિર્દી દરમ્યાન ઘણા ઘણા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવવાનું થયું છે. તેમની વ્યથા તથા મસ્તી બંને વસ્તુ નજીકથી જોઈ
   છે. એમના માનસને રજુ કરતી ઘટનાઓ વાર્તા રૂપે લખવાની મને ઘણી ઈચ્છા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા શિક્ષકો, કોલેજના પ્રસંગો
   એ બધું વાર્તાઓમાં વણી લેવાનું વિચાર્યું છે. હા, વાર્તા લખવામાં હું નવોસવો છું. એટલે મારી વાર્તા એટલી સાહિત્યિક ન પણ બને.
   બીજી વાત મારી અત્યારની વાર્તા “પ્રેમકહાની”ની. ચોક્કસ તે આઉટડેટેડ છે. પણ આશરે ૪૦ વર્ષ પહેલાની બનેલી એક સત્ય ઘટના
   છે. ત્યારે કોઈક કુટુંબમાં સગાઓની આવી જોહુકમી ચાલે એવું બની શકે.

   જવાબ આપો

   • hiral
    જાન્યુઆરી 24, 2011 @ 19:01:07

    About story, I agree with the situation that time. And thanks to such couple and families, who could show courage and could be with the right thing.
    Because of their courage only, later situation became smoother for young generation 🙂


    Your response about yr stories related with educational environments/experiences.

    One small tip: Just make your message clear with the experience and start narrating… No need to make more artistic/dramatic long/boring stories. Real experiences, the way you/yr friends lived those, if you will note down from yr heart, will be more effective rather than artificial articulate drama kind of stories. (From My reading exp).

    for ex. I think, ‘vedna-samvedna’ – social articles are more effective/meaningful then ‘ran ma khilyu gulab’- long love stories. Just an observation being a reader.
    (Every one’s taste may be different)

   • pravinshah47
    જાન્યુઆરી 26, 2011 @ 16:49:42

    Hiralben,Your view is OK.

 5. નટખટ સોહમ રાવલ
  જાન્યુઆરી 24, 2011 @ 15:33:05

  ખુબ જ સરસ વાર્તા છે પ્રવિણભાઇ…છેવટે મામો તો કંસ જેવો જ નીકળ્યો એમને?
  ચલો, અંત સારો આવ્યો એટલે બસ.

  જવાબ આપો

 6. Amit Patel
  ફેબ્રુવારી 01, 2011 @ 15:54:08

  પ્રવિણભાઈ ખુબજ સરસ વાર્તા છે, મનેતો તમારી આ ” પ્રેમકહાની” વાર્તા ખુબજ ગમી, અને સાચા પ્રેમને હંમેશા સફળતા મળે જ છે તે પણ જોયુ.

  જવાબ આપો

 7. Bina
  ફેબ્રુવારી 15, 2011 @ 21:45:51

  સરસ વાર્તા છે!

  જવાબ આપો

 8. Hitesh N Panchal
  ફેબ્રુવારી 16, 2011 @ 04:37:32

  Really nice story.

  જવાબ આપો

 9. nehal b dewani
  ડીસેમ્બર 27, 2011 @ 10:22:51

  nice story mary story thodi alag che but i like this story very much

  જવાબ આપો

 10. Mrugesh Roy
  જુલાઈ 04, 2014 @ 12:56:23

  nice story.

  જવાબ આપો

 11. khushbu
  નવેમ્બર 11, 2014 @ 13:04:45

  nice love story.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: