બેનટનવિલમાં બરફ

આ વર્ષે ઠંડી બહુ જ પડી છે. યુરોપ થીજી ગયું છે. ભારતમાં કાશ્મીર, લેહ, લડાખ અને ઉત્તર ભારત ઠંડીમાં ધ્રુજી રહ્યાં છે. ગુજરાતમાં પણ નલિયા, ડીસા અને અમદાવાદ સહીત ઘણાં સ્થળોએ પુષ્કળ ઠંડી પડી છે. અમેરિકામાં શિકાગો, ન્યુયોર્ક અને અન્ય કેટલાંયે શહેરો ઠંડીના સપાટામાં આવી ગયાં છે.
હું અત્યારે અમેરિકા(USA)ના આર્કાન્સા રાજ્યના બેનટનવિલ નામના નાનકડા શહેરમાં ટૂંક સમય માટે ભારતથી આવ્યો છું. આ શહેર ડલાસથી ઉત્તર-પૂર્વમાં આશરે ૫૦૦ કી.મી. દુર આવેલું છે. અહીં પણ ઠંડી સખત છે. સામાન્ય દિવસે તાપમાન આશરે ૫ અંશ સેલ્સિયસ જેટલું રહે છે. ક્યારેક તે -૭ અંશ સે. પણ થઇ જાય છે. ઠંડીમાં ઝાડ પરથી બધાં જ પાન ખરી પડે છે. અહીં ૨૦ જાન્યુઆરીના રોજ સખત ઠંડી અને બરફ(snow) પડ્યો છે. એના ફોટા પાડીને આ સાથે મેં મુક્યા છે. આ બરફ રૂ જેવો બિલકુલ પોચો હોય છે.
અહીં બરફ પડે એટલે ઘરની આગળની લોન, રસ્તા એમ બધું જ બરફથી છવાઈ જાય. મકાનનાં છાપરાં પર પણ બરફની ચાદર પથરાઈ જાય. આકાશમાંથી બરફ વરસતો હોય એ દ્રશ્ય જોવાની મઝા આવે. બરફ પડવાનો ચાલુ હોય ત્યારે ઠંડી ઓછી લાગે. એટલે તે વખતે કપડાં બરાબર ચડાવીને ઘરની બહાર આવી શકાય ખરું. બરફમાં મસ્તી કરવાનો આનંદ આવે. બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકવા, બરફમાંથી માણસ જેવો આકાર બનાવવો(Snow man), બરફમાં ચાલવું – આ બધામાં મઝા આવે.
જોકે બરફમાં ખુબ સાચવીને ચાલવું પડે, લપસી જવાની શક્યતા ખુબ જ. ગાડી પણ ખુબ ધીરી અને સાચવીને ચલાવવી પડે. બ્રેક મારો તો પણ ગાડી ઉભી ના રહે.
આ પરિસ્થિતિમાં મુખ્ય  રસ્તાઓ પર તો બરફ સાફ કરવાનાં યંત્રોથી બરફ દુર કરાતો હોય છે અને વાહનવ્યવહાર શક્ય તેટલો ચાલુ રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી જગાએ સ્કૂલો અને ઓફિસોમાં રજા પડી જાય છે.
આમ, ભારતમાં સખત વરસાદ વખતે જેવી પરિસ્થિતિ ઉભી થાય એવું અહીં બરફવર્ષા વખતે થાય છે.

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. • » નટખટ સોહમ રાવલ « •
    જાન્યુઆરી 24, 2011 @ 15:38:18

    અહિંયા ભારતમાં પણ ઠંડી બહુ છે.જોકે ૨-૩ દિવસથી ઓછી છે એટલે રાહત છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: