આજે બે જોક્સ મૂકું છું.
(૧) નીલેશને શહેરમાં નોકરી મળી. એટલે નોકરીની નજીકના સ્થળે મકાન ભાડે રાખી ત્યાં રહેવાનું શરુ કર્યું. તેણે હજુ લગ્ન કર્યા ન હતાં. એકલો જ રહેતો હતો. ઘરની સામે જ ચાની લારી હતી. નીલેશ ત્યાંથી રોજ સવારે બે ચા મંગાવીને પીતો. લારીવાળો ચા તેની રૂમ પર આપી જતો. એક વાર એ લારીવાળાએ પૂછ્યું, “સાહેબ,તમે એકલા જ છો, તો બે ચા શું કામ મંગાવો છો ?”
નીલેશે જવાબ આપ્યો, “મારો એક ભાઈબંધ મારા વતનમાં રહે છે, એને ચા બહુ ભાવે છે, એટલે એની યાદમાં હું બે ચા પીવું છું. એક મારી અને એક એના નામની.”
થોડા દિવસ પછી નીલેશે એક જ ચા મંગાવવાની શરુ કરી. એટલે લારી વાળાને થયું કે ” નીલેશભાઈ હવે એક જ ચા કેમ મંગાવતા હશે ? એમના ભાઈબંધને કંઈ થયું હશે કે શું ? કદાચ તેઓ….” લારીવાળાને અમંગલ શંકા આવવા લાગી. પણ પછી લારીવાળાએ પૂછી જ લીધું, ” કેમ સાહેબ, હવે એક જ ચા મંગાવો છો ?”
નીલેશે જવાબ આપ્યો, ” મેં ચા પીવાની છોડી દીધી છે !!”
(૨) કનુ બટાકા ખરીદવા શાકની દુકાને ગયો. કનુ અને દુકાનદાર વચ્ચે થયેલ સંવાદ નીચે લખ્યો છે
કનુ, “બટાકા શું ભાવ આપ્યા ?”
દુકાનદાર, ” દસ રૂપિયે કિલો”
કનુ, ” બાજુની દુકાનવાળો તો નવ રૂપિયે આપે છે.”
દુકાનદાર, ” તો ત્યાંથી ખરીદી લો”
કનુ, “પણ એને ત્યાં અત્યારે ખલાસ થઇ ગયા છે.”
દુકાનદાર, “અમારે ત્યાં ખલાસ થઈ જાય ત્યારે અમે આઠ રૂપિયે વેચીએ છીએ”
ફેબ્રુવારી 04, 2011 @ 17:07:53
Both jokes are very funny.
ફેબ્રુવારી 15, 2011 @ 06:48:35
બંને સરસ જોક્સ છે.!
એપ્રિલ 10, 2013 @ 08:20:13
Haaaaaa….I have also started to have only one cup of tea now…after reading this joke..very funny. Liked it.