દાખલા

આજે પાંચ સહેલા દાખલા મૂકું છું. ગણવાનો પ્રયત્ન કરજો. મઝા આવશે.

(૧) મારી પાસે અમુક રૂપિયા છે. તેમાંથી અડધા તમને આપું, તમે તેમાંથી એક રૂપિયો મને પાછો આપો તો મારી પાસે શરૂઆતમાં હતા તેટલા રૂપિયા થઇ જાય, તો મારી પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ?

(૨) ૪૫ ના એવા ચાર ભાગ કરો કે જેથી પહેલા ભાગમાં ૨ ઉમેરવાથી, બીજા ભાગમાંથી ૨ બાદ કરવાથી, ત્રીજા ભાગને ૨ વડે ગુણવાથી અને ચોથા ભાગને ૨ વડે ભાગવાથી જવાબ એકસરખો આવે.

(૩) એક પેન્સીલના દસ સરખા ટુકડા કરવા છે. એક ટુકડો કરતાં ૧ મીનીટ લાગે તો દસ ટુકડા કરતાં કેટલી મીનીટ લાગે ?

(૪) એવી કઈ સંખ્યા છે કે જેમાં ૨ ઉમેરવાથી કે જેને ૨ વડે ગુણવાથી જવાબ એકસરખો આવે ?

(૫) એક ટાવરની અડધી ઊંચાઈમાં ૧૫૦ મીટર ઉમેરીએ તો તેની આખી ઊંચાઈ આવી જાય, તો તેની આખી ઊંચાઈ કેટલી ?

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Amit Patel
  ફેબ્રુવારી 11, 2011 @ 17:31:23

  પ્રવિણભાઈ જવાબ મોકલુ છુ, સાચા છે કે કેમ તે જણાવશો…

  જવાબ…..

  1) 2 રૂપિયા.

  2) 8+2 = 10
  12-2 = 10
  5 * 2 =10
  20 / 2 =10
  8+12+5+20 = 45

  3) 9 મીનીટ લાગે.

  4) 2 કેમકે 2 + 2 = 4
  2 * 2 = 4
  5) 300 મીટર.

  જવાબ આપો

 2. viren
  ફેબ્રુવારી 14, 2011 @ 02:56:11

  Good puzzle

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: