ડોક્ટર અને દર્દીના જોક્સ

                                                      

                                                 ડોક્ટર અને દર્દી

(૧) એક બહેન ડોક્ટર પાસે ગયાં. ડોક્ટરે પૂછ્યું, “બોલો બહેન, શું તકલીફ છે ?”
       બહેન બોલ્યાં, “ડોક્ટર સાહેબ, મને જમ્યા પછી ભૂખ જ લાગતી નથી.”

(૨) એક બહુ જાડાં બહેન ડોક્ટર પાસે ગયાં અને કહ્યું, “ડોક્ટર સાહેબ, મારે પાતળા થવું છે તો શું
      કરવું ?”
     ડોક્ટર કહે, “તમારે પાતળા થવા માટે લીલી શાકભાજી, ફળ, ખાખરા, મમરા, છાશ, કોરી
     રોટલી, મગ એવું બધું ખાવું જોઈએ.”
     પેલા બહેને કહ્યું, “આ બધું મારે જમ્યા પહેલાં ખાવાનું કે જમ્યા પછી ?”

(૩) એક માણસથી બહુ જ ખવાઈ ગયું, એટલે એ ડોક્ટર પાસે ગયો, ” ડોક્ટર, મને બહુ જ
       ખવાઈ ગયું છે, એટલે પેટમાં દુખે છે”
      ડોક્ટર કહે, “લો, આ ગોળી ખાઈ લો, સારું થઇ જશે.”
      પેલો માણસ કહે, “ડોક્ટર સાહેબ, એક ગોળી ખાવા જેટલી જગા જો પેટમાં રહી હોત, તો મેં
      એક રોટલી વધારે ના ખાધી હોત ?”

(૪) એક માણસ ડોક્ટર પાસે ગયો અને બોલ્યો, “ડોક્ટર સાહેબ, હું દારૂ પીઉ ત્યારે મને એક
       વસ્તુ બબ્બે દેખાય છે.”
      તો ડોક્ટર કહે, ” પણ એમાં ચાર ચાર જણા ફરિયાદ કરવા કેમ દોડી આવ્યા છો ?”

12 ટિપ્પણીઓ (+add yours?)

 1. Dr Sudhir Shah
  ફેબ્રુવારી 21, 2011 @ 08:32:27

  excelent…continue to write

  dr sudhir shah

  જવાબ આપો

 2. Dr. Sudhir Shah
  ફેબ્રુવારી 22, 2011 @ 13:14:16

  Doctor Pravinbhai,

  You are a vaishnav so you will like to visit our web site on shreenathji.
  do visit : http://www.shreenathjibhakti.org and http://www.zero2dot.org

  love to all

  Dr Sudhir Shah na jai shree krishna

  જવાબ આપો

 3. chandravadan
  ફેબ્રુવારી 23, 2011 @ 20:31:40

  Aa Shu Tame e Doctor Etale Maari Vaat karo Chho ?
  Just joking !
  Enjoyed the Jokes !
  એક ડોકટર એની ઓફીસમા હતો અને ચાર દર્દીઓ એક સાથે દોડીને કોઈ રોકે તે પહેલા ભરાય ગયા અને આ રહ્યો એ સંવાદ>>>>

  એક બેન (પાતળી) કહે….જાડા કેમ થવાય ?

  બીજી (જાડી) બેન કહ્વે…પાતળા કેમ થવાય ?

  એક પુરૂષ પૂછે…પેટમાં દુઃખે છે, શું કરૂં ?

  બીજો પુરૂષ કહે…દારૂ પીધા પછી, બે બે દેખાય છે ..શૂ કરૂં ?

  ત્યારે ડોકટર થોડી વાર વિચારી કહે>>>>

  પતળા અને જાડા બેન તરફ જોઈને,…..તમારૂં જે “સીક્રેટ” છે તે તમે એકબીજાને કહો તો તમે બન્ને સારા થઈ જાશો.

  અને પછી બે પુરૂષોને કહે….આની પાસે થોડો દારૂ લઈ પીજા, અને તારૂં દર્દ ગાયબ..અને દારૂ પીનારને કહે…જો બેથી વધારે દેખાય કે પછી કાઈ ના દેખાય તો જાણજે તમે પ્રભૂ બોલાવી રહ્યા છે એક જ જોવું હોય તો દારૂ છોડી દે…અને સાથે, હસતા હસતા બીજા પુરૂષને કહે “તારી હોજરી ફાટી જાય તે પહેલા રોટલીની ગણતરી કરતા શીખી જા !>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pravinbhai….Thanks for your support for my Blog…Thanks for your recent visit..You can revisit & read old Posts on Home or Other Sections of the Blog !

  જવાબ આપો

  • pravinshah47
   ફેબ્રુવારી 24, 2011 @ 13:55:11

   ડોક્ટર સાહેબ, બહુ સરસ વાત કરી. એક સાથે ચારેય દર્દીના પ્રશ્નો ઉકેલી આપ્યા !! તમારી જૂની પોસ્ટ્સ જરૂર વાંચીશ.
   બીજું ખાસ કે હું મેડીકલ ડોક્ટર નથી. પણ એન્જીનીયરીંગમાં પી.એચ.ડી. થયેલ છું.
   પ્રવીણ શાહ

   જવાબ આપો

 4. Ramesh Patel
  ફેબ્રુવારી 24, 2011 @ 00:12:11

  saras majani joks.

  Ramesh patel(Aakashdeep)

  જવાબ આપો

 5. નટખટ સોહમ રાવલ
  ફેબ્રુવારી 24, 2011 @ 17:09:29

  🙂 🙂 🙂
  સરસ ટુચકાઓ….

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: