રણની મઝા

 

        રાજસ્થાનનું રણ અને રણમાં રેતીના ઢુવા. દિવસ આથમ્યા પછી શરુ થતી ઠંડી. રણમાં ઉંટો
પર પસાર થતા કાફલા. રાત પડે ત્યાં રોકાઈ જઈ, ટોળે મળી જામતી મહેફિલ અને રાજસ્થાની
ડ્રેસમાં નાચતી-ગાતી સ્રીઓ. કેટલું સુંદર દ્રશ્ય ! ફિલ્મોમાં પણ આવા સીન જોયા હશે….લમ્હેં….
મોરની બાગામાં….આ બધું જોઈને મન હરખાઈ ઉઠે, દ્રશ્યમાં ઓતપ્રોત થવાનું મન થઇ જાય.
આ માટે જેસલમેર જેવા સ્થળની મુલાકાત લેવી પડે. ઉપરનું દ્રશ્ય જેસલમેરથી આશરે ૪૫
કિમી દૂર આવેલા ખુરી રણનું છે. જેસલમેરથી રણ તરફ જવા વાહનો મળે છે. ત્યાં રાત્રે રહેવા
તંબૂની વ્યવસ્થા છે. અસલી રાજસ્થાની જમવાનું પણ મળે છે. જમાડનારાનો પ્રેમ જોઈને
ખુશ થઇ જશો. અને રાતના આછા અજવાળે નાચગાનનો જલસો તો ખરો જ. જીવનની આ
એક અનન્ય ઘડી છે. એક વાર તો જરૂર માણો.