ભુજની નજીક આવેલ ટપકેશ્વરી માતાનું મંદિર અને ધૂનારાજા ડેમના ફોટોગ્રાફ્સ
શીવલીંગ પર દરિયાનો અભિષેક
03 જૂન 2011 6 ટિપ્પણીઓ
શીવલીંગ પર દરિયાનો અભિષેક
શંકર ભગવાનના શીવલીંગ પર દરિયો પોતે જ પાણીનો અભિષેક કરતો હોય, એવું
મંદિર ક્યાંય જોયું છે ? હા, એવું મંદિર એટલે કાવી-કંબોઇ પાસે દરિયાકાંઠે આવેલું
સ્તંભતીર્થ. ભરુચ જિલ્લામાં જંબુસરથી આશરે ૩૫ કિલોમીટર દૂર, કાવી ગામ
આવેલું છે. અહીંથી નજીક દરિયાકાંઠે સ્તંભતીર્થમાં, ઉપરના ફોટામાં દેખાય છે તે
શીવલીંગ બિરાજમાન છે. દરિયો તો દૂર દેખાય છે. આપણને કલ્પના પણ ના આવે
કે આ દરિયો શીવલીંગને ડુબાડી દે. પણ ભરતી આવે એટલે દરિયાનાં પાણી
સ્તંભતીર્થમાં પહોંચી જાય છે અને શીવલીંગ ડૂબી જાય છે. બે-ચાર કલાકે ભરતી
ઉતરે ત્યારે દરિયો ક્યાંય દૂર ખસી જાય છે અને જાણે કંઈ જ ન બન્યું હોય તેમ
શીવલીંગ કોરું અને બ્રાહ્મણો તેની આજુબાજુ બેસી પૂજા-સ્તવન કરતા હોય. દિવસમાં
રોજ એક વાર આવું થાય છે. કયા દિવસે કયા સમયે ભરતી આવશે તે જાણીને જ જજો.
કે જેથી ભરતી-ઓટનો આ ખેલ નજરે જોવા મળે. ભરતી વખતે સડસડાટ ધસી આવતું
દરિયાનું પાણી જોવાનો લ્હાવો કોઈ ઓર જ છે. દરિયાકિનારે છેક સ્તંભતીર્થ સુધી
પોતાનું વાહન જઈ શકે છે.