શીવલીંગ પર દરિયાનો અભિષેક

                                     શીવલીંગ પર દરિયાનો અભિષેક
 
       શંકર ભગવાનના શીવલીંગ પર દરિયો પોતે જ પાણીનો અભિષેક કરતો હોય, એવું
મંદિર ક્યાંય જોયું છે ? હા, એવું મંદિર એટલે કાવી-કંબોઇ પાસે દરિયાકાંઠે આવેલું
સ્તંભતીર્થ. ભરુચ જિલ્લામાં જંબુસરથી આશરે ૩૫ કિલોમીટર દૂર, કાવી ગામ
આવેલું છે. અહીંથી નજીક દરિયાકાંઠે સ્તંભતીર્થમાં, ઉપરના ફોટામાં દેખાય છે તે
શીવલીંગ બિરાજમાન છે. દરિયો તો દૂર દેખાય છે. આપણને કલ્પના પણ ના આવે
કે આ દરિયો શીવલીંગને ડુબાડી દે. પણ ભરતી આવે એટલે દરિયાનાં પાણી
સ્તંભતીર્થમાં પહોંચી જાય છે અને શીવલીંગ ડૂબી જાય છે. બે-ચાર કલાકે ભરતી
ઉતરે ત્યારે દરિયો ક્યાંય દૂર ખસી જાય છે અને જાણે કંઈ જ ન બન્યું હોય તેમ
શીવલીંગ કોરું અને બ્રાહ્મણો તેની આજુબાજુ બેસી પૂજા-સ્તવન કરતા હોય. દિવસમાં
રોજ એક વાર આવું થાય છે. કયા દિવસે કયા સમયે ભરતી આવશે તે જાણીને જ જજો.
કે જેથી ભરતી-ઓટનો આ ખેલ નજરે જોવા મળે. ભરતી વખતે સડસડાટ ધસી આવતું
દરિયાનું પાણી જોવાનો લ્હાવો કોઈ ઓર જ છે. દરિયાકિનારે છેક સ્તંભતીર્થ સુધી
પોતાનું વાહન જઈ શકે છે.

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. પ્રીતિ
  જૂન 04, 2011 @ 04:48:26

  ઘણા સમય પહેલા tv પર આ વિષે માહિતી આપવામાં આવી હતી. પણ સ્થળ નું નામ ભૂલી ગયું હતું. એટલે જવાની ઈચ્છા હોવા છતાં જી નહોતું શકાતું. ઘણા લોકોને પૂછ્યું છતાં પણ માહિતી ના મળી. અચાનક તમે તે માહિતી પૂરી પડી દીધી. હવે લાગે છે કે ત્યાં જવાનું શક્ય બનશે.

  THANK YOU VERY MUCH.

  જવાબ આપો

 2. Milan Shah
  જૂન 04, 2011 @ 17:56:21

  Nice … something new to know.

  જવાબ આપો

 3. hemapatel
  જુલાઈ 08, 2011 @ 21:16:07

  અનજાન લોકો માટે બહુજ સરસ માહિતી આપી છે .

  જવાબ આપો

 4. Naresh Chauhan
  જુલાઈ 12, 2012 @ 10:38:46

  Place is near to KAMBOI. We can also visit Sasu-Vahu derasar in Kavi and may like to have famous Halvo (sweet) of Kavi.

  જવાબ આપો

 5. ambika manishbhai sarang
  માર્ચ 03, 2013 @ 13:17:03

  thanx.. for information

  જવાબ આપો

 6. geetapanchal
  ઓક્ટોબર 10, 2013 @ 10:27:48

  tame timing janavo to abhaar .javani ichha che thank you.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: