થોડામાં ઘણું

થોડામાં ઘણું 

       આપણે ઘણી વાર વાતવાતમાં, નીચે લખ્યાં છે એવાં વાક્યો બોલીએ છીએ.

૧. મેં ‘ચાર ધામ’ની જાત્ર કરી.

૨. દેવો-દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે ‘૧૪ રત્નો’ નીકળ્યાં.

૩. અકબરના દરબારમાં ‘નવ રત્નો’ હતાં.

૪. દુનિયાની ‘સાત અજાયબીઓ’ જોવા જેવી છે.

       આ બધાં વાક્યોમાં આવતાં ‘ચાર ધામ’ ‘૧૪ રત્નો’ ‘નવ રત્નો’ ‘સાત અજાયબીઓ’ વગેરે કયાં કયાં છે, એ તથા એવું બધું જાણવા માટે, વાંચો આગળ……….

 ૧. ચાર ધામ

                      ૧. બદરીનાથ

                      ૨. કેદારનાથ

                      ૨. ગંગોત્રી

                      ૪. જમનોત્રી

 ૨. શંકરાચાર્યની ચાર પીઠ

                      ૧. જ્યોતિમઠ, બદરીનાથ

                      ૨ શૃંગેરી મઠ, મદુરા

                      ૩. જગન્નાથ પીઠ, જગન્નાથપુરી

                      ૪. દ્વારકા પીઠ, દ્વારકા

 ૩. બાર જ્યોતિર્લિંગો

           ૧. સોમનાથ (સૌરાષ્ટ્ર)

           ૨. મલ્લિકાર્જુન (શ્રીશૈલ પર્વત, આન્ધ્ર)

           ૩. મહાકાલેશ્વર, ઉજ્જૈન

           ૪. ઓમકારેશ્વર(મમલેશ્વર), ખંડવા પાસે, નર્મદા નદીને કિનારે(મધ્ય પ્રદેશ)

           ૫. વૈજનાથ (પરલી, બિહાર)

           ૬. ભીમાશંકર(ડાકિન્ય, મહારાષ્ટ્ર)

           ૭. રામેશ્વર(તમિલનાડુ)

           ૮. નાગેશ્વર(દ્વારકા પાસે)

          ૯. કાશીવિશ્વનાથ(બનારસ)

        ૧૦. ત્ર્યંબકેશ્વર(ત્ર્યંબક)

        ૧૧. કેદારનાથ(ઉત્તર પ્રદેશ)

        ૧૨. ઘ્રુશ્મેશ્વર(નાસિક પાસે)

 ૪. દેવો-દાનવોએ કરેલ સમુદ્રમંથનમાંથી નીકળેલ ૧૪ રત્નો

           ૧. લક્ષ્મી                   ૮. કલ્પવૃક્ષ

           ૨. કૌસ્તુભ મણી           ૯.   ઐરાવત હાથી

           ૩. પારિજાતનું ફૂલ      ૧૦.  અપ્સરા રંભા

           ૪. વરુણી સુરા           ૧૧. ઉચ્ચૈશ્રવા ઘોડો

           ૫. ધન્વંતરી               ૧૨.  સારંગ ધનુષ્ય

           ૬. ચંદ્ર                      ૧૩. પાંચજન્ય શંખ

           ૭. કામધેનું ગાય          ૧૪. અમૃત કળશ

 ૫. અકબરના દરબારનાં નવ રત્નો

           ૧. તાનસેન                   ૬. મુલ્લાં દુપિયાઝ

           ૨. બિરબલ                   ૭.  ફૈઝી

           ૩. રાજા માનસિંહ            ૮. અબ્દુલ ફમેવ

           ૪. ટોડરમલ                 ૯. મિરઝા અબ્દુર રહીમાન

           ૫. હકીમ હુનામ

 ૬. પ્રાચીન યુગની સાત અજાયબીઓ

            ૧. ઈજીપ્તના પિરામિડો

            ૨. બેબિલોનના હેન્ગીંગ ગાર્ડન, બગદાદ 

            ૩. ગ્રીકના એફેટસ શહેરનું દેવળ

            ૪. ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાંની જીસસની પ્રતિમા

            ૫. તુર્કીમાં સમ્રાટનો મકબરો

            ૬. રહોડ્સ બંદરમાં સૂર્યદેવતા હેલીયોસની તાંબાની પ્રતિમા

            ૭. ઇજીપ્તના એલેક્ઝાન્ડ્રીયા બંદરમાં ઉભેલી દીવાદાંડી

 ૭. મધ્ય યુગની સાત અજાયબીઓ

            ૧. તાજમહાલ

            ૨. ચીનની દિવાલ

            ૩. પીઝાનો ટાવર

            ૪. ઈજીપ્તના પિરામિડો

            ૫. કોલોસિયમ, ઈટાલી

            ૬. હેગિયા સોફિયા, તુર્કી

            ૭. સ્ટોન હેજ, ઈંગ્લેન્ડ

 ૮. આજના યુગની સાત અજાયબીઓ

             ૧. ચીચેનીત્ઝા, મેક્સિકો

             ૨. ક્રાઇસ્ટ ધી રીડીમર, બ્રાઝિલ

             ૩. કોલોસિયમ, ઈટાલી

             ૪. તાજમહાલ

             ૫. ચીનની દિવાલ

             ૬. પેટ્રા, જોર્ડન

             ૭. માચુ પીચ્છુ, પેરુ

 ૯. બીજી થોડી અજાયબીઓ

             ૧. ઈંગ્લીશ ચેનલની નીચેની ટ્રેન

             ૨. પનામા નહેર

             ૩. ઉંચામાં ઉંચુ મકાન બુર્જ ખલીફા, દુબઈ

             ૪. પેરેના નદી પરનો ઇતાઇપુ ડેમ, બ્રાઝિલ 

             ૫. સેંટ લુઈસની કમાન

             ૬. કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(કૃત્રિમ ટાપુ પર એરપોર્ટ, જાપાન)

             ૭. ગોલ્ડન ગ્રેટ બ્રીજ

 ૧૦. મહાન શોધો

              ૧. કોમ્પ્યુટરની મેમરી

              ૨. બીજા ગ્રહ પર જતાં યાન

              ૩. ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ

              ૪. બોઇંગ ૭૪૭

              ૫. જેનોમ મેપીંગ

              ૬. ઓપ્ટીકલ ફાઈબર

              ૭. ક્લોન

 ૧૧. કુદરતની મહાન રચનાઓ

               ૧. શરીરની આંતરિક રચના

               ૨. જન્મ અને મરણની ઘટનાઓ

               ૩. ખુલ્લા અનંત અવકાશનું અસ્તિત્વ

               ૪. અવકાશમાં તારાઓ અને ગ્રહોની રચના

               ૫. માણસના મગજની વિચારશક્તિ

               ૬. માણસને સૂઝેલું ઈશ્વરનું અસ્તિત્વ

               ૭. વારસાગત લક્ષણો

 ૧૨. ઉકેલ વગરના કોયડાઓ

          ૧. અવકાશની ખુલ્લી જગામાં સૂર્ય અને બીજા કરોડો તારા ઘૂમી રહ્યા છે. તેઓ કદાચ વધુ ને વધુ દૂર જઈ રહ્યા છે. આ ખુલ્લી જગાનો છેડો ક્યાં હશે ? જો છેડો હોય તો ત્યાર બાદ શું હશે ? અવકાશમાં કરોડો તારા રચવાનું પ્રયોજન શું હશે ?

          ૨. શરીર પર ઘા પડે તો રૂઝ આવે છે. ખાધેલો ખોરાક પચી જાય છે. મગજ વિચાર કરી શકે છે. શરીરનું અંદરનું તંત્ર ખૂબ જ ગૂંચવણભર્યું છે તો પણ તે ચાલ્યા કરે છે. આ બધું કઈ રીતે થાય છે ?

          ૩. જીવનનું અસ્તિત્વ અને જન્મ-મરણની પ્રક્રિયા શાથી ઉભી થઇ ? અને કઈ રીતે ચાલ્યા કરે છે ?

          ૪. વારસાગત લક્ષણો કેવી રીતે ઉતરી આવતાં હશે ?

          ૫. ઉપરના કોયડાઓ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરે છે ખરા ? જો હા, તો એ ઈશ્વર કેવો હશે ? અને ક્યાં રહેતો હશે ?