કવિ દલપતરામનું આ સ્ટેચ્યુ(પૂતળું) અમદાવાદમાં એક જગાએ મૂકેલું છે. કઈ જગાએ છે તે કહી શકશો ? મારું ઇ મેલ એડ્રેસ : pravinkshah@gmail.com

નોંધ: થોડા અંગત કારણસર હું લગભગ વીસ દિવસ સુધી મારા બ્લોગમાં કઈ લખી શકીશ નહિ. પછીથી હું નિયમિત લખીશ. વાચકો ક્ષમા કરે. આભાર.

‘લલિતા મહલ’ ફિલ્મ રાઉડી રાઠોડ’માં

‘લલિતા મહલ’ ફિલ્મ રાઉડી રાઠોડ’માં

     ૨૧ જુલાઈએ મેં માયસોરના ‘લલિતા મહલ’નો ફોટો મુક્યો હતો. આ મહેલ ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ ના એક ગીતમાં દેખાય છે.

 

લલિતા મહેલ, માયસોર”નો એક ફોટો

આજે “લલિતા મહેલ, માયસોર”નો એક ફોટો મૂકું છું. એ ફોટો તાજેતરની કોઈ ફિલ્મમાં જોયો હોય,
તો તે ફિલ્મનું નામ કહો

‘સ્થળ ઓળખો’ ના જવાબ

                                ‘સ્થળ ઓળખોના જવાબ

આ અગાઉ મેં બ્લોગમાં મૂકેલ પાંચ ફોટામાંનાં સ્થળ ઓળખવાનાં

હતાં. તે સ્થળો આ પ્રમાણે છે.

(૧) અયોધ્યાપુરમ જૈન મંદિર. બરવાળાથી ૨૦ કી.મી. દૂર ભાવનગરના રસ્તે આવેલું છે.

(૨) ટકાઉ ધોધ. ભરૂચથી ૫૫ કી.મી. દૂર રાજપીપળા જવાના રસ્તે આવેલો છે.

(૩) ઝંડ હનુમાન. હનુમાનની આ ભવ્ય મૂર્તિ જાંબુઘોડા થી ૧૧ કી.મી. દૂર આવેલી છે.

(૪) કંથારપુરાનો વડ. આ વિશાળ વડ ચિલોડાથી ૧૭ કી.મી. દૂર કંથારપુરા ગામમાં આવેલો છે.

(૫) હાથીધરા. આ ઉંચી ટેકરી પાલનપુરથી ૨૦ કી.મી. દૂર એક મંદિર આગળ આવેલી છે.

સ્થળ ઓળખો

સ્થળ ઓળખો 

અહીં ગુજરાતમાં આવેલાં પાંચ સ્થળના ફોટા આપ્યા છે. તે સ્થળો ઓળખી બતાવો. તથા તે સ્થળનું નામ અને તે ક્યાં આવેલું છે, તે જણાવો.