કડા ડેમ, જાંબુઘોડા

કડા ડેમ, જાંબુઘોડા 

     આ છે જાંબુઘોડાની નજીક આવેલો કડા ડેમ. જાંબુઘોડાથી માત્ર ૩ કી.મી.ના અંતરે અડાબીડ ગાઢ જંગલોમાં છુપાયેલી નદી પર આ ડેમ બાંધેલો છે. ડેમ સુધી જવાનો આ રસ્તો સાંકડો છે પણ સારો છે. ગાડી જઈ શકે. જાંબુઘોડા વિસ્તાર પ્રાણીઓ માટેનું અભ્યારણ્ય છે. ડેમની બંને બાજુ ટેકરાઓ અને ગાઢ જંગલો છે. ડેમ આગળ એક ટેકરી પર વનવિભાગની ઓફિસ છે અને ડેમની જાળવણી માટે રહેતા માણસોનાં થોડાં ઝુપડાં બલ્કે નાનકડાં ઘરો છે. બીજી કોઈ જ વસ્તી નથી. આવા એકાંતમાં, ડેમથી ભરાયેલા સરોવરની પાળે બેસીને કુદરતને નીરખવાની કેટલી બધી મઝા આવે ! રાત્રે આકાશમાં ચંદ્ર ખીલ્યો હોય ત્યારે સરોવરમાં નૌકાવિહાર તો સ્વર્ગીય આનંદ આપે. ડેમના નીચવાસની નદી, ટેકરીઓ પરથી કેટલી બધી ઉંડી લાગે ! અહીં જંગલોમાં ઘુમવાની મઝા તો કોઈ ઓર જ છે. કડા ડેમ ખરેખર દર્શનીય જગા છે.

4_Kada damCIMG0365