આપેશ્વર મહાદેવ

આપેશ્વર મહાદેવ

     આપણે ત્યાં શંકર ભગવાનનું મંદિર તો બધે જ હોય છે. નાના ગામડામાં પણ શીવજીનું મંદિર તો હોય જ. ભોળા શીવજી બધા માણસોને સહેલાઈથી દર્શન આપે છે. અહીં, પંચમહાલ જીલ્લાના મલાવ ગામની નજીક બિરાજતા આપેશ્વર મહાદેવના ફોટા મૂક્યા છે. જીલ્લાના વેજલપુર ગામથી મલાવ જવાના રસ્તે, મલાવ આવતા પહેલાં, આ મંદિર આવે છે. અહીં જંગલમાં પથ્થરોના એક ડુંગર ઉપર નાનું શીવમંદિર છે. પૂજારી પણ ડુંગરની ટોચ પર, મંદિરની સામેની નાની કુટીરમાં રહે છે. પગથિયાં ચડીને ઉપર જવાય છે. ચારે બાજુ વિશાળ પથ્થરો અને જંગલ છે. નીચે બેસવા માટે બાંકડા વિગેરે છે. રાત્રે આ જગા કેવી બિહામણી લાગતી  હશે ! નજીકમાં એક ચાબીડીવાળાની દુકાન છે. અહીં બહુ ઓછા લોકો દર્શને આવતા હશે, એવું લાગે છે. શીવરાત્રિએ અહીં મેળો ભરાય છે, ત્યારે અહીં ઘણા લોકો આવે. આજુબાજુના વિસ્તારમાં અવારનવાર ગુજરાતી ફિલ્મોનું શુટીંગ થાય છે, એમ જાણવા મળ્યું. અહીં કુદરતી સૌન્દર્યને માણવાની ભરપૂર તક મળે છે.

IMG_9882IMG_9886IMG_9889IMG_9893IMG_9896