ફોટો ઓળખો

ફોટો ઓળખો

આ સાથે એક ફોટો મૂક્યો છે, તે શાનો છે ? અને તે સ્થળ ક્યાં આવેલું છે ? મને આ e-m address પર જવાબ લખવા વિનંતી. pravinkshah@gmail.com

એક અઠવાડિયા પછી હું બ્લોગ પર જવાબ લખીશ. તથા સાચો જવાબ આપનારનાં નામ પણ લખીશ.

Identify photo

થોડી તાજી ઘટનાઓ

થોડી તાજી ઘટનાઓ 

(૧) અમદાવાદના ભાસ્કર હાઉસના પરિસરમાં આવેલું એક રામમંદિર થોડુ નડતરરૂપ હતું. આથી આ મંદિર અહીંથી કાઢી નાખીને અહીંથી ૪૦૦ ફૂટ દૂર આવેલી એક અનુકૂળ જગાએ નવું રામમંદિર બનાવવાનું હતું. આ માટે એવો પ્લાન વિચારવામાં આવ્યો કે આ મંદિર પાયાસહિત આખેઆખું ઉપાડીને નવી જગાએ ‘રોપી’ દઈએ તો કેવું ? અને આ પ્લાનનો ખરેખર અમલ કરવામાં આવ્યો. આ વસંતપંચમીના દિવસે (તા. ૧૫-૨-૧૩) આ મંદિર, ટ્રેલરમાં ચડાવીને, આધુનિક પધ્ધતિથી નવી જગાએ લઇ જવામાં આવ્યું અને વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે ત્યાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું. ટાઈમની બચત અને પૈસાની પણ બચત.

(૨) હમણાં અલાહાબાદ શહેરમાં ગંગાજમુનાસરસ્વતી નદીઓના સંગમ આગળ પવિત્ર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. એ ૫૫ દિવસ સુધી ચાલવાનો છે. કરોડો લોકો આ મેળામાં સંગમ આગળ સ્નાન કરવા માટે આવી રહ્યા છે. એને માટેની જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેની એક ઝલક જોઈએ.

૧.  મહાકુંભ મેળાના આ દિવસો દરમ્યાન અહીં દરરોજ સરેરાશ ૪૦ લાખ લોકો સ્નાન
કરવા આવે છે. મૌની અમાસને દિવસે અહીં સૌથી વધુ ૩ કરોડ લોકો આવ્યા હતા.

૨.   સંગમ સ્થાને ૨૫ ચો. કી.મી. ના રેતાળ વિસ્તારમાં એક શાનદાર શહેર ઉભુ કરાયું છે.

૩.   અહીં લાઈટનાં સવા લાખ કનેક્શન અપાયાં છે.

૪.   ૨૦૦ કી.મી. લાંબા રસ્તા બનાવાયા છે.

૫.   ૬૦૦ કી.મી. લાંબી પાણીની પાઈપલાઈનો.

૬.   ૨૫ હજાર ટોઇલેટ.

૭.   ૧૦,૦૦૦ સફાઈ કામદાર.

૮.   ૧૫ હોસ્પિટલ.

૯.   ૩૦ પોલિસમથક અને ૧૫ હજાર પોલિસજવાનો.

૧૦. મહાકુંભના લાઈવ કવરેજ માટે દેશવિદેશના બે હજારથી વધુ મીડિયા પ્રતિનિધિઓ.

૧૧. કુંભમેળા સુધી ૭૫૦ સ્પેશ્યલ ટ્રેનો અને ૬૦૦૦ બસો.

એક મહા આયોજન લાગે છે ને !

(૩) બિહારના પટના શહેરમાં ગાંધી મેદાન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની, વિશ્વની સૌથી ઉંચી કાંસાની પ્રતિમા ઉભી કરાઈ છે. જમીનથી પ્લેટફોર્મ સહિત પ્રતિમાની ઉંચાઈ ૭૨ ફૂટ અને એકલી પ્રતિમાની ઉંચાઈ ૪૦ ફૂટ છે. પ્રતિમાનું વજન ૨૬ ટન છે. તેને બનાવવાનો કુલ ખર્ચ ૧૦ કરોડ રૂપિયા થયો છે. આશા રાખીએ કે આ પ્રતિમા જોઈને, બિહારમાં ગાંધી વિચારોનો થોડો પ્રચાર થાય.

(૪) હમણાં રશિયામાં આકાશમાંથી ઉલ્કાવર્ષા થઇ. એ દરમ્યાન તા. ૧૫-૨-૧૩ના રોજ ઉરાલ્સ વિસ્તારમાં ૫૫ ફૂટ પહોળી અને ૧૦૦૦૦ ટન વજનની એક ઉલ્કા પડી. એનાથી ઘણાં મકાનોને નુકશાન થયું અને ૧૨૦૦ લોકો ઘાયલ થયા. આજના જમાનાની આ અસાધારણ ઘટના છે.

(૫) ફ્રાન્સના નીસ શહેરમાં છેલ્લા ૧૪૦ વર્ષથી દર વર્ષે એક કાર્નિવલ યોજાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા આ કાર્નિવલમાં અમેરીકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ભવ્ય પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. ફ્રાન્સે જ આ સ્ટેચ્યુ અમેરીકાને ભેટ આપ્યું હતું.

(૬) સ્પેનના કેનેરી આઈલેન્ડ ખાતે દર વર્ષે કાર્નિવલની ઉજવણી થાય છે. અ કાર્યક્રમમાં દરેક વ્યક્તિએ માત્ર સફેદ કપડાં પહેરીને આવવાનું હોય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા આ કાર્નિવલમાં લોકોએ એકબીજા પર ટેલ્કમ પાઉડર ઉડાડીને અનોખો આનંદ માણ્યો હતો. આનંદ માણવાની કેવી રીત !

(૭) ચીલીના પાટનગર સેન ડિયાગોની નજીક આવેલા કિલોન શહેરમાં દર વર્ષે ‘ટોમાટોની’ ઉત્સવ ઉજવાય છે. આ દરમ્યાન લોકો એકબીજા પર ટામેટાં ફેંકીને આનંદ માણે છે. કચરાયેલા ટામેટાના રસમાં બધા બરાબર રગદોળાય છે. આ ઉત્સવ જોવા હજારો વિદેશી પર્યટકો અહીં આવે છે.

મહેતા અટક્વાળી જાણીતી હસ્તીઓ

                                              મહેતા અટક્વાળી જાણીતી હસ્તીઓ 

(૧) નરસિંહ મહેતા             -ગુજરાતના ભક્ત કવિ

(૨) મુંજાલ મહેતા               -બારમી સદીના ગુજરાતના રાજાના પ્રધાન (કનૈયાલાલ
મુનશીની નવલકથાનું પાત્ર)

(૩) ડો. જીવરાજ મહેતા     -ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન

(૪) બળવંતરાય મહેતા   -ગુજરાતના મુખ્ય પ્રધાન (પાકિસ્તાન સાથેના યુધ્ધ વખતે જાન
ગુમાવનાર)

(૫) છબીલદાસ મહેતા     -ગુજરાતના મુખ્ય પ્રધાન

(૬) સુરેશ મહેતા               -ગુજરાતના મુખ્ય પ્રધાન

(૭) જસવંત મહેતા         -ગુજરાતના એક પ્રધાન

(૮) સનત મહેતા           -ગુજરાતના એક પ્રધાન

(૯) હરકિસન મહેતા       -ગુજરાતી લેખક(નવલકથાકાર)

(૧૦) તારક મહેતા         -ગુજરાતી લેખક (દુનિયાને ઉંધાં ચશ્માં વગેરે)

(૧૧) રસિક મહેતા         -ગુજરાતી નવલકથાકાર

(૧૨) ઈલા મહેતા          -ગુજરાતી લેખિકા

(૧૩) ચંદ્રકાંત મહેતા       -લેખક, પત્રકાર  (દિલ્હીની વાત વિગેરે)

(૧૪) વાસુદેવ મહેતા    -લેખક, પત્રકાર

(૧૫) રશ્મિન મહેતા         -પત્રકાર

(૧૬) ઝવેરીલાલ મહેતા   -છાપાંના ફોટોગ્રાફર

(૧૭) વિનોદ મહેતા       -તંત્રી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા

(૧૮) રીતા મહેતા           -તંત્રી, સીને બ્લિટ્ઝ

(૧૯) કેતન મહેતા        -દિગ્દર્શક

(૨૦) વિજય મહેતા     -દિગ્દર્શક

(૨૧) સુજાતા મહેતા    -ગુજરાતી-હિન્દી ફિલ્મોની નાયિકા

(૨૨) રમેશ મહેતા      -ગુજરાતી ફિલ્મોના હાસ્ય કલાકાર

(૨૩) ઝુબિન મહેતા     -પરદેશમાં ભારતીય સંગીતકાર

(૨૪) હર્ષદ મહેતા       -શેરબજારમાં અભૂતપૂર્વ તેજી સર્જનાર

થોડી કટાક્ષમય વાતો

થોડી કટાક્ષમય વાતો

(૧) આપણે બેંકમાંથી ઘણી જાતની લોન લઈએ છીએ, જેવી કે મકાન ખરીદવા, કાર ખરીદવા માટે વગેરે. પણ લોનનો અર્થ ખબર છે ? ‘લોન’ ને ઉલટાવીને લખીએ તો ‘ન લો’ એવું થાય. મતલબ કે ‘ના લેશો’. આમ, ‘લોન’ પોતે જ કહે છે કે તમે લોન ના લેશો.

(૨) નોકરી કરતા લોકો, ઘણી વાર નોકરીમાં ખાસ કશું કામ નથી કરતા હોતા. એટલે કટાક્ષમાં નોકરીને “નો કરી” કહે છે. “નો કરી” એટલે ‘ના કરી’ મતલબ કે નોકરીમાં કંઇ ના કર્યું.

(૩) આપણે ત્યાં, પ્રશ્નોના ઉકેલ માટે, સામાન્ય રીતે કમિટિ (Committee) રચવાની પ્રથા છે. કમિટિના સભ્યો વારંવાર મળે, ચર્ચાઓ કરે, ચાપાણી કરે, આમ છતાં, પ્રશ્નોનો ઉકેલ ક્યાંય સુધી નથી આવતો હોતો. એટલે કમિટિને ઘણી વાર “Come, meet, tea” (આવો, મળો અને ચાપાણી પીઓ) કહે છે !

(૪) કોઈ સંસ્થાની વાત કરીએ. દા. ત. એન્જીનીયરીંગને લગતી કોઈ સંસ્થા. આવી સંસ્થામાં ઘણા નિષ્ણાત સભ્યો હોય, બધા અલગ અલગ જગાએ રહેતા હોય, તેઓ તેમના વિષયમાં ખૂબ જ જાણકારી અને માહિતી ધરાવતા હોય, તેઓ આવી માહિતીની ફોન પર એકબીજા સાથે વાતો પણ કરતા હોય, ફોન પર ઘણા પ્રશ્નોની ચર્ચા પણ કરે. આમ છતાં, કોઈ પ્રશ્નની રૂબરૂ ચર્ચા કરવાની જે મજા આવે, રૂબરૂમાં મુક્તપણે જે વાત કરી શકાય અને સુઝાવ શોધી શકાય, તે ફોન દ્વારા ના થઇ શકે. એટલા માટે, સંસ્થા, બધા સભ્યોની એક કોન્ફરન્સ (પરિષદ, સમારંભ) યોજે. કોન્ફરન્સમાં બધા સભ્યો એક હોલમાં ભેગા થાય, પ્રમુખ અને અન્ય આમંત્રિત મહાનુભાવો પ્રવચનો કરે, નાસ્તો અને જમવાનું હોય, આભારવિધિ પણ હોય, અને વચ્ચે જે કંઈ સમય મળ્યો હોય તેમાં પેલા બધા પ્રશ્નોની ચર્ચા પણ થાય. સમયના અભાવે, બધા પ્રશ્નોની ચર્ચા પૂરેપૂરી ના થઇ શકે એવું પણ બને. એટલે પ્રમુખ છેલ્લે કહે કે, “હવે, આ કોન્ફરન્સમાં જે કંઇ ચર્ચા અધૂરી રહી ગઈ તે, આપણે ફોનથી એકબીજા સાથે વાત કરીને, પૂરી કરીશું.” છે ને ખૂબી ! ફોનથી જે ચર્ચાઓ વિગતે નહોતી થઇ શકી, એ માટે કોન્ફરન્સ રાખી. અને હવે, કોન્ફરન્સમાં ટાઇમના અભાવે, એ જ ચર્ચાઓ, ફોનથી કરવાનું નક્કી કર્યું ! આપણી આજના જમાનાની કોન્ફરન્સોનો સાર કાઢી જોજો, લગભગ આવું જ હશે. (કદાચ બધે આવું ન પણ હોય.)

(૫) એક વાર એક ભાઈ કહે, ” હું આજે મારા બાબલાની સ્કુલે ઓચિંતો જઈ ચડ્યો, તો મને ત્યાનું દ્રશ્ય જોઈને બહુ નવાઈ લાગી.”

બીજા ભાઈ કહે, ” કેમ એવું તે શું જોયું ?”

પેલા ભાઈ કહે, “અરે, સ્કુલમાં કો’ક કો’ક શિક્ષકો ભણાવતા પણ હતા !”