ફોટો ઓળખો – ૬ નો જવાબ અને ફોટો ઓળખો – ૭
ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો એક પ્રખ્યાત જૈન મંદિરનો છે. આ સ્થળ અયોધ્યાપુરમના નામે જાણીતું છે. તે બરવાળાથી ૨૦ કી.મી. દૂર ભાવનગરના રસ્તે આવેલું છે. મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. અહીં રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.
મને જવાબ લખીને મોકલનાર મિત્રોનાં નામ :
(૧) નરેશ ચૌહાણ
(૨) હર્ષદ ઇટાલીયા
(૩) નીલેશ મોહનભાઈ
(૪) વિનય ખત્રી
ફોટો ઓળખો – ૭
આ સાથે એક નવો ફોટો મૂકું છું. તે શાનો છે, અને તે સ્થળ ક્યાં આવેલું છે તે લખજો. મારું e-m સરનામું : pravinkshah@gmail.com