ફોટો ઓળખો ૧૨ નો જવાબ અને ફોટો ઓળખો ૧૩

ગઈ વખતે મેં મૂકેલ ફોટો ‘રાજ રાજેશ્વર ધામ’ નો હતો. એ પ્રખ્યાત મંદિર લીમડી ગામની નજીક જાખણ ગામે આવેલું છે. અમદાવાદથી લીમડીના હાઈ વે ઉપર લીમડી આવતા પહેલાં રોડની બાજુમાં જ આ ધામ નજરે પડે છે. મંદિર બહુ જ વિશાળ, ભવ્ય અને આકર્ષક છે. જોવાનું ગમે એવું છે. બપોરે-સાંજે અહીં જમવાની વ્યવસ્થા છે. જવાબ આપનાર મિત્રનું નામ :(૧) નરેશ ચૌહાણ. તેમનો આભાર.

ફોટો ઓળખો-૧૩

આ સાથે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતમાં આવેલું આ સ્થળ ઓળખીને જવાબ લખશોજી. pravinkshah@gmail.com

CIMG0350

ફોટો ઓળખો ૧૧ નો જવાબ અને ફોટો ઓળખો ૧૨

ફોટો ઓળખો ૧૧ નો જવાબ અને ફોટો ઓળખો ૧૨ 

ગયે વખતે મેં મૂકેલ ફોટોગ્રાફ ‘ટુવાના ગરમ પાણીના કુંડ’નો છે. પંચમહાલ જીલ્લાના ટુવા ગામે આવેલા આ કુંડ એક પવિત્ર સ્થળ મનાય છે. લોકો અહીં કુંડના કિનારે બેસીને કુંડના ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. ટુવા ગામ, ડાકોરથી ગોધરા જવાના રસ્તા પર આવે છે.

સાચો જવાબ આપનાર મિત્ર (૧) નરેશ ચૌહાણ.  તેમનો આભાર.

ફોટો ઓળખો ૧૨ 

આ સાથે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતનું આ કયું સ્થળ છે તે જણાવશોજી.  મારું એડ્રેસ : pravinkshah@gmail.com

DSCF4659

ફોટો ઓળખો ૧૦ નો જવાબ અને ફોટો ઓળખો ૧૧

ફોટો ઓળખો ૧૦ નો જવાબ અને ફોટો ઓળખો ૧૧

ગયે વખતે મેં મૂકેલ ફોટોગ્રાફ ‘મલાવ ગામમાં આવેલ કૃપાલુ આશ્રમ’નો છે. મલાવ ગામ, પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલું છે. અહીં રહેવા માટેની પણ વ્યવસ્થા છે. અહીં થોડોક સમય રહીને ભક્તિમય જીવન જીવવું હોય તો અનુકૂળ આવે એવું છે. સાચો જવાબ આપનાર મિત્ર (૧) અશોક મોઢ વાડિયા. તેમનો આભાર.

ફોટો ઓળખો ૧૧

આ સાથે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતનું આ કયું સ્થળ છે તે જણાવવા વિનંતી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com

DSCF3040

ફોટો ઓળખો ૯ નો જવાબ અને ફોટો ઓળખો ૧૦

ગયા વખતે મેં મૂકેલ ફોટો ‘મોતીશાહી મહેલ’ નો છે. આ મહેલ શાહીબાગ અમદાવાદમાં આવેલ છે. હાલ આ મકાનનો ઉપયોગ વાંચનાલય તરીકે થાય છે. સાચા જવાબ મોકલનાર મિત્રો

(૧) અશોક મોઢવડિયા

(૨) રઝિયા મિરઝા

(૩) નરેશ ચૌહાણ (તેમણે આ મહેલ વિષે ઘણી વધારાની માહિતી પણ મોકલી છે. તેમણે મોકલેલી માહિતી આ રહી.

‘SardarPatelMuseum

•This national museum is housed in the Moti Shahi Mahal in the Shahibaug area.

• After the Indian independence, from 1960 to 1978, this palace became

the Raj Bhavan, official residence of the Governor of Gujarat. On March

7, 1980, a memorial was founded to honor Sardar Vallabhbhai Patel.

•The room on the first floor where Tagore stayed is dedicated to him and

carries his memory through portraits, pictures, writings and a large

statue of this great son of India.’

મિત્રોનો આભાર.

ફોટો ઓળખો ૧૦

આ સાથે નવો ફોટો મૂકું છું. તેને ઓળખીને જવાબ લખજો. pravinkshah@gmail.com

DSCF1444