રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર

હું, ગુજરાત તથા દેશનાં જોવાલાયક સ્થળો વિષે ટૂંકી માહિતી લખવા વિચારું છું. આજે શરૂઆત કરીએ એક જાણીતા મહેલથી.

                                                                 રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર 

     આ સાથેની બે તસ્વીરો વાંકાનેરના રણજીત વિલાસ પેલેસની છે. ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેરના રાજા અમરસિંહે આ પેલેસ બંધાવેલો. મહેલ ૨૨૫ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે.

મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. મહેલ બનાવવામાં દુનિયાની ઉત્કૃષ્ટ ચીજોનો ઉપયોગ થયેલો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વાપર્યા છે. મહેલનો દીવાનખંડ ખૂબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રાખેલ પ્રદર્શનમાં રાજવીઓની ઘણી એન્ટીક ચીજો મૂકેલી છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ અને બખ્તરો છે, મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓનાં શરીરો છે તથા રાજાઓનાં પોર્ટ્રેઇટ ચિત્રો છે. અહીં કાઠીયાવાડી ઘોડાઓનો તબેલો પણ છે. બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ‘મટરૂ કી બીજલી કા મંડોલા’ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું શુટીંગ આ મહેલમાં થયેલું.

હાલ રાજાના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટેલ ઉભી કરવામાં આવી છે. મહેલ બનાવવામાં ભલે પુષ્કળ નાણાં ખર્ચાયાં હોય, પણ ભારતનાં પ્રાચીન સ્મારકોમાં આ મહેલ અગત્યનું સ્થાન ધરાવે છે. ટુરિસ્ટો માટે આ મહેલ એક અગત્યનું આકર્ષણ છે. વાંકાનેર અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર છે. બોલો, ક્યારે જાઓ છો વાંકાનેરનો આ મહેલ જોવા ?

Ranjit Vilas Palace, Vankaner

 

MINOLTA DIGITAL CAMERA

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. પ્રા. દિનેશ પાઠક
    જુલાઈ 07, 2013 @ 18:57:35

    માહિતી સભર!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: