ગરમ પાણીના કુંડ, ટુવા
ગુજરાતમાં ઘણી જગાએ ગરમ પાણીના કુંડ આવેલા છે. ટુવા તેમાંનું એક છે. ગોધરા-અમદાવાદના રોડ પર તે ગોધરાથી આશરે ૧૫ કી.મી. દૂર આવેલું છે. ટુવાને રેલ્વે સ્ટેશન પણ છે, અને તે ગોધરા-આણંદ રેલ્વે લાઈન પર છે. ગરમ પાણીના કુંડ, સ્ટેશનથી ૧ કી.મી. દૂર, ટુવાથી મહેલોલ જવાના રસ્તા પર છે.
કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ, આ કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જમીનમાંથી ગરમ પાણીના ઝરા સતત ફૂટે છે. આવા ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે. કુંડની પાળી પર બેસી, કુંડના પાણીથી સ્નાન કરી શકાય છે. સાથે મૂકેલ ફોટો જુઓ. થોડા કુંડમાં ખૂબ જ ગરમ પાણી આવે છે, તો થોડામાં મધ્યમ ગરમ અને અમુકમાં સાદું પાણી આવે છે. જમીનમાંથી ફૂટતા ગરમ પાણીને જોઈને લોકોને અચરજ થાય છે. શ્રધ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે. કિનારે ટેકરી પર એક મંદિર અને થોડી દુકાનો છે.
કુંડમાં તથા આજુબાજુ ચોખ્ખાઈ કરી, કુંડની પાળીઓ થોડી સુધારવામાં આવે અને સરસ બગીચો, લોન, વિરામસ્થાન વગેરે ઉભુ કરવામાં આવે તો આ જગા એક સરસ ટુરિસ્ટ સ્થળ બની શકે એમ છે. એવું થાય તો લોકોનું આકર્ષણ અહીં વધે.
અમદાવાદથી ગોધરા જવા નીકળ્યા હો તો વચ્ચે અડધોપોણો કલાક ફાળવી, આ કુંડ જોતા જવાય. ગરમ પાણીના કુંડ ગુજરાતમાં ટુવા ઉપરાંત, બીજે ક્યાં આવેલા છે, તે જાણો છો ? જાણતા હો તો કહો.
જુલાઈ 20, 2013 @ 06:40:04
નવસારી જીલ્લાના વાસદા તાલુકામાં ઉનાઈ ગામ ખાતે ગરમ પાણીના કુંડ છે. જેને ધાર્મીક કે માતાજી સાથે કોઈ નીસ્બત નથી છતાં 21મી સદીમાં ગાડરીયો પ્રવાહ માને છે તે દુ:ખની વાત છે. વધુ જાણકારી માટે લીન્ક: http://www.gujarattourism.com/showpage.aspx?contentid=268&webpartid=334
જુલાઈ 22, 2013 @ 08:40:56
Thanks for providing the additional information. Your feelings are very right.
જુલાઈ 20, 2013 @ 08:27:51
માનનીય પ્રવીણસર,
બીજા કુંડ અમદાવાદ થી લૂણાવાડા જતા ફાગવેલ પછી દેલવાડા ગામ છે ત્યાં ગરમ પાણીનાં કુડ આવેલ છે.
લી – કૌશલ પારેખ
૯૯૨૪૯૮૨૦૦૪
જુલાઈ 22, 2013 @ 08:38:17
Thanks Kaushalbhai, You have taken much interest in my blog. Good information
જુલાઈ 20, 2013 @ 10:14:18
લસુન્દ્રા / ખેડા અને જુનાગઢમાં .
જુલાઈ 22, 2013 @ 08:37:06
Thanks. Good information
ડીસેમ્બર 22, 2014 @ 07:57:51
DEAR PRAVINBHAI
THANKS VERY USEFUL INFORMATION
જુલાઈ 04, 2018 @ 10:54:06
તુલસી શ્યામ , ગીર સોમનાથ