ઝંડ હનુમાન

                                                                  ઝંડ હનુમાન

     ગુજરાતમાં હનુમાનજીનાં ઘણાં મંદિરો છે. પણ એ બધામાં ઝંડ હનુમાન એ ખાસ પ્રકારનું છે. ઝંડ હનુમાન જોયા પછી લાગશે કે આપણે ખરેખર એક અદભૂત જગાએ આવ્યા છીએ. ઝંડ હનુમાન, જાંબુઘોડાના અભ્યારણ્યમાં જંગલોની મધ્યે બિરાજે છે. હાલોલથી બોડેલીના રસ્તે ૭ કી.મી. પછી ચાંપાનેર, ત્યાંથી ૧૩ કી.મી. પછી શીવરાજપુર અને બીજા ૧૩ કી.મી. પછી જાંબુઘોડા આવે. ઝંડ હનુમાન, જાંબુઘોડાથી ૧૧ કી.મી. દૂર છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જવાને બદલે સાઇડમાં વળી જવાનું. રસ્તો બહુ સારો નથી. થોડેક સુધી પાકો રસ્તો છે, પણ પછી મેટલવાળો કાચો રસ્તો અને તે પણ ખાડાટેકરાવાળો છે. આમ છતાં ગાડી જઈ શકે તેવો છે. હા, ટાયર થોડાં ઘસાય અને ગાડીના સાંધા સહેજ હચમચી જાય. ઉપરનાં જંગલોમાંથી એક નાની નદી નીકળીને ઝંડ હનુમાન આગળ થઈને વહે છે, તેને સમાંતર આ રસ્તો છે. એક જગાએ તો આ નદી, પાણીમાં થઈને ઓળંગવી પડે છે. પણ પાણી સાવ છીછરું હોવાથી, ગાડીને વાંધો નથી આવતો. આગળનો રસ્તો કાચો છે. એક જગાએ એક વિન્ડ મિલ ઉભી કરેલી છે.

     ઝંડ હનુમાન પહોંચ્યા પછી, પચાસેક પગથિયાં ચડી, હનુમાનજીની વીસ ફૂટ ઉંચી પ્રતિમાનાં દર્શન થાય છે. ખડક પર ઉપસાવેલી સિંદૂરી રંગની આ મૂર્તિ ખૂબ જ ભવ્ય લાગે છે. ચારે બાજુ પહાડો અને જંગલો તથા વચ્ચે નદી અને આ મૂર્તિ – આ માહોલ ઘણો જ મનોહર લાગે છે. નદીના વહેણમાં ઉભા રહેવાનું ગમે એવું છે. અહીં ફળ, ફૂલ પ્રસાદ અને નાસ્તાની થોડી દુકાનો પણ છે. રાત્રે આ  જંગલ કેવું બિહામણું લાગતું હશે ? એ તો અહીં રહીએ તો જ જાણવા મળે. હનુમાનજીની કૃપા હોય તો જ અહીં સુધી પહોંચી  શકાય અને હનુમાનજી દર્શન આપે.

આ જંગલમાં ઝંડ હનુમાનથી ૧ કી.મી. દૂર, થોડું ચડ્યા પછી ‘ભીમની ઘંટી’ તરીકે ઓળખાતી એક મોટી ઘંટી પડેલી છે. બે મોટા પડવાળી આ ઘંટી અહીં કેવી રીતે આવી હશે ? ભીમ પોતે લાવ્યા હશે ? આ જંગલ એ જ હિડિંબા વન છે. પાંડવો આ વનમાં ફર્યા હતા. આ વનમાં હિડિંબા નામની રાક્ષસી રહેતી હતી. ભીમ હિડિંબાને પરણ્યા હતા, એવી કથા છે. આ ઘંટી ભીમના જમાનાની હોય એવું બને પણ ખરું. એમ પણ જાણવા મળ્યું કે વર્ષો પહેલાં આ વિસ્તારમાંથી ચૂનો મળતો હતો. તે વખતે ચૂનાની ખાણના માલિકો ચૂનો પીસવા માટે આ મોટી ઘંટી અહીં લાવ્યા હતા. પછી ચૂનો મળતો બંધ થઇ ગયો. પણ આ ઘંટી કોઈ પાછી લઇ ગયું નહિ.

ઝંડ હનુમાનની મૂર્તિની નજીક એક કૂવો છે. એમ કહેવાય છે કે અર્જુને દ્રૌપદીની તરસ છીપાવવા માટે આ કૂવો ખોદ્યો હતો. નદી કિનારે એક જૂનું પુરાણું શિવમંદિર છે.પણ તે બંધ હાલતમાં છે. કોઈ પૂજા કરતુ નથી. અહીં આજુબાજુના જંગલમાં ટ્રેકિંગ કરી શકાય. જંગલમાં ઘુમવાની મઝા આવે એવું છે. ઝંડ હનુમાન આગળ ઘણા પ્રવાસીઓ આવે છે. રસ્તા સારા બનાવ્યા હોય તો આ સ્થળ એક પર્યટક સ્થળ તરીકે સરસ વિકાસ પામે તેમ  છે.

3_Jambughoda abhayarany

 

5_To zand hanuman

 

6_To zand hanuman

 

7_zand hanuman

 

8_To Bhim's ganti

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: