મહાલ કેમ્પ સાઇટ

                                                                        મહાલ કેમ્પ સાઇટ

       ખડ ખડ વહેતી નદીના કિનારે ઝાડ પર ત્રણ માળ જેટલે ઉંચે વાંસની ઝુંપડી બાંધેલી હોય અને ત્યાંથી નદીમાં ધસમસતુ વહેતું પાણી દેખાતું હોય, એ જોવાની કેવી મજા આવે ! બસ, આવું જ દ્રશ્ય ડાંગ જીલ્લાની મહાલ કેમ્પ સાઇટમાં જોવા મળે છે.

મહાલ એ પૂર્ણા નદીને કિનારે જંગલોમાં વસેલું નાનકડું ગામ છે. ગામના નામે, અહીં માત્ર ઝુંપડી જેવાં દસબાર ઘરો જ છે. સોનગઢથી, વ્યારાથી, આહવાથી કે સુબીરથી મહાલ જઈ શકાય. સોનગઢથી મહાલ ૩૮ કી.મી., આહવાથી ૨૫ કી.મી. અને સુબીરથી ૨૧ કી.મી. દૂર છે. વ્યારાથી મહાલ પણ લગભગ ૪૫ કી.મી. જેટલું  થાય.

મહાલ આગળ પૂર્ણા નદીના એક કિનારે વનવિભાગનું રેસ્ટ હાઉસ છે. મહાલના આ કિનારેથી નદીમાં ઉતરીને નાહી શકાય એવું છે. પણ જો જો, હોં, ખેંચાઈ ના જવાય એનો ખ્યાલ રાખવાનો. અહીં નદીમાં એક ચેક ડેમ બાંધેલો છે. પૂલ ઓળંગીને નદીને સામે કિનારે જઈએ તો બાજુમાં જ કેમ્પ સાઇટનું પ્રવેશદ્વાર છે. જો ગાડીમાં ગયા હોઈએ તો ગાડીની ૨૦૦ રૂપિયાની ટીકીટ લેવાની. અંદર નદીને લગભગ કિનારે કિનારે ગાઢ જંગલોમાં ૩ કી.મી. જાવ એટલે કેમ્પ સાઇટ આવે. આ જંગલો એટલાં બધાં ઘનઘોર છે કે ના પૂછો વાત ! કેમ્પ સાઇટમાં રહેવા માટે ઝુપડીઓ જેવી થોડી રૂમો છે, મોટો હોલ છે, બેસવા માટે મોટો ચોતરો છે. ઓફિસ અને રસોઈઘર બધુ જ ઝુપડીઓમાં. ત્રણેક મોટાં ઝાડ પર ઉંચે વાંસની ઝુપડીઓ બનાવી છે, ચડવા માટેની સીડી પણ વાંસની. આટલે ઉંચેથી દૂર દૂર સુધી દેખાતું પૂર્ણા નદીનું મનોહર દ્રશ્ય જોઈને એમ થાય કે શું, આપણે આપણા ગુજરાતમાં જ છીએ ? હા, આપણા ગુજરાતમાં જ આ બધુ છે. અમદાવાદ-વડોદરાને તો ક્યાંય ભૂલી જઈએ, અને એમ થાય કે બેચાર દીવસ અહીં જ રહી નાખીએ ! વરસાદી વાતાવરણમાં તો આ જગા કેટલી અદભૂત લાગે ! આ કેમ્પ સાઇટથી ૨ કી.મી. દૂર એક ધોધ છે. ચાલતા જ જવાનું, પણ જોવાની તો મજા પડી જાય. જય પૂર્ણા માતા !

આ કેમ્પ સાઇટમાં રહેવા માટે આહવાની વનવિભાગની ઓફિસેથી અગાઉથી બુકીંગ કરાવવું પડે છે. મહાલથી સોનગઢ તરફ જતાં રસ્તામાં બે ધોધ આવે છે. મહાલથી આહવા તરફ જતાં પણ રસ્તામાં બે ધોધ આવે છે. ડાંગ એટલે બસ ધોધ જ ધોધ.

IMG_0647

IMG_0657_ઝાડ પર ઝુંપડીઓ

IMG_0665_કેમ્પ સાઇટમાં રહેવાની રૂમ

IMG_0672

IMG_0688_ઝુંપડી પર ચડવાની સીડી

 

IMG_0691

 

IMG_0697

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: