ગીતોના ગાયક

ગીતોના ગાયક 

      નીચે થોડાં હિન્દી ફિલ્મોનાં ગીતોનું મુખડું લખ્યું છે. આ ગીતો કોણે ગાયેલાં છે, તે કહો. જવાબ pravinkshah@gmail.com પર લખ્શોજી.

નં

ગીત

ફિલ્મનું નામ

ગાયક

1 કભી તન્હાઈયોં મેં યુ, હમારી યાદ આયેગી હમારી યાદ આયેગી  
2 ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં સરસ્વતી ચંદ્ર  
3 ભીગા ભીગા મૌસમ આયા, બરસે ઘટા ઘનઘોર ભયાનક  
4 આ જા રે, આ જા રે ઓ મેરે દિલબર આ જા નૂરી  
5 તેરે મેરે હોઠો પે, મીઠે મીઠે ગીત મીતવા ચાંદની  
6 અખિયોં કે ઝરોખોં સે, મૈને દેખા જો સાંવરે અખિયોં કે ઝરોખોં  
7 જબ હમ જવાં હોંગે, જાને કહાં હોંગે બેતાબ  
8 તેરી ઝીલ સી ગહરી આંખો મેં, કુછ દેખા હમને ધુએં કી લકીર  
9 તેરે મેરે બીચમે, કૈસા હૈ યે બંધન અનજાના એક દૂજે કે લિયે  
10 તૂને પ્યાર કી બીન બજાઈ, મૈ દોડી ચાલી આઈ આઈ મિલન કી રાત  
11 પાલકી મેં હોકે સવાર ચલી રે, મૈ તો અપને સાજન ખલનાયક  
12 ઘુંઘટકી આડસે દિલબરકા, દિદાર અધૂરા રહતા હૈ હમ હૈ રાહી પ્યારકે  
13 પરદેશી, પરદેશી જાના નહિ, મુઝે છોડકે, મુઝે છોડકે રાજા હિન્દુસ્તાની  
14 ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર મોહરા  
15 મારે હિવડે મેં નાચે મોર, તક થૈયા થૈયા હમ સાથ સાથ હૈ  
16 મુસાફિર જાને વાલે, નહિ ફિર આને વાલે ગદર  
17 અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ ઝહર  
18 કજરા રે, કજરા રે, તેરે કારે કારે નયના બન્ટી ઔર બબલી  
19 બરસો રે મેઘા મેઘા બરસો રે ગુરુ  
20 તુઝે યાદ ન મેરી આઈ, કિસી સે અબ ક્યા કહના કુછ કુછ હોતા હૈ  

‘સહેલા કોયડા’ના જવાબો

સહેલા કોયડા’ના જવાબો.

       ગઈ વખતે મેં મૂકેલ કોયડાઓના જવાબ અહીં લખું છું. રસ લઈને જવાબ આપનાર શ્રી ચેતન ઠકરારનો ખૂબ આભાર.

(૧) નવ મિનિટ

(૨) એક ઢોંસો

(૩) નવ ઘેટાં

(૪) એક વખત

(૫) બંને એક બીજા તરફ પીઠ રાખીને ઉભા છે.

(૬) ૩ મિનિટમાં

(૭) ઘોડાના માલિકોની અદલાબદલી કરી દેવાની. આથી હવે દરેક માલિક પાસે બીજાનો   ઘોડો છે. તેથી દરેક અસવાર ઘોડાને ખૂબ દોડાવાશે કે જેથી પોતાની પાસે રહેલો બીજાનો ઘોડો આગળ નીકળી જાય અને એને ઇનામ ન મળે.

(૮) એકે ય વાર નહિ.

(૯) એકે ય વાર નહિ

સહેલા કોયડાઓ

                                           સહેલા કોયડાઓ

          આજે થોડા કોયડાઓ મૂકું છું. આમ જુઓ તો દરેકમાં ગણવાનું કંઇ નથી. સહેજ વિચારીને જવાબ આપવાનો છે.

મને pravinkshah@gmail.com પર જવાબ આપશોજી.

(૧) ૧૦ ફૂટ લાંબી લાકડીના એક એક ફૂટના દસ ટુકડા કરવા છે. એક ટુકડો કરતાં એક મિનિટ લાગે તો દસ ટુકડા કરતાં કેટલી મિનિટ લાગે ?

(૨) ભૂખ્યા પેટે તમે કેટલા ઢોંસા ખાઈ શકો ?

(૩) એક ભરવાડ પાસે ૧૭ ઘેટાં હતાં. તેમાંથી નવ સિવાયનાં બધાં મરી ગયાં, તો હવે તેની પાસે કેટલાં ઘેટાં બાકી રહ્યાં ?

(૪) તમે ૧૦ માંથી ૧ કેટલી વાર બાદ કરી શકો ?

(૫) રમેશની પાછળ મીત ઉભો છે, અને મીતની પાછળ રમેશ ઉભો છે, આવું કઈ રીતે બની શકે ?

(૬) ૩ બિલાડી ૩ ઉંદરને ૩ મિનિટમાં ખાઈ જાય, તો ૧૦૦ બિલાડી ૧૦૦ ઉંદરને કેટલી વારમાં ખાઈ જાય ?

(૭) રાજાએ ઘોડદોડની હરિફાઈ યોજી. એવું નક્કી કર્યું કે જે ઘોડો સૌથી પાછળ રહે તે ઘોડાને ઇનામ મળે. ઘોડો તો દરેક અસવારે બરાબર દોડાવવાનો જ. તો આ કેવી રીતે બને ?

(૮) One to Ninety nine ના સ્પેલીન્ગ્સમાં આલ્ફાબેટ a, b, c અને d કેટલી વાર આવે છે ?

(૯) One  to Hundred ના સ્પેલીન્ગ્સમાં આલ્ફાબેટ a, b અને c કેટલી વાર આવે છે ?

ઈશ્વર બધે પહોંચે છે !

આજે એક અનુભવેલો પ્રસંગ મૂકું છું. 

                                     ઈશ્વર બધે પહોંચે છે ! 

     એક વાર અમે, બે ફેમિલીના કુલ ચાર જણ અમદાવાદથી ગાડી લઈને ઇડર જવા નીકળ્યા. ત્યાંથી વીરેશ્વર મહાદેવ, પોળોનાં મંદિરો, હરણાવ નદી પરનો વનાજ ડેમ વગેરે સ્થળો જોવાનો પ્રોગ્રામ હતો. સવારનો ચા નાસ્તો હિંમતનગરમાં જ પતાવી દીધો, હવે અમારી ગાડી ઇડર તરફ દોડી રહી હતી. વાતો, હંસી મજાકનો દોર ચાલતો હતો.

એટલામાં ગાડીનું આગલુ એક વ્હીલ ઠક ઠક થવા લાગ્યું. અમે ગાડી ધીમી પાડી અને ઉભી રાખી. નીચે ઉતરીને જોયું તો આગલુ વ્હીલ અડધું બેસી ગયું હતું. પંક્ચર પડ્યું હતું એ નક્કી. કાં તો પંક્ચર રીપેર કરાવવું પડે અથવા તો પંક્ચરવાળુ વ્હીલ બદલીને સ્પેર વ્હીલ બેસાડવું પડે.

અહીં જંગલમાં પંક્ચર રીપેર કરવાવાળો તો ક્યાંથી લાવવો ? એટલે વ્હીલ જ બદલવું પડે. સ્પેર વ્હીલ તપાસી જોયું. ચાલે એવું હતું. હાશ ! એક તો નિરાંત થઇ ! વ્હીલ બદલવા માટે, પહેલાં તો પંક્ચરવાળું વ્હીલ ખોલવું પડે. જેક, હેન્ડલ, નટ (ચાકી) ખોલવાનું પાનુ – બધુ જ ગાડીની ડેકીમાં હતું ! અમે બે પુરુષો ફટાફટ કામે લાગી ગયા. જેક ગાડીની નીચે ગોઠવ્યો, હેન્ડલથી તેને ઉચે ચડાવ્યો, વ્હીલ જમીનથી ઉંચકાયું. બસ, હવે પાનાથી વ્હીલના નટ ખોલવાના હતા. વ્હીલ ફરી ના જાય એટલા માટે આગલી બ્રેક લગાડી દીધી. પાનુ વ્હીલના નટ પર ચડાવી હેન્ડલથી તે ખોલવાનો પ્રયત્ન શરુ કર્યો, પણ નટ જરાય હાલ્યો નહિ. હેન્ડલ પર પગ મૂકી જોરથી આખા શરીરનું વજન લગાડી દીધું. તો પણ નટ જરાય ખુલ્યો નહિ. અમે બધાએ વારાફરતી પ્રયત્નો કર્યા, પણ હાલે એ બીજા. આ નટ નહિ. હવે ? અમારી પાસે બધુ જ હતું, સ્પેર વ્હીલ હતું, ખોલવાનાં સાધનો હતાં, પણ વ્હીલનો નટ ખુલવાનું નામ લેતો ન હતો. કેટલા ય વખતથી ખોલ્યો ના હોય, એટલે તે બરાબર જામ થઇ ગયો હતો.

અમે વિચારતા ઉભા હતા કે હવે શું કરવું ? જો બીજું કોઈ વાહન અહીંથી પસાર થાય તો તેને ઉભુ રાખી, એક જણ તેમાં બેસી, નજીકના ગામે જાય, ત્યાંથી કોઈ મીકેનીક મળે તો તેને રીક્ષામાં અહીં લઇ આવે અને એ મીકેનીક નટો ખોલી આપે. પણ આ બધામાં તો કેટલો બધો ટાઇમ લાગી જાય ? મને તો લાગ્યું કે આ બધુ કરવામાં કલાકો જતા રહેશે અને આજનો ફરવાનો પ્લાન ચોપટ થઇ જશે. ભગવાનને તો યાદ કર્યા જ. મનોમન પ્રાર્થના કરી.

એટલામાં એક સ્કુટરવાળો આ રસ્તેથી નીકળ્યો. તેને જોઈને મનમાં આનંદ થયો. કંઇક આશા બંધાઈ. અમે હાથ કરીને તેને ઉભો રાખ્યો. તે પચીસેક વર્ષનો જુવાનિયો હતો. તે ઉભો રહ્યો. અમે અમારી તકલીફ તેને ટૂંકમાં કહી, અને કહ્યું કે “ભાઈ, આ વ્હીલ ખોલવામાં મદદ કરો તો સારું.”

તે મદદ કરવા તરત તૈયાર થઇ ગયો, બોલ્યો, “તમે બધાં એક બાજુ ખસી જાવ, હું વ્હીલ ખોલી આપું છું.”

તેણે તેની રીતે જોર લગાવ્યું અને અડધી મિનિટમાં તો નટ ખુલી ગયો. વાહ ! શું ચમત્કાર થયો ! અમે તો રાજીના રેડ થઇ ગયા. મનમાં પોળોનાં મંદિર દેખાવા લાગ્યાં. તેણે જોતજોતામાં તો ચારેચાર નટ ખોલી નાખ્યા. વ્હીલ છૂટું પડ્યું. મેં કહ્યું, “ભાઈ, બસ હવે તો નવું વ્હીલ અમે ચડાવી દઈશું”

તેણે કહ્યું, “અરે, ના, ના, સાહેબ, લાવો સ્પેરવ્હીલ, હું ચડાવી દઉં.”

તેણે ખૂબ જ ઉત્સાહથી સહેજ વારમાં સ્પેરવ્હીલ ચડાવી દીધું. પંક્ચરવાળુ વ્હીલ ગાડીમાં મૂકી દીધું. અમારી ગાડી દોડવા માટે તૈયાર થઇ ગઈ.

એ ભાઇની આટલી બધી મદદ માટે અમે તેનો આભાર તો માન્યો જ. પણ અમે તેને પૈસા આપવા માંડ્યા, તો તેણે લીધા નહિ. અમારા ખૂબ જ આગ્રહ છતાં ય તેણે પૈસા ના લીધા તે ના જ લીધા.

મેં પૂછ્યું, “ભાઈ, તમારું નામ શું ? તમે શું ધંધો કરો છો ?”

તેણે કહ્યું, “મારું નામ જગદીશ, મારે બાજુના ગામમાં ગાડી રીપેર કરવાનું ગેરેજ છે.” એમ કહી, તેણે તેનું સ્કુટર ભગાવી મૂક્યું.

મને થયું કે ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે, અને કોઈ ‘જગદીશ’ના સ્વરૂપમાં આપણને મદદ કરવા આવીને ઉભો રહે છે. નહિ તો એવું બને ખરું કે જે સમયે મીકેનીકની જરૂર હતી તે સમયે મીકેનીક જ સામે આવીને ઉભો રહે ?