ભારત અને અમેરીકા – ૨

                                      ભારત અને અમેરીકા – ૨

ભારત અને અમેરીકાની સરખામણીમાં આપણે સ્વચ્છતાની વાત કરી રહ્યા છીએ. અમેરિકાની, ઉડીને આંખે વળગે એવી ચોખ્ખાઈની વાત આપણે કરી. ભારતમાં આવી સ્વચ્છતા લાવવી હોય તો શું કરવું જોઈએ? હું એ માટે અહીં થોડાં સૂચનો કરું છું.

(૧) લોકોએ ઘરનો કચરો રસ્તામાં ફેંકવાનું બંધ કરવું. કચરો ડસ્ટ બીનમાં જ નાખવો. રસ્તા પર શાકભાજીનો કચરો કે એંઠવાડ ફેંકવો નહિ. એ માટે જુદું ડસ્ટ બીન રાખવું.

(૨) દરેક દુકાન, રેસ્ટોરન્ટ, મોલ, ઓફિસ, સ્કુલ, કોલેજો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન – એમ બધી જ જાહેર જગાએ ડસ્ટબીન રાખવાં જ, અને ત્યાં એકઠા થતા લોકોએ કચરો ડસ્ટ બીનમાં જ નાખવો.

(૩) રસ્તા પર ચા, ભજીયાં, પાણીપૂરી, ચોળાફળી વગેરેની લારીઓવાળાએ અને ત્યાં આરોગતા લોકોએ ડીશ, કાગળના ડૂચા વગેરે ડસ્ટ બીનમાં જ નાખવાં. રસ્તા પર ચા કે પાણી ઢોળવાનું નહિ.

(૪) મ્યુનિસિપાલીટીના સફાઈ કામદારો રસ્તા વાળીને ધૂળ ભેગી કરે છે, એ ધૂળ ત્યાંથી તરત જ ઉપાડી લેવી અને દૂર દૂર જંગલમાં કે ખેતરમાં નાખી આવવાની વ્યવસ્થા કરવી. ત્યાર બાદ જ્યાં ખુલ્લી જગા હોય ત્યાં લોન ઉગાડવાની વ્યવસ્થા કરવી.

(૫) ગાય પાળનાર લોકોને, પોતાની ગાયો રસ્તા પર ફરતી રાખવાની છૂટ આપવી નહિ.

(૬) નવું મકાન બનતું હોય ત્યાં રેતી, ઇંટો અને કપચીનો ઢગલો જાહેર રોડ પર રાખવાની છૂટ નહિ.

(૭) રોડ પર, મકાનના ખૂણામાં કે ક્યાંય પાનની પીચકારી મારવાની છૂટ નહિ. પીચકારી પણ ડસ્ટ બીનમાં જ.

(૮)રસ્તા પર થૂંક્વાનું કે ઉલટી નહિ કરવાની. એ પણ પ્લાસ્ટીકની કોથળીમાં કરી ડસ્ટ બીનમાં નાખવાની.

(૯) આપણાં એસ.ટી. સ્ટેન્ડો પરની મૂતરડી અને સંડાસમાં થતી ગંદકીની તો વાત કરવા જેવી નથી. એટલી બધી ખરાબ હાલત છે. મૂતરડી અને સંડાસ નિયમિત સાફ થાય અને લોકો તેનો વ્યવસ્થિત ઉપયોગ કરે તથા તેની આસપાસ ગંદકી ના કરે તો જ અહીં ચોખ્ખાઈ શક્ય છે. આ માટે લોકોમાં શિસ્તની ખૂબ જરૂર છે.

(૧૦) રસ્તા અને ફૂટપાથોની સપાટી ખૂબ જ સરસ, ખાડાખબૂચા વગરની રાખવી જોઈએ.

(૧૧) ગામડામાં કે શહેરમાં ક્યાંય ખુલ્લી ગટરો ન હોવી જોઈએ. ગટરોનું ગંદુ પાણી નદી કે તળાવમાં ફેંકવાને બદલે, ઘણે દૂર  વસ્તીવિહોણા સ્થળે લઇ જઇ તેનો યોગ્ય નિકાલ કરવો.

(૧૨) નદી, સરોવર કે તળાવમાં ગંદકી ના થવા દેવી. ત્યાં ઢોરોને ના નવડાવવાં. યોગ્ય દવા નાખી લીલ કે શેવાળ ના થવા દેવી.

(૧૩) મુંબઈ જેવા શહેરમાં રેલ્વે લાઈન પર સંડાસની જે ગંદકી થાય છે તે બિલકુલ બંધ કરવું. ગરીબ લોકોની ઝુંપડપટ્ટીમાં પણ ઘણી ગંદકી હોય છે. ગંદા પાણીની નીકો વહે છે. આ લોકોને માટે ફ્લેટ જેવા આવાસો બાંધી, ગંદકી નાબૂદ કરવી.

(૧૪) વરસાદના પાણીનાં ખાબોચિયાં ક્યાંય ભરાઈ ના રહેવાં જોઈએ. વરસાદનું પાણી સહેલાઇથી વહી જવું જોઈએ.

ચાલો, આપણે બધા ભેગા થઇ સ્વચ્છ ભારતનું નિર્માણ કરીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: