ભારત અને અમેરીકા – ૭

                                              ભારત અને અમેરીકા – ૭

                                               ભારતમાં શું કરવું જોઈએ?

    અત્યાર સુધીની વાતોમાં, ભારત કઈ બાબતોમાં સારું છે, તે વિષે ઘણી વાતો કરી. હવે કઈ બાબતોમાં સુધારાની જરૂર છે, તેની ચર્ચા કરીએ.

(૧) સ્વચ્છતા અને પાણી અંગે શું કરવું જોઈએ, તે તો શરૂઆતમાં આપણે જોયું.

(૨) લોકોમાં શિસ્તની ભાવના કેળવવાની જરૂર છે. બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જગાએ કાઉન્ટર આગળ લાઈનમાં ઉભા રહેવું અને જે વ્યક્તિ કાઉન્ટર પર કામ પતાવતો હોય તેનાથી એક ફૂટ દૂરથી જ બાકીની લાઈન શરુ થાય, એ શિસ્તની ભાવના દરેકના મનમાં પેદા થવી જોઈએ.

(૩) રોડ પર વાહન ચલાવવાની બાબતમાં અમેરીકા જેવી શિસ્તની જરૂર છે. લાલ સીગ્નલ આગળ બધાં વાહનો દરેલ લેઈનમાં એક પાછળ એક ઉભાં રહે તો બધાનો સમય બચે. આડાઅવળા ગમે ત્યાં ઉભા રહી, બધી જગા પેક કરી દેવાથી બધાનો ટાઈમ બગડે છે. આ વાત બધાએ સમજવાની જરૂર છે.

(૪) દરેક જગાએ પાર્કીંગની પૂરી સગવડ ઉભી થાય એ જરૂરી છે. દરેકે પોતાનું વાહન યોગ્ય જગાએ જ પાર્ક કરવું જરૂરી છે.

(૫) લોકોની એકબીજા સાથેની વર્તણુક સદભાવભરી હોવી જોઈએ.

(૬) પોતાના નાનામોટા સ્વાર્થ ખાતર, વ્યક્તિ જૂઠું બોલતાં, ખોટું અપ્રમાણિક કામ કરતાં અને ભ્રષ્ટાચાર કરતાં અચકાતો નથી. આ બધું બંધ થવું જોઈએ.

(૭) સરકારી ખાતાંમાં કામ કરી આપવા માટે જ્યાં લાંચ લેવાતી હોય, ત્યાં તે બિલકુલ બંધ થવી જોઈએ. દરેક ઓફિસર અને કર્મચારી કોઈ પણ જાતની લાંચ લીધા વિના, પોતાની ફરજનું કામ ઝડપથી હસતાં હસતાં પતાવે એ જરૂરી છે.

(૮) બજારમાં મળતી દરેક વસ્તુ સારી ગુણવત્તાની હોવી જોઈએ. ભેળસેળવાળી અને જૂઠું બોલીને ખોટી વસ્તુ ગ્રાહકને પધરાવી દેવાની વૃત્તિ દૂર થવી જોઈએ.

(૯) રેસ્ટોરન્ટની વાનગીઓ બિલકુલ આરોગ્યપ્રદ હોવી જોઈએ.

(૧૦) વેપારધંધા અને નાણાકીય લેવડદેવડમાં પારદર્શિતા લાવવી જોઈએ. બે નંબરના વ્યવહારો બંધ થાય એ માટે સરકારે અને પ્રજાએ સહકારથી પ્રયત્ન કરવો જોઈએ.

આપણી અત્યારની વ્યવસ્થામાં આ બધું જો ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: