ગયા વખતના કોયડા – ૧ ના જવાબો
(1) SIX માં IX આવે છે. IX એટલે 9. આમ એમાં નવ સમાયેલા છે.
FIVE માં IV આવે છે. IV એટલે 4. આમ એમાં 4 સમાયેલા છે.
(2) 99 + 9 = 9. અહીં જમણી બાજુ ‘ડઝન’ શબ્દ ઉમેરો એટલે સમીકરણ બેલેન્સ થઇ જશે.
99 + 9 = 9 ડઝન
(3) 50 રૂપિયા વાળી ૧ નોટ, ૫ રૂપિયા વાળી ૧ નોટ અને ૨ રૂપિયાવાળી ૪ નોટ હશે. કુલ નોટો ૬ અને રૂપિયા ૬૩ થઇ જશે.
કોયડાઓ -૨
Puzzle 4:
નીચે અંગ્રેજી અક્ષરોવાળી એક શ્રેણી લખી છે,
S, M, T, W, T, ___, _____
એમાં ૫ અક્ષર લખ્યા છે, તો છઠ્ઠો અને સાતમો અક્ષર કયા આવશે, તે શોધીને લખો. આમાં ગણિતનો કંઇ ઉપયોગ છે નહિ.
Puzzle 5:
એક દુકાનદાર પાસે જુદા જુદા વજનનાં 6 કાટલાં છે. તેનાથી તે 1 કિલોગ્રામથી 364 કિલોગ્રામ સુધીનું વજન કરી શકે છે. (આખા કિલોગ્રામ જ ગણવાના, અડધા કે પા કિલો નહિ). તો તેની પાસે કયા વજનનાં કાટલાં હશે?
એક hint આપું છું. વજન કરવા માટે કાટલું ગમે તે પલ્લામાં મૂકી શકાય. દા. ત. જો તેની પાસે ૯ કિલો અને ૧ કિલોનાં કાટલાં હોય તો ૮ કિલો વજન કરવા માટે એક ત્રાજવામાં ૯ કિલો અને બીજામાં ૧ કિલો મૂકી શકાય.
બીજું કે બજારમાં ૧ કિલો, ૨ કિલો, ૫ કિલો, ૧૦ કિલો ………એવાં નક્કી વજનનાં જ કાટલાં હોય છે. આ કોયડામાં એવાં નક્કી વજનવાળાં કાટલાંનો ઉપયોગ નથી કરવાનો. આપણે ૬ કાટલાં કયા વજનનાં રાખવાં જોઈએ કે જેથી ૧ થી ૩૬૪ કિલો સુધીનું કોઈ પણ પૂર્ણાંક વજન કરી શકીએ, એ શોધવાનું છે.
Puzzle 6:
અમદાવાદથી નડિયાદની 20 સીટોવાળી નોનસ્ટોપ એસ ટી બસમાં મુસાફરો બેઠા. થોડી સીટો ખાલી રહી. બસ ઉપડી. કંડક્ટરે બધાની નડિયાદની ટીકીટો ફાડી. તેને ટીકીટોના કુલ 221 રૂપિયા ભેગા થયા. તો કેટલી સીટો ખાલી રહી હશે, તે કહો.