ઝાંઝરી ધોધ

ઝાંઝરી ધોધ, સાબરકાંઠા જીલ્લામાં વાત્રક નદી પર આવેલો છે. ઝાંઝરી ગામ આગળ નદી પોતે ખડકોમાં થઈને ધોધરૂપે પડે છે, અને આગળ વહે છે. ધોધમાં ઉતરવું ભયજનક છે, પણ ધોધ જોવાની તો મજા આવે.

ઝાંઝરી ધોધ જોવા માટે અમદાવાદથી દહેગામ થઈને બાયડના રસ્તે જવાનું. આ રસ્તેથી ઝાંઝરીના બોર્ડ આગળ જમણી બાજુ વળી જવાનું. એટલે વાત્રકને કિનારે પહોંચાય. અહીં ગાડી પાર્ક કરી દેવાની. દહેગામથી અહીં સુધીનું અંતર આશરે 35 કી.મી. જેટલું છે. અહીંથી નદીમાં ઉપરવાસ તરફ ૨ કી.મી. જાવ, એટલે ધોધ આગળ પહોંચાય. નદીમાં આ ૨ કી.મી. ચાલવાનું જરા અઘરું છે, પણ ઉંટ ભાડે મળે છે. ઉંટ સવારી કરવાની મજા આવે છે.

ધોધ આગળ ખડકો છે, અને તેના પરથી નદીનું પાણી જોસભેર 25 ફૂટ જેટલું નીચે પડે છે. નીચે પાણી ઘણું ઉંડું છે, તેમાં ઉતરાય એવું નથી. ધોધના ઉપરવાસમાં જરા દૂર જઈને નદીમાં નાહી શકાય. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે નહાવાનું જોખમ ખેડવું નહિ. ઉનાળામાં અહીં સખત ગરમી લાગે છે. ધોધમાં પાણી પણ ઓછું હોય છે. તે વખતે સવારના કે સાંજના આવવું, કે જેથી ગરમી ઓછી લાગે. ધોધ આગળ ક્યાંય છાંયડો નથી. ખડકો પર ક્યારેક લીલ અને શેવાળ બાઝેલી હોય છે, એટલે લપસી ના જવાય તેનો ખ્યાલ રાખવો. ખડકો પર ઉભા રહી, ધોધને નીરખવાનો આનંદ આવે છે.

ધોધ જોઇને પાર્કીંગ આગળ પાછા આવી બેઘડી આરામ કરી શકાય છે. ઘરેથી ખાવાનું લઈને આવ્યા હોઈએ તો અહીં બેસીને પીકનીક માનવી શકાય છે. અહીં થોડીક ખાવાની ચીજો મળે છે ખરી. પાર્કીંગ આગળ કેદારેશ્વર શીવ ભગવાનનું મંદિર છે. આ જગા ગમે એવી છે.

પાર્કીંગથી નદીના કિનારે કિનારે ધોધ સુધી ૨ કી.મી.નો રસ્તો બનાવી, ત્યાં જવાની વ્યવસ્થા કરી હોય તો વધુ સુગમ રહે. પ્રવાસીઓ પણ વધે. ધોધ આગળ ચોખ્ખાઈ રાખવાની જરૂર છે. કિનારે વિશ્રામસ્થાન ઉભું કરવાની જરૂર છે.

આ ધોધ જાણીતો છે, એટલે ઘણા લોકો અહીં આવે છે. આ ધોધ જોવા માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો સમયગાળો વધુ સારો ગણાય. અમદાવાદથી એક દિવસની પીકનીક મનાવવા માટે આ સારું સ્થળ છે. વાત્રકને કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવ પણ એક સારી જગા છે. દહેગામથી ત્યાં જવાનો રસ્તો પડે છે.

IMG_20140228_153117

IMG_20140228_153243

zanzari-waterfalls

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: