કુંચીકલ ધોધ

                                                કુંચીકલ ધોધ

આ ધોધ, કર્ણાટકના ઉડુપી અને શીમોગા જીલ્લાઓની સરહદ પર મસ્તીકટ્ટે અને હુલીકલ નામનાં ગામો આગળ આવેલો છે. અહીં વારાહી નદી પોતે જ ધોધરૂપે પડે છે. તે ખડકો પર થઈને એક કરતાં વધુ સ્ટેપમાં પડે છે. તેની કુલ ઉંચાઇ ૪૫૫ મીટર છે. ભારતનો આ ઉંચામાં ઉંચો ધોધ છે. આ નદી પર મણી બંધ નામનો બંધ, આ ગામો આગળ જ બંધાયો છે. બંધને કારણે ધોધમાં હવે પાણી ઓછું આવે છે. ધોધ હવે વરસાદની ઋતુમાં જ જોવા મળે છે. ધોધ પ્રતિબંધિત વિસ્તારમાં છે. ધોધ જોવા માટે ગેટ પાસ લેવો પડે છે. ગેટ પાસ, ધોધથી ૧૫ કી.મી. દૂર આવેલા હોસનગડી ગામમાંથી મળે છે.

ધોધનું દ્રશ્ય બહુ જ સુંદર છે. આજુબાજુ ખૂબ જ ગ્રીનરી છે. આ કુદરતી સૌન્દર્યને જોવા અહીં હજારો પ્રવાસીઓ આવે છે. આસપાસના વિસ્તારમાં વારાહીને મળતી બીજી નદીઓ પણ ચોમાસામાં નાના નાના ધોધ રચે છે.

કુંચીકલ ધોધ બહુ જાણીતો નથી. જોગનો ધોધ અહીંથી સોએક કી.મી. દૂર છે. કુંચીકલથી માત્ર ૭ કી.મી. દૂર અગુમ્બે હીલ સ્ટેશન છે. ધોધ શીમોગાથી ૯૭ કી.મી. દૂર છે. હુલીકલ, તીર્થાહલ્લી, શીમોગા વગેરે સ્થળેથી કુંચીકલ જવાય છે. ધોધની આજુબાજુ રહેવાની કોઈ વ્યવસ્થા નથી. પણ નાસ્તાપાણીની દુકાનો છે.

વારાહી નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે, અને કુંડાપુરા ગામ આગળ અરબી સમુદ્રને મળે છે.

નોંધ: મેં આ ધોધ જોયેલ નથી. ફોટા ગુગલ પરથી લીધા છે.

2_Kunchikal falls1_Kunchikal Falls