ભારતનું સૌથી ઉંચું સ્ટેચ્યુ

                               ભારતનું સૌથી ઉંચું સ્ટેચ્યુ

આપણા દેશમાં ઘણાં સ્ટેચ્યુ (પૂતળાં) બન્યાં છે, એ બધામાં વીર અભય અંજનેય હનુમાન સ્વામી નામનું હનુમાનનું સ્ટેચ્યુ ભારતનું સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. દુનિયાનું આ સૌથી ઉંચું હનુમાનનું પૂતળું છે. હનુમાન શક્તિના સ્ત્રોત છે. આ પૂતળું આંધ્ર પ્રદેશમાં વિજયવાડાથી આશરે ૩૦ કી.મી. દૂર પરીતાલા નગરમાં આવેલું છે. તે ૪૧ મીટર (૧૩૫ ફૂટ) ઉંચું છે, અને તે ૨૦૦૩માં બનેલું છે. આ પૂતળું બ્રાઝીલના રીયો ડી જાનેરોમાં આવેલા ક્રાઈસ્ટ ધ રિડીમરના પૂતળા (૩૮ મીટર) કરતાં યે ઉંચું છે. આ પૂતળું કોન્ક્રીટનું બનેલું છે, અને તે દેશવિદેશના અનેક ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે.

(નોંધ: મેં જોયેલ નથી. તસ્વીરો ગુગલ સાઈટ પરથી લીધી છે.)

હનુમાનનું નંબર ૨ ઉંચું પૂતળું શ્રી સંકટ મોચન ધામ છે. તે ૧૦૮ ફૂટ ઉંચું છે, અને તે નવી દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલું છે. સીમલામાં જખુ મંદિરમાં મૂકેલું હનુમાનનું પૂતળું પણ ૧૦૮ ફૂટ ઉંચું છે. મહારાષ્ટ્રના નંદુરામાં આવેલું હનુમાનનું પૂતળું ત્રીજા નંબરે આવે છે, તે ૧૦૫ ફૂટ ઉંચું છે. યુપીના શાહજહાંપુરમાં આવેલું હનુમાનનું પૂતળું ચોથા નંબરે છે, તે ૧૦૪ ફૂટ ઉંચું છે. ત્રીનીદાદ અને ટોબેગોના કારાપીચૈમામાં આવેલું હનુમાન સ્ટેચ્યુ પાંચમાં નંબરે છે, તે ૮૫ ફૂટ ઉંચું છે. ભારતની બહાર આવેલું હનુમાનનું આ સૌથી ઉંચું પૂતળું છે.

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જીલ્લાના નરસન્નાપેટા મંડલમાં આનાથી યે ઉંચું હનુમાનનું સ્ટેચ્યુ બની રહ્યું છે. આ સ્ટેચ્યુ ૧૭૬ ઉંચું બનશે.

1_Veer Abhaya Anjaneya Hanuman swami

2

3.jpg

4