પ્રામાણિક રીક્ષાવાળો

                                     પ્રામાણિક રીક્ષાવાળો

સામાન્ય રીતે રીક્ષાવાળાની છાપ આપણા પર કેવી હોય છે? કે જેટલા રૂપિયા થતા હોય તેના કરતાં પાંચદસ રૂપિયા વધારે જ પડાવી લે. પણ મારી સાથે બનેલી એક ઘટનાની વાત કરું.

એક વાર અમારે ટ્રેનમાં બહારગામ જવાનું હતું. ઘેરથી રેલ્વે સ્ટેશને જવા અમે રીક્ષા કરી. સ્ટેશને પહોંચ્યા અને રીક્ષામાંથી ઉતર્યા, પછી પૂછ્યું, ‘ભાઈ, કેટલા રૂપિયા થયા?’

રીક્ષાવાળો કહે, ‘સાહેબ, આમ તો મીટરથી ૯૪ રૂપિયા થાય છે, પણ તમે ૯૦ આપશો તો ય ચાલશે.’

મને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ૯૪ રૂપિયા થયા હોય તો રીક્ષાવાળો ૧૦૦ રૂપિયા જ માગે. અને આપણેય રકઝક કર્યા વગર ૧૦૦ રૂપિયા આપી દઈએ. થોડા રૂપિયા ખાતર માથાકૂટ કરીને ક્યાં મૂડ બગાડવો?

એટલે આ રીક્ષાવાળાએ ૯૪ રૂપિયાને બદલે ૯૦ માગ્યા તેનું મને તો ઘણું જ આશ્ચર્ય થયું. રીક્ષાવાળા આવું કરે જ નહિ. મેં પાકીટમથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢીને એને આપી, અને કહ્યું, ‘ભાઈ, ૧૦૦ રૂપિયા રાખી લે.’

રીક્ષાવાળાએ ૧૦૦ રૂપિયા ના રાખ્યા. મારી ‘ના’ છતાં ય એણે મને ૧૦ની નોટ પાછી આપી, અને બોલ્યો, ‘સાહેબ, હું ક્યારેય મીટર કરતાં વધુ રૂપિયા લેતો નથી. એટલે તો હું ખૂબ ખૂબ સુખી છું.’

આજના જમાનામાં એક રીક્ષાવાળો આટલો પ્રામાણિક હોય એવું ભાગ્યે જ બને. આમ છતાં, હજારોમાં એક હોય એવા, આવા કિસ્સા જોવા મળે છે. એટલે તો દુનિયા ચાલ્યા કરે છે. અહીં માત્ર ૪ રૂપિયા બચે, તેનો સવાલ નથી, પણ માણસની વૃત્તિ કેવી છે, તે અગત્યનું છે.

1 ટીકા (+add yours?)

  1. હરીશ દવે (Harish Dave)
    ડીસેમ્બર 26, 2016 @ 02:52:45

    આવા સામાન્ય છતાં અસામાન્ય પ્રસંગો આપણી જિંદગીને પ્રભાવિત કરતાં હોય છે.

    ઘણી વાર પ્રશ્ન થાય કે પૃથ્વી પર “પાપનો ભાર” વધતાં પૃથ્વી નાશ પામતી હોય છે. તો અત્યારે સૃષ્ટિ ટકી છે શાના જોરે… પ્રવિણભાઈ! આપના આ લેખે તેનો જવાબ આપ્યો છે. ધરતીની ધૂળમાં ધરબાયેલા આવા મૂઠીભર માનવીઓ સૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખે છે!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: