સ્વામીનારાયણ મંદિર, પોઈચા

                              સ્વામીનારાયણ મંદિર, પોઈચા

વડોદરાથી રાજપીપળાના રસ્તે વડોદરાથી આશરે ૬૫ કી.મી. દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિર બન્યું છે. ૨૦૧૩માં બનેલું આ મંદિર નીલકંઠધામ તરીકે જાણીતું છે. મુખ્ય મંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. તદુપરાંત, ગણેશજી, હનુમાનજી, સપ્તર્ષિ, વિષ્ણુના અવતાર તથા અન્ય મંદિરો છે. મંદિરમાં ફુવારા છે, ૧૦૮ ગૌમુખ છે, એમાં સ્નાન કરી શકાય છે. સાંજની આરતીનું ઘણું મહત્વ છે, આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજે બધે રંગબેરંગી રોશની કરાય છે, એ મંદિરની શોભામાં વધારો કરે છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરની ગાદી અહીંનો વહીવટ સંભાળે છે.

મંદિર આગળ પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. બાળકોને રમવા માટે મેદાન છે. રહેવા જમવાની વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી ગામ છે. નર્મદા નદીમાં નહાવાની મજા આવે એવું છે. નદીની રેતીમાં રસ્તો બનાવ્યો છે, એટલે ગાડી છેક પાણીની નજીક લઇ જઇ શકાય એવું છે.

નીલકંઠધામની બાજુમાં, સહજાનંદ યુનિવર્સ નામનું નવું સંકુલ ૨૦૧૫માં બન્યું છે. તેમાં જાતજાતનાં આકર્ષણો ઉભાં કર્યાં છે. અહીં સ્વામીનારાયણ ભગવાનની ૧૫૨ ફૂટ ઉંચી મૂર્તિ છે. નીલકંઠ હૃદય કમળ છે, રામાયણ, મહાભારતના પ્રસંગો, કૃષ્ણલીલા અને બીજાં અનેક સ્ટેચ્યુ છે. ભૂલભૂલૈયા, હોરર હાઉસ, લાઈટ અને સાઉન્ડ શો વગેરે છે. આખો વિસ્તાર સાત ભાગમાં વહેંચેલો છે. ગેટ બહુ જ આકર્ષક છે. સમય સવારના ૧૧ થી સાંજના ૮ સુધીનો છે. ફોટા પડવાની છૂટ છે.

દર્શન કરવા તથા એક દિવસની પીકનીક મનાવવા માટે આ સરસ જગા છે. પોઈચા રાજપીપળાથી ૧૩ કી.મી. દૂર છે.

નોંધ: ફોટા ગુગલ પરથી લીધા છે.

10a_Poicha

10b_Poicha

10c_Sahjanand Univers Pictures

1 ટીકા (+add yours?)

  1. રૂપેન પટેલ
    મે 29, 2017 @ 08:00:04

    મુલાકાત લેવી જ પડશે, સરસ માહિતી શેર કરી છે

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: