મહલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ અને મહલ કેમ્પ સાઈટ

                            મહલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ અને મહલ કેમ્પ સાઈટ

મહલ એ દસ બાર ઘરની વસ્તીવાળું નાનું સરખું ગામ છે. તે ડાંગ જીલ્લાની લગભગ મધ્યમાં આવેલું હોવાથી જાણીતું સ્થળ છે. અહીં ગામના ચાર રસ્તા આગળ, પૂર્ણા નદીને કિનારે, જંગલ ખાતાનું ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે, અને અહીંથી ચારેક કી.મી. દૂર મહલ કેમ્પ સાઈટ આવેલી છે. આ બંને જગાએ રહેવાની વ્યવસ્થા છે. અગાઉથી બુકીંગ કરાવવું જરૂરી છે.

ફોરેસ્ટ રેસ્ટ હાઉસની રૂમોમાં એટેચ્ડ સંડાસ, બાથરૂમ, પલંગો, ગાદલાં એમ બધી સગવડ છે. એ.સી. પણ ખરું. જમવાની સગવડ નથી, પણ જાતે રાંધીને ખાઈ શકાય. રૂમો આગળ ઝાડપાન અને સુંદર બગીચો છે. એક બાજુની રૂમોની પાછળ પૂર્ણા નદી અને તેમાં બાંધેલો ચેકડેમ દેખાય છે. નદીમાં ઉતરીને નહાવા જઇ શકાય એવું છે. સામે કિનારે અડાબીડ જંગલો છે.

નદીને સામે કિનારેથી મહલ કેમ્પ સાઈટ જવાય છે. આ રસ્તો પૂર્ણાને કિનારે કિનારે જંગલોમાં થઈને જાય છે. રસ્તો સાંકડો છે, સામેથી બીજું વાહન આવે તો પણ તકલીફ પડે એવો છે. મહલ કેમ્પ સાઈટમાં વાંસ, ઘાસ અને લીંપણથી બનાવેલી ગામઠી સ્ટાઈલની રૂમો છે. રસોઈ માટે રસોડું છે. જમવા બેસવા માટે મોટો પેવેલિયન (મંડપ) છે. વચ્ચે વિશાળ ખુલ્લું મેદાન છે. ત્રણ માળ ઉંચે ઝાડ અને માંચડા પર બાંધેલી બે ઝુંપડીઓ છે. તેમાં ચડવા માટે વાંસનાં પગથિયાંની સીડી બનાવેલી છે. ડાંગનાં જંગલોમાં વાંસ ખૂબ જ થાય છે. ઝાડ પરની ઝુપડીઓમાંથી પૂર્ણા નદીનું દૂર દૂર સુધી દર્શન થાય છે. પૂર્ણા અહીંથી જાજરમાન લાગે છે. નદીમાં પૂર આવેલું હોય ત્યારનું દ્રશ્ય તો કેવું ભવ્ય હોય એની કલ્પના કરી જોજો. અહીં કુદરતના સાનિધ્યમાં પીકનીક મનાવવાની કે બેચાર દિવસ રહેવાની બહુ જ મજા આવે.

વ્યારા, સોનગઢ, સુબીર અને આહવાથી મહલ જઇ શકાય છે. મહલ. વ્યારાથી ૪૫ કી.મી., સોનગઢથી ૩૮ કી.મી., સુબીરથી ૨૧ કી.મી. અને આહવાથી ૨૫ કી.મી. દૂર છે.

10a_Forest rest house

 

10b_Rooms.JPG

10c_Campus

10d_Purna river

10e_Camp site room

10f_Tree hut

10g_Hut

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. Prafull Suthar
  જુલાઈ 23, 2016 @ 06:49:15

  મહેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ અને કેમ્પ સાઈટ ના કોન્ટેક નંબર આપવા વિનંતિ

  જવાબ આપો

 2. રીતેશ મોકાસણા
  જુલાઈ 25, 2016 @ 16:06:55

  ચિત્રો પરથી જ જવાનું મન થાય છે

  જવાબ આપો

 3. ગોવીન્દ મારુ
  જુલાઈ 29, 2016 @ 06:29:27

  મહેલ ફોરેસ્ટની કેમ્પ સાઈટની મુલાકાત લેવા અને રહેવા માટે રેસ્ટ હાઉસમાં અગાઉથી બુકીંગ કરાવવા ઈ.મેલ આઈડી અને કોન્ટેક નંબર આપવા વીનન્તી ..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: