દાંડી
મહાત્મા ગાંધીજીએ ૧૯૩૦માં કરેલી દાંડી કૂચને લીધે દાંડી ગામ દુનિયાભરમાં પ્રખ્યાત થઇ ગયું છે. ગાંધીજીએ તેમના સત્યાગ્રહીઓ સાથે અમદાવાદના તેમના સાબરમતી આશ્રમથી દાંડી સુધી ચાલીને કૂચ કરી હતી, અને અહીંના દરિયાકિનારા આગળથી અંગ્રેજોના કાયદા વિરુદ્ધ ચપટી મીઠું ઉપાડ્યું હતું. ભારતની સ્વતંત્રતા ચળવળમાં આ ઘટના બહુ જ જાણીતી છે. દાંડીની આ જગા જોવા દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે, અને ગાંધીજીની હિંમત અને સત્યનિષ્ઠાને યાદ કરે છે. અહીં મીઠાનો ઢગલો અને ગાંધીજીનું સ્ટેચ્યુ મૂકેલાં છે. સુરતથી નવસારી ૩૮ કી.મી. અને ત્યાંથી દાંડી ૧૮ કી.મી. દૂર છે. દાંડીનો બીચ પણ જોવા જેવો છે.
મેં હજુ દાંડી જોયું નથી. ફોટા ગુગલ પરથી લીધા છે. (૧)ચપટી મીઠું ઉપાડતા ગાંધી (૨)હાલ આ જગાએ બનાવેલું પ્લેટફોર્મ, મીઠું અને ગાંધીજીનું સ્ટેચ્યુ.