ગૌમુખ ધોધ

                                                   ગૌમુખ ધોધ

સોનગઢથી ડાંગમાં પ્રવેશવાના રસ્તે ૧૦ કી.મી. જેટલું ગયા પછી ધોણ ગામ આવે છે, અહીંથી ડાબી બાજુ વળી ૪ કી.મી. જાવ એટલે ગૌમુખ આવે છે. અહીં ગાઢ જંગલોની વચ્ચે એક જગાએ ગાયના મુખમાંથી પાણી નીકળે છે, એટલે આ જગા ગૌમુખ કહેવાય છે. આજુબાજુ ગાઢ જંગલો છે. અહીં બેસીને જંગલો માણવાની મજા આવે છે. આ જગાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખથી વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને ૧૨૫ પગથિયાં નીચે ઉતરતાં ધોધ આગળ પહોંચાય છે. ધોધનું પાણી પત્થર પર પડીને આગળ વહી જાય છે, આથી પત્થર પર બેસીને કે ઉભા રહીને નહાવાનું બહુ જ સરળ છે. ધોધનું પાણી એટલા જોરથી વરસે છે કે બરડા પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે ! ધોધનું પાણી આગળ વહી, ફરીથી ધોધરૂપે પડે છે. બાજુમાં ભગવાનની એક નાની દેરી છે. જંગલની વચ્ચે આ બધું કેટલું સરસ લાગે ! ઉપર ગૌમુખ આગળ બેચાર દુકાનો છે. અહીં ચા-નાસ્તો મળી રહે છે. ફરવા જવા માટે એક સુંદર જગા.

DSCF5513

DSCF5514

DSCF5515

DSCF5516

DSCF5517

DSCF5519

DSCF5523

DSCF5524

DSCF5527