આપેશ્વર મહાદેવ
ગોધરાથી વેજલપુર થઈને મલાવ જવાના રસ્તે, મલાવ આવતા પહેલાં વચ્ચે આપેશ્વર મહાદેવ આવે છે. અહીં ડુંગરાઓની મધ્યમાં એક ડુંગર પર શીવજીનું આ મંદિર બનાવ્યું છે. પગથિયાં ચડીને ઉપર જવાય છે. ચારે બાજુ વિશાળ પથ્થરો અને જંગલ છે. નીચે બેસવા માટે બાંકડા વિગેરે છે. અહીંના શાંત વાતાવરણમાં રખડવાની અને ટ્રેકીંગની મજા આવે એવું છે. શીવરાત્રિએ અહીં મેળો ભરાય છે, ત્યારે અહીં ઘણા લોકો આવે છે. આજુબાજુના વિસ્તારમાં અવારનવાર ગુજરાતી ફિલ્મોનું શુટીંગ થાય છે. થોડે દૂર ચાબીડીવાળાની એક નાનીસરખી દુકાન છે.