આંતરજાળના પાતળીયા હનુમાન

                          આંતરજાળના પાતળીયા હનુમાન

ગાંધીધામ શહેરથી મુંદ્રા જવાના રસ્તે, માત્ર ૭ કી.મી. દૂર આંતરજાળ નામનું ગામ આવેલું છે. આહીરોનું જ ગામ હોય એવું લાગે છે. ગામને છેડે પાતળીયા હનુમાનનું જાણીતું મંદિર છે. બહુ જ લોકો અહીં દર્શને તથા ફરવા માટે આવે છે.

મંદિર આગળ પાર્કીંગની સરસ સગવડ છે. મંદિરમાં પ્રવેશ માટેનો ગેટ ભવ્ય છે. અંદર સામે જ પાતળીયા હનુમાનનું મંદિર છે. મંદિરનું બાંધકામ તથા થાંભલા અને છત પરની કોતરણી બહુ જ સરસ છે. હનુમાનજીનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે.

અહીં ખાસ આકર્ષણ એ છે કે મંદિરની બાજુની ખુલ્લી જગામાં હનુમાનજીની આશરે ૫૦ ફૂટ ઉંચી મૂર્તિ બનાવેલી છે. હનુમાનજી ઉભેલી મુદ્રામાં છે. લોકો બેઘડી આ મહાકાય મૂર્તિ જોવા ઉભા રહી જાય છે અને ખુશ થાય છે. ફોટા પાડે છે.

અમે પણ આ બધું જોઈ ફોટા પાડી પાછા વળ્યા. આંતરજાળ ગામમાં એક શિવમંદિર છે, તે પણ જોવા જેવું છે. પાછા વળતી વખતે અમે આ ઉપરાંત ગાંધીધામમાં બીજું એક શિવમંદિર ‘શ્રી માલારા મહાદેવ’ પણ જોયું, અને પછી ઘેર પહોંચ્યા.

1_IMG_9975

3_IMG_9974

5_IMG_9977

6_IMG_9982

10_IMG_9985

11_IMG_9988

13_IMG_9990

Malara Mahadev

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: