રોડા મંદિરો

                                                 રોડા મંદિરો

હિમતનગરથી ૧૬ કી.મી. દૂર રોડા ગામમાં, ખેતરોની વચ્ચે, ૮૦૦ વર્ષ પુરાણાં પાંચ મંદિરો આવેલાં છે. રોડા જવા માટે પ્રથમ તો, હિમતનગરથી ખેડ તરફના રસ્તે ૧૫ કી.મી. જવાનું. અહીં રોડ પર એક નાનું બોર્ડ મારેલું છે, એમાં આ પ્રમાણે લખેલું છે.

“ગૃપ ટેમ્પલ [રાષ્ટ્રીય સ્મારક]

શિવમંદિર-૨

શિવમંદિર અને કુંડ

નવગ્રહ મંદિર”

આ બોર્ડથી જમણી તરફના નાના રસ્તે વળવાનું. થોડુક જ ગયા પછી, ડાબી બાજુ ખેતરમાં કાચો રસ્તો પડે છે, એ રસ્તે લગભગ પોણો કી.મી. જાવ એટલે બે મંદિરો આવે છે. અહીં ‘શિવમંદિર’ એવું બોર્ડ છે. બેમાં એક શિવમંદિર અને બીજું પક્ષીમંદિર છે. આ મંદિરો પત્થરનાં બનેલાં છે. પક્ષીમંદિરમાં અંદરની ભીંત પર પક્ષીનું ચિત્ર કોતરેલું છે.

આ બે મંદિરો જોઇને પા કી.મી. જેટલું આગળ જાવ અને ગાડી પાર્ક કરો. અહીં બીજાં બે શિવમંદિરો છે. એમાંથી એકમાં, શિવલીંગની નિયમિત પૂજા થતી હોય એવું લાગે છે. બંને મંદિરો જોડે જોડે આવેલાં છે, તેમની વચ્ચેની થોડી જગામાં ખુલ્લામાં એક મંદિર જેવું કંઇક છે.

આ બે મંદિરની સામે મોટો કુંડ છે. તેમાં ચાર ખૂણે ચાર નાનાં મંદિરો છે. પગથિયાં ઉતરીને આ મંદિરોમાં જવાય છે. એમાંનું એક સપ્તમાતૃકા મંદિર છે. એમાં રોજ નિયમિત પૂજા થતી હોય એવું દેખાય છે. અમે અહીં ગયા ત્યારે પૂજારીજી હાજર હતા, અને કોઈક યજમાનને પૂજા કરાવતા હતા. કુંડમાં પગથિયાં બહુ સાચવીને ઉતરવાં. એના પત્થરો હાલકડોલક છે. રીપેરીંગ ચાલે છે. અહીંથી નજીકમાં નવગ્રહ મંદિર છે.

રોડાનાં આ મંદિરો પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત છે. જૂના જમાનામાં અહીં ગામ વસેલું હશે, અને આ મંદિરો આગળ ખૂબ જ લોકો આવતા હશે, એવું ધારી શકાય. આજે તો બહુ જ ઓછા લોકો આ મંદિરો જોવા આવે છે.

1b_IMG_4095

2a_IMG_4071

3a_IMG_4064

3b_Shiv mandir

6a_IMG_4087

10a_IMG_4074

11a_IMG_4077

13_Nav grah mandir