મહલ કેમ્પ સાઈટ

                                             મહલ કેમ્પ સાઈટ

આજે એક સરસ કેમ્પ સાઈટની વાત કરું. એનું નામ છે મહલ કેમ્પ સાઈટ. મહલ ગામથી તે ૪ કી.મી. દૂર આવેલી છે. મહલ ગામના ચાર રસ્તાથી પૂર્ણા નદી પરનો બ્રીજ ઓળંગી, જમણી બાજુ વળવાનું. ત્યાં ચેકપોસ્ટ છે, અહીં ગાડી દીઠ ૨૦૦ રૂપિયા ફી ભરવાની. પછી ૪ કી.મી. જવાનું. આ રસ્તો એકદમ સાંકડો છે, સામેથી બીજું વાહન આવે તો તકલીફ પડે એવું છે. રસ્તો થોડેક સુધી પૂર્ણા નદીને કિનારે થઈને જાય છે, ગાડી નદીમાં ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું. આગળ જતાં, એકદમ ચડાણ આવે છે, પછી ગાઢ જંગલ શરુ થાય છે. એમાં થઈને છેવટે કેમ્પ સાઈટ પહોંચાય છે. પાર્કીંગ છે.

કેમ્પ સાઈટ બિલકુલ પૂર્ણા નદીના કિનારે છે. કેમ્પ સાઈટમાં વાંસ, ઘાસ અને લીંપણથી બનાવેલી ગામઠી સ્ટાઈલની રૂમો છે. રસોઈ માટે રસોડું છે. જમવા બેસવા માટે મોટો પેવેલિયન (મંડપ) છે. વચ્ચે વિશાળ ખુલ્લું મેદાન છે. ત્રણ માળ ઉંચે ઝાડ અને માંચડા પર બાંધેલી બે ઝુંપડીઓ છે. તેમાં ચડવા માટે વાંસનાં પગથિયાંની સીડી બનાવેલી છે. ડાંગનાં જંગલોમાં વાંસ ખૂબ જ થાય છે. ઝાડ પરની ઝુપડીઓમાંથી પૂર્ણા નદીનું દૂર દૂર સુધી દર્શન થાય છે. પૂર્ણા અહીંથી જાજરમાન લાગે છે. નદીમાં પૂર આવેલું હોય ત્યારનું દ્રશ્ય તો કેવું ભવ્ય હોય એની કલ્પના કરી જોજો. કેમ્પ સાઈટમાં આગળના ભાગમાં પણ ઝાડ પર એક ઝૂંપડી બાંધેલી છે.

કેમ્પ સાઈટમાં તંબુમાં રહેવાની વ્યવસ્થા પણ છે. પાછળનાં ભાગમાં થોડું ઉતરીને નદી કિનારે જવાય છે. એને Wild woods trail કહે છે. નદીમાં ઉતરી પણ શકાય. પણ ડૂબી જવાનું કે તણાઈ જવાનું જોખમ ખરું. અહીં વાંસની બનાવેલી વસ્તુઓની એક દુકાન છે.

અહીં કુદરતના સાનિધ્યમાં પીકનીક મનાવવાની કે બેચાર દિવસ રહેવાની બહુ જ મજા આવે.

અહીં રહેવા માટે અગાઉથી બુકીંગ કરાવવું જરૂરી છે. બુકીંગ માટે

સરનામું: નાયબ વન સંરક્ષકશ્રી, ઉત્તર ડાંગ આહવાની કચેરી, આહવા, ડાંગ.

e-m: mahalecotourism@gmail.com

Phone no. 02631 220203

અહીં પોતાની કે ભાડાની ગાડી કરીને આવવું. અહીં કોઈ વાહન મળતું નથી. એસ.ટી, બસની સગવડ પણ ખૂબ ઓછી છે.

વ્યારા, સોનગઢ, સુબીર અને આહવાથી મહલ જઇ શકાય છે. મહલ. વ્યારાથી ૪૫ કી.મી., સોનગઢથી ૩૮ કી.મી., સુબીરથી ૨૧ કી.મી. અને આહવાથી ૨૫ કી.મી. દૂર છે.

અનુકૂળ સમય: સામાન્ય રીતે વરસાદની સીઝન પૂરી થયા પછી, એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર સારો સમય છે. આ સમયે નદીમાં પાણી પણ હોય.

તસ્વીરો: (૧) સાંકડો રસ્તો (૨) ઝુંપડીઓ (૩) એક ઝૂંપડી (૪) ઝાડ પર ઝુંપડીઓ (૫) આગળના ભાગમાં ઝૂંપડી (૬) ઝાડ (૭) તંબૂઓ (૮) Trail (૯) વાંસની વસ્તુઓની દુકાન

1_સાંકડો રસ્તો

2_ઝુંપડીઓ

3_એક ઝૂંપડી

4_ઝાડ પર ઝુંપડીઓ

5_આગળના ભાગમાં ઝૂંપડી

6_ઝાડ

7_તંબૂઓ

8_Trail

9_વાંસની વસ્તુઓની દુકાન

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: