પદમડુંગરી કેમ્પ સાઈટ

પદમડુંગરી કેમ્પ સાઈટ

આ કેમ્પ સાઈટ, ડાંગ જીલ્લામાં અંબિકા નદીને કિનારે આવેલી છે. તેને ઇકો ટુરીઝમ કેન્દ્ર પણ કહે છે. પ્રવેશદ્વાર સરસ છે. કેમ્પ સાઈટમાં નદી કિનારે કુદરતી વાતાવરણમાં રહેવાનું ગમે એવું છે.  રહેવા માટે કોટેજીસ, ડોરમીટરી તેમ જ તંબૂની સગવડ છે. કીચન અને કેન્ટીન છે, તેમાં જમવાની વ્યવસ્થા છે. અંદર જાતે રાંધવા દેતા નથી. સાઈટની બહાર રાંધી શકાય. ખુલ્લા મેદાનમાં ઉંચો માંચડો, એમ્ફીથીયેટર વગેરે છે. માંચડા પરથી દૂર સુધીનો વ્યૂ જોવા મળે છે. અહીં ઝીપ રાઈડ તથા ATV રાઈડ છે. રહેવું ના હોય તો એમનેમ જોવા જઇ શકાય છે.

સુરતથી પદમડુંગરી આશરે ૮૩ કી.મી. દૂર છે. સુરતથી બારડોલી, વાલોડ થઈને ઉનાઈ તરફ જવાનું. ઉનાઈ આવતા પહેલાં, પાઠકવાડીથી ડાબી બાજુ વળી જવાનું. વળ્યા પછી, ચારેક કી.મી. જવાનું, એટલે પદમડુંગરી પહોંચી જવાય. આ કેમ્પસાઈટ વ્યારાથી ૩૦ કી.મી. અને ઉનાઈથી ૧૦ કી.મી. દૂર છે.

પદમડુંગરીમાં ગુસ્માઈ માતાનું મંદિર છે. આદિવાસી પ્રજાનું તે પ્રાચીન દેવસ્થાન છે.

બુકીંગ માટે કોન્ટેક્ટ નં. 02630 290796.

Mob. No. 9727878583

Unai Office: 02630 236244.

અનુકૂળ સમય: સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વધુ અનુકૂળ છે.

ચૂનાવાડી: પદમડુંગરીની નજીકમાં ચૂનાવાડી કરીને જગા છે, ત્યાં ધોધ છે.

1_Padamdungari campsite

2_Rate board

3_Cottage

4a_Padamdungari Camp site

4b_Padamdungari Forest Camp site

5a_Padam dungari

9_ATV ride

11a_Gusmai madi, Padam dungari

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: