અંગ્રેજીમાં અક્ષર C ના ઉચ્ચાર વિષે થોડી વાત

અંગ્રેજીમાં અક્ષર C ના ઉચ્ચાર વિષે થોડી વાત

નીચે થોડા અંગ્રેજી શબ્દો લખું છું. એમાં C નો ઉચ્ચાર શું થાય છે, તે જુઓ.

(1) Carry –કેરી – અહીં C નો ઉચ્ચાર ‘ક’ થાય છે.

(2) Cut – કટ – અહીં પણ C નો ઉચ્ચાર ‘ક’ છે.

(3) Come – કમ– અહીં પણ C નો ઉચ્ચાર ‘ક’ છે.

હવે, બીજા થોડા શબ્દો જુઓ.

(4) Cell – સેલ – અહીં C નો ઉચ્ચાર ‘સ’ થાય છે.

(5) Circle – સર્કલ – અહીં પણ C નો ઉચ્ચાર ‘સ’ છે.

(6) Cycle – સાઈકલ – અહીં પણ C નો ઉચ્ચાર ‘સ’ છે.

આ બધામાં કોઈ નિયમ તમને દેખાય છે? હા, નિયમ છે. નિયમ એવો છે કે

શબ્દમાં C પછી જો a, u કે o આવે તો C નો ઉચ્ચાર ‘ક’ થાય છે, અને C પછી જો e, i કે y આવે તો, C નો ઉચ્ચાર ‘સ’ થાય છે. બીજા થોડા શબ્દો લઇ આ નિયમ ચકાસી જુઓ. વળી, શબ્દમાં C, વચ્ચે આવતો હોય તો પણ આ નિયમ લાગુ પડે છે. દા. ત. Decade, peacock, race વગેરેમાં આ નિયમ ચેક કરી જુઓ.

હવે, C ની સાથે h, k, l, s કે t આવે, ત્યાં C નો ઉચ્ચાર શું થાય છે, તે શોધી કાઢો. આવા થોડા શબ્દો આ રહ્યા:

School

Chemistry

Much

Bench

Block

Claim

Physics

Connect

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: