અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ

                                 અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં આવેલું લાલભાઈ દલપતભાઈ મ્યુઝીયમ (એલ.ડી. મ્યુઝીયમ) તો તમે જોયું જ હશે. ગુજરાત યુનીવર્સીટીનાં બસ સ્ટેન્ડની એક બાજુ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ છે, તો બીજી બાજુ એલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજીનું મકાન છે. ઇન્ડોલોજીની ઓફિસની જોડે જ આ એલ.ડી. મ્યુઝીયમ આવેલું છે.

આ મ્યુઝીયમ ૧૯૫૬માં સ્થપાયું છે. મ્યુઝીયમમાં મધ્યયુગ અને જૂના જમાનાનાં પત્થરનાં શિલ્પો, ટેરાકોટા, કાંસા અને પિત્તળની મૂર્તિઓ, માર્બલની મૂર્તિઓ, લક્કડકામ, પેઈન્ટીંગ, કાપડ પર ચિત્રકલા, જૂના સિક્કા વગેરે ચીજોનો સંગ્રહ છે. અહીં જૈન મૂર્તિઓ ઉપરાંત બૌદ્ધ અને હિંદુ દેવીદેવતાઓનાં શિલ્પો છે. આ બધાં શિલ્પો સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત કરાયેલાં છે. મ્યુઝીયમમાં જૈન ગ્રંથોની જૂની હસ્તપ્રતો અને છાપેલાં પુસ્તકોનો પણ સારો સંગ્રહ છે. મ્યુઝીયમમાં અલગ અલગ વિભાગો છે. ચોખ્ખાઈ તો ખૂબ જ છે.

આ મ્યુઝીયમ ઉભું કરવાનું શ્રેય મુનિશ્રી પુણ્યવિજયજી અને અને શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ફાળે જાય છે. મુનિશ્રી વિદ્વાન સાધુ હતા અને કસ્તૂરભાઈ મોટા ઉદ્યોગપતિ હતા.

મ્યુઝીયમમાં ઘણી જાતની પ્રવૃત્તિઓ થાય છે, ઘણા પ્રસંગો યોજાય છે. ક્યારેક ખાસ પ્રદર્શનો ગોઠવાય છે, તો ક્યારેક કલા, સંસ્કૃતિ અને આપણા વારસાને લગતાં પ્રવચનોનું આયોજન થાય છે. સ્કુલકોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે ગાઈડની વ્યવસ્થા પણ થાય છે.

મ્યુઝીયમના મકાનના વિશાળ આંગણમાં બગીચો અને પુષ્કળ ઝાડ ઉગાડેલાં છે. મ્યુઝીયમ જોવાની જરૂર મજા આવે એવું છે. મ્યુઝીયમમાંથી ઘણું જાણવાનું મળે છે.

મ્યુઝીયમ જોવા માટે કોઈ ટીકીટ નથી. પાર્કીંગની વ્યવસ્થા છે. મ્યુઝીયમ જોવાનો સમય સવારના સાડા દસથી સાંજના સાડા પાંચ સુધીનો છે. સોમવારે અને જાહેર રજાના દિવસોએ મ્યુઝીયમ બંધ રહે છે. સંપર્ક માટેના ફોન નંબર (079) 2630 6883, 2630 9167 અને 2630 2463 છે. મ્યુઝીયમના ફોટા બહારથી પાડી શકો શકો છો, અંદર ફોટા પડવાની છૂટ નથી.

અહીં મ્યુઝીયમના થોડા ફોટા મૂક્યા છે, તે જુઓ.

1_LD Institute of Indology

3

4

5

Budhdha head, Gandhara, 5th century

Parshvnatha, Ladol, 11th century

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: