સસોઈ ડેમ

                                                      સસોઈ ડેમ

સસોઈ ડેમ, સસોઈ નદી પર બાંધેલો છે. આ ડેમ ચોમાસામાં જયારે ઓવરફ્લો થતો હોય ત્યારે તે બહુ જ ખૂબસુરત લાગે છે. આ ડેમ, જાણે કે ધોધ પડતો હોય એવો લાગે છે. ઓવરફલો વખતનું દ્રશ્ય જોવા બહુ જ લોકો આવે છે. ડેમના નીચવાસમાં લોકો નહાય છે પણ ખરા. આ ડેમમાં એકઠું થયેલું પાણી ખેતી માટે વપરાય છે. ડેમની નજીક બોટાનીકલ ગાર્ડન છે, એમાં ઘણી ઔષધિય વનસ્પતિનું વાવેતર અને ઉછેર થાય છે. ઘણું સંશોધન પણ થાય છે.

સ્થાન: આ ડેમ જામનગર-લાલપુર રોડ પર, જામનગરથી ૨૪ કી.મી. દૂર આવેલો છે.

કેવી રીતે જવાય?: જામનગર-લાલપુર રોડ પર ૧૫ કી.મી. જેટલું ગયા પછી, વછરાજ મંદિર આગળથી જમણી બાજુ વળી જવાનું. વળ્યા પછી, ૯ કી.મી. જેટલું જતાં, આ ડેમ આગળ પહોંચાશે.

અનુકૂળ સમય: ચોમાસામાં વરસાદ પડ્યા પછી, જામનગરથી એક દિવસની ટ્રીપ ગોઠવી શકાય.

ખાવાપીવા માટે: ચાનાસ્તો અને પાણી લઈને જવું. ત્યાં કદાચ કંઈ મળતું નથી.

રહેવા માટે: રાત રહેવું હોય તો જામનગરમાં રહી શકાય. ત્યાં ઘણી હોટેલો છે.

5a_Sasoi dam

5b_Sasoi dam

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: