ગ્રાન્ડ ટ્રંક રોડ

                                ગ્રાન્ડ ટ્રંક રોડ (Grand Trunk road)

ગ્રાન્ડ ટ્રંક રોડનું નામ તો સાંભળ્યું જ હશે. એશિયાનો આ જૂનો રસ્તો છે. તે ચિત્તાગોંગ, બંગલા દેશથી શરુ થાય છે, અને  ઢાકા, પટના, વારાણસી, અલાહાબાદ, કાનપુર, અલીગઢ, આગ્રા, મથુરા, દિલ્હી, પાણીપત, કુરુક્ષેત્ર, અંબાલા, લુધિયાના, જલંધર, અમૃતસર, લાહોર, રાવલપીંડી, પેશાવર, જલાલાબાદ અને છેલ્લે કાબુલ (અફઘાનિસ્તાન)માં પૂરો થાય છે. જૂના જમાનામાં આ રસ્તે આવતા દેશો વચ્ચે વેપાર ચાલતો, અને અવરજવર માટે એનો ઉપયોગ થતો. આ રસ્તાની લંબાઈ આશરે લંબાઈ ૨૭૦૦ કી.મી. જેટલી છે.

ઈ.સ. પૂર્વે ૩૨૨ના જમાનાથી આજ સુધી આ રસ્તો ચાલુ છે. આ રસ્તે બોધ ગયાનું મહાબોધિ મંદિર, સોનેપતનો કોસ મિનાર વગેરે સ્થળો આવેલાં છે.

તસ્વીરો: (૧) ઝારખંડના બરહી આગળ GT રોડ (૨) પાકિસ્તાનમાં જેલમ નદી પર GT રોડ (૩) લાહોરમાં GT રોડ (૪) જલાલાબાદથી કાબુલ વચ્ચે GT રોડ (૫)  GT રોડ પર બોધ ગયામાં મહાબોધિ મંદિર (૬) GT રોડ પર હરિયાણાના સોનેપતમાં કોસ મિનાર (૭) GT રોડ પર જતા ઘોડેસવાર મુસાફરો, ૧૯૧૦.

1_GTR near Barhi, Jharkhand

2_GT road over Jhelum River in Pakistan

3_GT Road in Lahore

4_Jalalabad to Kabul on GT

5_Mahabodhi temple along GTR in Bodh Gaya

6_Kos minar along GTR at Sonepat, Haryana

7_Travelers on GTR on Ponies 1910