આપણો રોજનો સાત્વિક આહાર અને કસરતો કેવાં હોવાં જોઈએ?

                      આપણો રોજનો સાત્વિક આહાર અને કસરતો કેવાં હોવાં જોઈએ?

અત્યારે આપણા સમાજમાં, તંદુરસ્ત રહેવા અંગે ઘણી જાગૃતિ આવી ગઈ છે. આપણે બધા આ અંગે ઘણું વાંચીએ છીએ, જાણીએ છીએ અને અમલમાં પણ મૂકીએ છીએ. આવી બધી માહિતીમાંથી, નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે, આપણો રોજનો ખોરાક અને કસરતો કેવાં હોવાં જોઈએ, એ અંગે મેં જે તારણો કાઢ્યાં છે, તે અહીં લખું છું. આમાં ફેરફાર હોઈ શકે, તમારા અભિપ્રાયો જણાવજો.

સવારે ઉઠીને આંખો પર પાણી છાંટવું.

રોજ સવારે ખુલ્લી હવામાં અડધો કલાક ચાલવા જવું. અઠવાડિયામાં એક રજા રાખી શકાય.

સવારે સૂર્યના તાપમાં આશરે પંદર મિનીટ બેસવું. (ઉનાળામાં ના બેસો તો ચાલે.)

જયારે યાદ આવે ત્યારે ઉંડા શ્વાસ લેવા.

જયારે યાદ આવે ત્યારે ભગવાનનું નામ લેવું.

આખા દિવસ દરમ્યાન આશરે ૧૨ ગ્લાસ પાણી પીવું. (પાણી ઉભા ઉભા ના પીવું, પણ બેસીને પીવું.)

રોજ સવારે દૂધીનો રસ પીવો, તેમાં તુલસી, મરી વગેરે નાખવું. (દૂધીનો રસ તૂરો હોવો જોઈએ. કડવો ના હોવો જોઈએ.)

રોજ આદુનો રસ, લીંબુ, મધ લેવું.

રોજની એક ટાઈમ ચા (સવારમાં) પૂરતી છે. ચામાં આદુ, ફુદીનો નાખવાં.

સવારે હળવો નાસ્તો કરવો. (મમરા, પૌઆ, ખાખરા વગેરે). સીરીયલ ન લો.

નહાતી વખતે શરીરનાં અંગોને ગરમ પાણીનો શેક થાય એવું કરવું.

રોજ નાહીને દસેક મિનીટ ભગવાનનું નામ લેવું.

રોજ એક કેળું ખાવું.

સૂકો મેવો લેવો : રોજ એક અખરોટ, બે બદામ, એક ખજૂર, એક અંજીર, સૂકી દ્રાક્ષ લેવાં.

રોજ એક કપ દૂધ પીવું. (દૂધ ગાય-ભેંસનું તાજું મળે તો વધુ સારું.)

બપોરે જમણમાં સામાન્ય રીતે દાળભાત, રોટલી, લીલું શાક ખાવું. સાથે તાજું દહીં કે છાશ, સલાડ વગેરે લેવું. દાળમાં આદુ નાખવું. દાળમાં લીંબુ પણ લેવું. રોટલી પર ઘી પ્રમાણસર. જમવા સાથે લીલી હળદર, આંબામોર, ધાણાની ચટણી, લસણ, કાચી કેરીનો છૂંદો, લઇ શકાય. છૂંદો, અથાણું, પાપડ-પાપડી ક્યારેક લેવાં, રોજ નહિ. શાકમાં બટાકા ઓછા ખાવા. ક્યારેક કઢી બનાવી શકાય.

લીલાં શાકનું લીસ્ટ : ભીંડા, પરવળ, ટીન્ડોરાં, કંકોડાં, દૂધી, રીંગણ, પાલક, મેથી, તાંદળજા, વાલોળ, ચોળી, ગવાર, ફણસી, સરગવો, શક્કરિયાં, કોબીજ, ફ્લાવર

સલાડ : કાકડી, ટામેટા, મૂળા, ગાજર, બીટ, ડુંગળી

મુખવાસ : તલ

જમીને હાથ ધોઈને કોગળા કરવા.

ખાતી વખતે પાણી ન પીવું. જમ્યા પછી એકથી દોઢ કલાક પછી પીવું.

બપોર પછી નાસ્તામાં ફ્રુટ લઇ શકાય. અથવા શેકેલા ચણા, થોડી સીંગ, બાફેલા ચણા વગેરે.

ફ્રુટનું લીસ્ટ : ચીકુ, દાડમ, પપૈયું, સફરજન, સંતરાં, નારંગી, મોસંબી, દ્રાક્ષ, અનેનાસ, નાસપતી, પેરુ, કેરી, જામફળ, તડબૂચ, બોર, જાંબુ, આમળાં, નાળિયેર વગેરે. ફળોના રસને બદલે ફળ સીધાં લો.

સાંજનું જમવાનું : સામાન્ય રીતે ભાખરી, શાક અથવા કઠોળ, ગોળ, ખીચડી અને દૂધ લેવું. એ ઉપરાંત, અલગ અલગ ફરતી આઇટેમ બનાવી શકાય. જેવી કે પરોઠા, ઢોકળાં, મૂઠીયાં, ઇદડાં, થેપલાં, હાંડવો, દાળઢોકળી, પૂડા, ખમણ, ખાંડવી, ઈડલી, ઢોંસા, ભાજીપાઉં, ઉત્તપા, દાળબાટી, બટાટાપૌઆ, ઉપમા, દાબેલી, વડા પાઉં, સબવેનો સબ વગેરે.

કઠોળનું લીસ્ટ : મગ, ચોળી, તુવેર, ચણા, વાલ

ક્યારેક શેરડીનો રસ પીવાય. નાળિયેરની ચટણી સારી. તેલ મગફળી, તલ કે નાળિયેરનું વાપરવું. લોકલ ખોરાક ખાવ, એટલે કે જે પ્રદેશમાં જે પાકતું હોય તે ખાવું. દરેક વસ્તુ પ્રમાણસર ખાવી. ઓવરડોઝ ન કરવો.

રોજ અનુકૂળ ટાઈમે અડધો કલાક હળવી કસરત કરવી. (હાથ-પગની કસરતો, એરોબીક્સ, પ્રાણાયામ, ધ્યાન, ઉંડા શ્વાસ, ઓમકાર વગેરે). અવારનવાર સાઈકલ ચલાવવી.

રોજ સૂતા પહેલાં દાંત પર મીઠું ઘસીને કોગળા કરવા.

શું ન ખાવું, અથવા બને એટલું ઓછું ખાવું? : બટાકા, ખાંડ-મીઠું, બ્રેડ, પાઉં, મેંદો, બિસ્કીટ, ચોકલેટ, કેક, પેક્ડ ફૂડ, ચીઝ, આઈસક્રીમ, બરફનો ગોળો, ઠંડાં પીણાં (કોકા કોલા, પેપ્સી વગેરે), તળેલી વાનગીઓ, મીઠાઈઓ

ન ખાવા જેવી અથવા ઓછું ખાવા જેવી તળેલી વાનગીઓનું લીસ્ટ : પૂરી, ભજીયાં, બટાકાવડાં, સેવ, પાપડી, ગાંઠિયા, ચેવડો, તળેલી ચણા દાળ, દાળવડાં, સમોસા, ફાફડા, કચોરી, પાણી પૂરી, ભાખરવડી, મઠિયાં વગેરે.

ન ખાવા જેવી અથવા ઓછું ખાવા જેવી મીઠાઈઓનું લીસ્ટ : લાડુ, મોહનથાળ, બુંદી, શીરો, જલેબી, ગુલાબજાંબુ, બાસુદી, પેંડા, હલવો, કાજુ કતરી, મગશ વગેરે.

ક્યારેક આવી મીઠાઈઓ ખાવામાં બહુ વાંધો નહિ : દૂધીનો હલવો, ગાજરનો હલવો, કોપરાપાક, દૂધપાક, શ્રીખંડ, અંજીરનો હલવો, રસગુલ્લાં, સુખડી

ન ખાવા જેવા આધુનિક ફૂડ : પીઝા, પાસ્તા, મેગી, હક્કા નુડલ, કસાડિયા, ફ્રેંચ ફ્રાઈઝ, ચીપ્સ, બ્રેડ સ્ટીક્સ

વિરુદ્ધ આહાર ન ખાવો, જેમ કે દૂધ સાથે ડુંગળી, ફ્રુટસલાડ વગેરે.

મૂળા, દહીં, છાસ સાંજે ન લેવાં.

ફ્રીઝનું પાણી ન પીવું.

બહાર હોટેલો, રેસ્ટોરન્ટ, લારી, ખૂમચા વગેરેમાં બને ત્યાં સુધી ના ખાવું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: