એલેકઝાંડર ધી ગ્રેટ (એલેકઝાંડર ત્રીજો)

એલેકઝાંડર ધી ગ્રેટ (એલેકઝાંડર ત્રીજો)

બીજું નામ: સિકંદર

જન્મ: ઈ.સ. પૂર્વે ૩૫૬

જન્મ સ્થળ: પેલ્લા (મેસેડોનિયાનું પાટનગર), ગ્રીસ

મૃત્યુ: ઈ.સ. પૂર્વે ૩૨૩

મૃત્યુ સ્થળ: બેબીલોન શહેર (મેસોપોટેમીયા એટલે કે ઈરાક),

મૃત્યુનું કારણ: ટાઈફોઇડ તાવ

માતા પિતા: મેસેડોનનો ફિલિપ બીજો, ઓલિમ્પિયાસ

પત્ની: રોક્સાના, સ્ટાટીરા II, પેરીસતીસ II,

બાળકો: મેસેડોનનો એલેક્ઝાન્ડર ચોથો, મેસેડોનનો હેરાકલ્સ

તેમના ગુરુ: એરીસ્ટૉટલ

સિકંદર વીસ વર્ષની ઉમરે, ઈ.સ.પૂર્વે ૩૩૬માં પિતાની જગાએ મેસેડોનિયાની ગાદીએ બેઠો. દસ વર્ષ સુધી યુધ્ધો કરી, તેણે પર્શિયા (ઈરાન), ઈજીપ્ત, સીરિયા, મેસોપોટેમીયા, બેક્ટ્રીયા અને પંજાબ જીતી લીધાં, અને ગ્રીસથી ભારત સુધી પોતાનું રાજ્ય વિસ્તાર્યું. ઈજીપ્તમાં તેણે એલેક્ઝાન્ડ્રીયા શહેર સ્થાપ્યું. ભારતમાં પંજાબમાં પોરસ સાથે યુદ્ધ કર્યું, પોરસ હાર્યો. સિકંદર, તેના સૈનિકોના બળવાને લીધે પાછો વળ્યો. પાછા વળતાં, બેબીલોનમાં તે મૃત્યુ પામ્યો. સિકંદર આપણા ગીત ‘સિકંદર ને પોરસને કીધી લડાઈ,…’માં પણ વણાઈ ગયો છે.

અહીં બે ચિત્ર મૂક્યાં છે. (૧) ગ્રીસમાં સિકંદરનું સ્ટેચ્યુ (૨) ઇસ્તંબુલના મ્યુઝીયમમાં રાખેલું સિકંદરનું સ્ટેચ્યુ